વિકાસ દુબેની ગોળીથી લોહીથી લથબથ થઈ ગયો હતો ઇન્સ્પેક્ટર પાંડેયનો યુનિફોર્મ, આગળની વાતો જાણીને તમને પણ છૂટી જશે ધ્રુજારી

વિકાસ દૂબેની ગોળીથી ઘાયલ થયેલા ઇન્સ્પેક્ટર પાંડેય પાસેથી સાંભળો તેમનો બિહામણો અનુભવ – લોહીથી લથબથ થઈ ગયો હતો યુનિફોર્મ
કાનપૂરનમાં થોડા દિવસો પહેલાં બની ગયેલા પોલીસ અને ગુંડાત્ત્વો વચ્ચેના એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા ગોલા ક્ષેત્રના બેલવપાર પાઠક ગામના ઇન્સ્પેક્ટર સુધાકર પાન્ડેયને મંગળવારે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

image source

હાલ તેઓ લખનૌ સ્થિત પેતાના ઘરે છે. તાજેતરમાં થયેલા એક ટેલિફોનિક ઇન્ટર્વ્યૂ દરમિયાન તેમણે પોતાનો આ બિહામણો અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ વિકાસ દુબેની શાતિર ચાલમાં ફસાઈ ગઈ હતી. તેઓ કંઈ સમજી શકે ત્યાં સુધીમાં તો ખૂબ મોડું થઈ ગયું હતું. મૃત્યુ તો જાણે સામે જ ઉભું થઈ ગયું હતું. તેમણે આ વાતચિત દરમિયાન પોતાના 8 સાથીને ખોઈ બેસવાની પીડા પણ સ્પષ્ટ જણાઈ આવતી હતી.

image source

સુધારક પાન્ડેયે જણાવ્યું કે મૃત્યુ સામે જંગ જીતીને તેઓ જલદી પોતાને ગામ જશે. તેમણે આગળ જણાવ્યું કે વિકાસ દૂબેને અમી દરેક પ્રવૃત્તિની જાણકારી હતી. તેણે રસ્તામાં જેસીબી ઉભુ કરી દીધું હતું અને ગામની વિજળી પણ કાપી નાખી હતી. પણ અમે બધા તો તેની આ ચાલથી અજાણ હતા. અને અમે આજુ બાજુના પોલીસ સ્ટેશન કે ચોકીમાંથી ફોર્સ લઈને સીઓના નેતૃત્ત્વ હેઠળ રેડ પાડવા પહોંચી ગયા હતા.

image source

પોલીસ ટીમના લગભગ અઢી ડઝન લોકો હતા. રાતના લગભગ એક વાગ્યા હતા અમે લોકો વિકાસ દુબેના ગામમાં પહોંચ્યા તો જોયું કે રસ્તામાં જેસીબી ઉભું હતું. અમારે લોકોએ અમારું વાહન તેના ઘરથી 500 મીટર દૂર રાખવું પડ્યું અને સીઓની પાછળ પાછળ ગયા.

મકાનના ધાબા પરથી ગોળી ચાલવા લાગી

image source

તેની ક્ષણે-ક્ષણ પર તેઓ નજર રાખી રહ્યા હતા. જેવી પોલીસ ગામમાં પહોંચી કે વિજળી જતી રહી. અમે તેના દરવાજે જ પહોંચવાના હતા કે અચાનક મકાનના ધાબાઓ પરથી ગોળીઓ ચાલવા લાગી. લગભગ 35થી 40 લોકોએ પોલીસ ટીમને ઘેરી હૂમલો કર્યો હતો. જ્યાં સુધીમાં અમે લોકો ઉપર જોઈએ ત્યાં સુધીમાં તો કેટલાએ લોકોને ગોળી વાગી ગઈ હતી. અને તેમનું શરીર લોહીથી લથબથ થઈ ગયું હતું. જેને જ્યાં જગ્યા મળી ત્યાં તેઓ છૂપાઈ ગયા અને સામે ફાયરીંગ કરવાનું વિચારવા લાગ્યા પણ ઉપરથી આવથી અવિરત ગોળીઓનો સામનો તેઓ ન કરી શક્યા. તેવામાં લાગ્યું કે હવે મૃત્યુ નિશ્ચિત છે આંખો સામે અંધારું છવાઈ ગયું.

આંખ નજીક વાગી ગોળી

image source

આ દરમિયાન મારી આંખની નજીક પણ ગોળી વાગી ગઈ, સાથેનો એક કોન્સ્ટેબલ એક શૌચાલયમાં છૂપાઈ ગયો. તે શૌચાલયમાંથી નિશાનો સાધીને ગોળીઓ ચલાવતો રહ્યો. છેવટે ત્યાં પણ તેને સુરક્ષિત ન લાગતા તે કોઈ પણ રીતે વાહન તરફ ભાગ્યો ત્યાં સુધીમાં થાનાધ્યક્ષ વિછુર કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ અને ચાર અન્ય જવાનો ઘાયલ થઈ ગયા.

image source

તેમણે જણાવ્યું કે થોડી ક જ મિનિટોમાં બદમાશોએ સેંકડો રાઉંડ ગોળીઓ પોલીસની ટીમ પર ચલાવી મુકી હતી. ગોળીઓનો વરસાદ થતાં જ પોલીસ ટીમે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો પણ બદમાશોએ અંધારાનો લાભ ઉઠાવ્યો. આટલું જ નહીં પણ ગામના લોકોએ પણ પોલીસનો સાથ ન આપ્યો. જો તે લોકોએ સાથ આપ્યો હોત તો પોલીસ આવિ કફોડી સ્થિતિમાં ન મુકાઈ હોત. પોલીસ ટીમના છ લોકો ઘાયલ થયા હતા જેમાંથી હાલ માત્ર સુધાકરને જ હોસ્પિટલમાંથી રજા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.