અમદાવાદથી બેંગલુરુ જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે વલસાડ નજીક અકસ્માત, 20થી વધારે મુસાફરો ઘવાયા

અમદાવાદથી બેંગલુરુ જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે વલસાડ નજીક અકસ્માત – 20થી વધારે મુસાફરો ઘવાયા

આજે વહેલી સવારે ગુજરાતના વલસાડ નજીક આવેલા નંદાવલા હાઇવે પર અમદાવાદથી બેંગલુરુ જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 20થી વધારે મુસાફરો ઘવાયા છે. અકસ્માતમાં ટ્રક તેમજ બસ ચાલકોની સ્થિતિ વધારે ગંભીર છે. ઇજાગ્રસ્તોને તાત્કાલીક ધોરણે વલસાડ સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં પોલીસ તેમજ સ્થાનીક લોકોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

image source

મળેલા અહેવાલ પ્રમાણે આજે વહેલી સવારે અમદાવાદથી બીઆર સર્વિસ ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસ બેગલુરુ તરફ જઈ રહી હતી. અને વલસાડ નજીક આવેલા નંદાવલા હાઇવે પર આવેલી ગુંદલાવ ચોકડી પરથી જ્યારે બસ પસાર થઈ રહી હતી ત્યારે મુંબઈ તરફથી આવતી એક આઇશર ટ્રક પૂર ઝડપે બસમાં ધસી આવી હતી.

image source

એક માહિતી પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે ટ્રગ ડ્રાઇવરે ઝોકું આવી જતાં ટ્રક ડિવાઇડર કુદાવીને રોંગ સાઇડની લેન પર ચડી ગઈ હતી અને સામેથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં ધસી ગઈ હતી. અને તેના કારણે ટ્રક ડ્રાઇવર અને બસ ડ્રાઇવર બન્નેને ગંભીર ઇજા પહોંચી છે જ્યારે 20 કરતાં પણ વધારે મુસાફરોને ઇજા પહોંચી છે.

image source

અકસ્માતની ખબર પડતાં જ આસપાસના ગામમાં રહેતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસને સમાચાર મળતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને લોકોએ બસમાં અને ટ્રકમાં ફસાયેલા ડ્રાઇરને બહાર કાઢીને 108 બોલાવીને તેમને ઝડપથી હોસ્પિટલ મોકલ્યા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકો તેમજ પોલીસે બસમાંના મુસાફરોને પણ બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિલ ખસેડ્યા હતા. કેટલાક સ્થાનિક લોકો તો ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે હેતુથી પોતાની રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા.

આ ભયંકર અકસ્માતમાં ટ્રક ગોથુ ખાઈ ગઈ હતી

આ અકસ્માત ઘણો ભયંકર હતો. ડિવાઇડર વટીને ટ્રક રોંગ સાઇડ આવીને બસને ટક્કર મારીને ગોથુ ખાઈ ગઈ હતી. અને સ્થાનીક લોકો તરત જ મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. બસ તેમજ ટ્રકનો આગળનો ભાગ તો સાવ જ ચકદાઈ ગયો હતો.

image source

બસમાં તેની ક્ષમતા કરતાં વધારે મુસાફરો હતા

બીજી બાજુ બસમાં પણ તેની ક્ષમતા કરતાં વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ઇજા પામેલા મુસાફરે જણાવ્યુ હતું કે હાઇવે પરની એક હોટેલ પર સવારનો નાશ્તો કર્યા બાદ માત્ર 10 જ મિનિટની અંદર આ અકસ્માત સર્જાયો હતો. તેઓ જણાવે છે કે બસ તેની ક્ષમતા કરતાં વધારે મુસાફરોને લઈને દોડી રહી હતી. બસની કેબિનમાં પણ મુસાફરોને બેસાડવામા આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.