વાંચો વૃંદાવનનાં આ ‘બુઆજી’ વિશે, જે એકલા હાથે કરે છે લાવારિસ મૃતદેહના અંતિમ સંસ્કાર

આજના સમયમાં આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે કોઈ કોઈનું નથી હોતું. આજના આ સ્વાર્થી યુગમાં બધા જ પોતપોતાનું વિચારતા થઇ રહ્યા છે. માણસાઈના અનેક ચહેરાઓમાં આપણને ઘણીવાર કદરૂપા ચહેરાઓ જ જોવા મળતા હોય છે.

image source

આવા સમયે આપણને લાગવા લાગે છે કે સંસારમાં કોઈ જ સબંધો સાચા રહ્યા નથી અને માણસાઈ મરી પરવારી છે. પણ એવા સમયે વૃંદાવનમાં રહેતા ડોક્ટર લક્ષ્મી ગૌતમ એ માણસાઈના એવા નિખાલસ સ્વરૂપને દર્શાવે છે, જે આજના સમયમાં જોવો મુશ્કેલ બની જાય છે. આ ભડવીર મહિલા ડોક્ટર એકલા હાથે જ લાવારીસ પડેલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે.

જીવંત માણસાઈનું ઉદાહરણ છે આ મહિલા

image soutrce

હાલમાં જયારે કોરોનાનો કહેર ચારે દિશાઓમાં વધતો જઈ રહ્યો છે, ત્યારે આપણને અનેક વાર એવું સાંભળવામાં આવે છે કે કોરોના દરમિયાન જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમના પરિવારના લોકો પણ અંતિમ સંસ્કાર માટે આવતા નથી. અને લાવારીસ મૃતદેહો કેટલાય દિવસો સુધી એમ જ પડ્યા રહે છે. જો કે ભલે માણસાઈ હાલના સમયમાં મરી પારિવારી રહી હોય એવું લાગે. પણ, વિશ્વમાં ક્યાંકને ક્યાંક કોઈક ખૂણે આજે પણ માણસાઈ જીવી રહી છે. આ જીવંત માણસાઈનું ઉદાહરણ છે વૃંદાવનના મહિલા ડોક્ટર લક્ષ્મી ગૌતમ.

લાવારીસ લાશને પોતાના હાથે મુખાગ્ની આપે છે

image source

આજના સમયમાં જયારે પોતાના સગા પણ પરિવારજનોના મૃતદેહોને રઝળતા મૂકી દે છે, એવા સમયે આ મહિલા ડોક્ટર એક અલગ જ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. લક્ષ્મીને અજાણ્યા લોકો પ્રત્યે પણ એવી લાગણીઓ છે કે તે લાવારીસ પડી રહેલા મૃત દેહોનો અંતિમ સંસ્કાર પણ પોતાના હાથે જ કરે છે. જયારે પણ એમને કોઈ લાવારીસ મૃતદેહ વિશે જાણકારી મળે છે, તેઓ તરત મદદ માટે ત્યાં પહોચી જાય છે. એવા લોકોને તે પોતાના હાથે જ મુખાગ્ની આપે છે. જો કે શરૂઆતમાં તેઓ માત્ર મહિલાઓના અંતિમ સંસ્કાર જ કરતા હતા. પણ હવે પુરુષોના મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ કરે છે.

આ કામની પ્રેરણા શેલ્ટર હોમના સર્વે દ્વારા મળી

image source

આ કામ કરવાની પ્રેરણા લક્ષ્મીને ત્યારે મળી જયારે વર્ષ 2011માં એમણે શેલ્ટર હોમમાં રહેતી મહિલાઓ પર સર્વે કર્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે પણ જે મહિલાઓનું કોઈ નથી હોતું એવી મહિલાઓના મૃતદેહને થેલામાં નાખીને લાવારીશ અવસ્થામાં છોડી દેવામાં આવે છે. આ સર્વેના આંકડાઓ અને રીપોર્ટ જોઇને લક્ષ્મી દંગ રહી ગઈ હતી. અને પછી એણે વિચાર્યું કે તે આવા લાવારીસ મૃતદેહોને પણ પોતાના હાથે જ મુખાગ્ની આપશે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મીને આ નેક કાર્યમાં પરિવાર પણ સાથ આપે છે.

300થી વધારે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા

image source

આ કાર્ય કરતા લક્ષ્મીને હવે આઠેક વર્ષ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં લક્ષ્મીએ અંદાજે 300થી પણ વધારે મૃતદેહોને પોતાના હાથે જ મુખાગ્નિ આપી છે. આ ઉપરાંત લૉકડાઉનમાં પણ લક્ષ્મી 7 લાવારીસ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી ચૂકી છે. આશ્ચર્ય તો તમને એ વાત જાણીને થશે કે આ કાર્ય માટે લક્ષ્મીએ આજ દિન સુધી કોઈ પાસેથી આર્થિક મદદ નથી લીધી. ઈતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કરાવતી આ મહિલા ડોક્ટર લક્ષ્મી ગૌતમ કનકધારા નામનું ફાઉન્ડેશન પણ ચલાવે છે. લક્ષ્મીનું આ ફાઉન્ડેશન ઈજાગ્રસ્ત લોકો માટે એમ્બ્યુલન્સની સહાય પૂરી પાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span