શું તમે જાણો છો કે સ્કૂલ બસ કેમ પીળી અને વિમાન કેમ સફેદ હોય છે? આ રહ્યો જવાબ…

આજકાલ તમે જ્યારે પણ રસ્તા પરથી પસાર થતા હશો તો તમારી પાસેથી સ્કૂલ બસ પસાર થતી હશે તો તમારા દિમાગમાં એક સવાલ જરૂર આવતો હશે કે, આ સ્કૂલ બસ હંમેશા પીળા રંગની જ કેમ હોય છે. જ્યારે આપણે નાના રહેતા તો આપણને એમ લાગતું કે, સ્કૂલે એવો કલર હશે, પરંતુ બાદમાં જ્યારે બધી સ્કૂલોની બસ જોઈએ તો એ બધી જ બસ પીળા કલરની હોય છે. તો બીજી તરફ, દિમાગમા એવા ઘોડા પણ દોડતા જ હોય છે કે આકાશમાં ઉડતુ એરોપ્લેન હંમેશા સફેદ કલરનુ જ કેમ હોય છે. આ બંને સવાલનો જવાબ આજે અમે તમને આપીશું.

સ્કૂલ બસ પીળી હોવાનું કારણ

image source

સ્કૂલ બસ હંમેશા પીળી હોવા પાછળ એ કારણ છે કે, બાકી રંગોની સરખામણીમાં પીળો રંગ 1.24 ગણો વધુ આકર્ષક હોય છે. અન્ય કોઈ કલરની તુલનામાં આ રંગ આંખોમાં સૌથી પહેલા દેખાઈ આવ છે. 1930માં અમેરિકામાં સૌથી પહેલા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. બસ, ત્યારથી સ્કૂલ બસોને પીળો રંગ મળી ગયો છે.

પ્લેનનો રંગ સફેદ હોવાનું કારણ

image source

એરોપ્લેનનો રંગ સફેદ હોવાની પાછળ એક નહિ, અનેક કારણો છે. પહેલું તો એ કે, પ્લેનને ઉડતા પહેલા અનેક રીતે તપાસમાં આવે છે કે વિમાનમાં કોઈ પ્રકારનો ડેંટ ન હોય અને વ્હાઈટ રંગની બોડીમાં ડેંટ જલ્દી દેખાઈ જાય છે. બીજી વાત એ કે, સફેદ રંગ બાકી કોઈ રંગની તુલનામાં લાઈટને વધુ રિફલેક્ટ કરે છે. તેનાથી પ્લેનની અંદરનું તાપમાન મેઈનટેઈન રહે છે.

image source

આ રંગ પાછળનું એક કારણ એ પણ છે કે, પ્લેન જ્યારે સફેદ રંગનુ હોય છે, તો તે હળવા હોય છે, પંરતુ અન્ય કલરના પ્લેન અપેક્ષાથી વધુ ભારે હોય છે.

image source

આ સિવાય પણ પ્લેનના સફેદ રંગ હોવા પાછળ કેટલાક મહતત્વના કારણ પણ હોય છે. જેમાં એક એ છે કે, પ્લેન ક્રેશની સ્થિતિમાં જો પ્લેનના ટુકડા સફેદ રંગના હોય તો તેને શોધવું બહુ જ સરળ બની જાય છે

image source

સાથે જ એક ફેક્ટ એમ પણ છે કે, પ્લેનને પેઈન્ટ કરવામાં ઓછો ખર્ચો આવે છે, અને તેને સૂકવામાં પણ બહુ જ સમય લાગે છે. આવામાં પ્લેનને પેઈન્ટ કરવાનો મતલબ એ છે કે, તેને કેટલાય દિવસો સુધી ઉડાવ્યા વગર રહેવું. આવામાં કંપનીઓને નુકશાન પણ ઓછું થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.