આ સેલેબ્રેટી કેન્સર સામે જીતી ચુક્યા છે જંગ, હવે સંજય દત્ત કેન્સરની ઝપેટમાં

બોલીવુડમાં વર્તમાન સમયે ખરાબ સમય ચાલી રહ્યો છે. ૨૦૨૦ના વર્ષમાં બોલીવુડે અનેક સિતારા ગુમાવ્યા છે. પછી એ ઈરફાન ખાન હોય કે સુશાંત સિંહ હોય. બોલીવુડ કોરોના વાયરસના કારણે નાજુક સમયમાંથી પસાર થઇ રહ્યું છે. હાલમાં જ અમિતાભ બચ્ચન કોરોના પોઝીટીવ આવ્યા ત્યારે પણ બોલીવુડમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જો કે હવે તે સ્વસ્થ થઈને ઘરે આવી ચુક્યા છે. ત્યારે હવે સંજય દત્તને લઈને જે સમાચાર આવ્યા છે, એને લઈને ચર્ચાઓ ફરી શરુ થઇ છે, મળતી માહિતી પ્રમાણે એમને કેન્સર છે.

સંજય દત્ત ઉપચાર માટે જશે અમેરિકા

image source

બોલીવુડમાં આ સમાચાર બહુ જલ્દી પ્રસરી રહ્યા છે કે સંજય દત્તને કેન્સર છે. જો કે મળતી માહિતી પ્રમાણે એમને કેન્સરની માહિતી મળતા જ દરેક જગ્યાએ એમના માટે પ્રાથના કરવામાં આવી રહી છે. સંજય દત્ત હવે જલ્દી જ ઉપચાર માટે અમેરિકા જાય એવી માહિતી પણ સુત્રો દ્વારા મળી રહી છે, જ્યાં તે કેન્સર સામે જંગ લડશે. જો કે સંજય દત્ત એ પહેલા અભિનેતા નથી જેમને કેન્સરે પોતાના સકંજામાં લીધા છે. આ પહેલા પણ અનેક સેલેબ્રેટી કેન્સરને માત આપી ચુક્યા છે.

આ સેલેબ્રેટી કેન્સર સામે જંગ જીતી ચુક્યા છે.

તાહિરા કશ્યપ

image source

તાહિરા કશ્યપ જે બોલીવુડ અભિનેતા અને સિંગર એવા આયુષ્યમાન ખુરાનાની પત્ની છે. એમના બ્રેસ્ટ કેન્સરને લઈને મીડિયામાં ઘણી ચર્ચાઓ જગાવી ચુક્યા છે. જો કે તહીરાને વર્ષ ૨૦૧૮માં એની જાણકારી મળી હતી. એમને ૦ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હતું. જો કે એમણે આ કેન્સરનો સમય અપર ઉપચાર કરાવી લીધો હતો અને એમણે કેન્સરને મ્હાત આપી હતી. વર્તમાન સમયે તેઓ સ્વસ્થ છે.

અનુરાગ બાસુ

image source

સામાન્ય રીતે આપને અનુરાગ બાસુને રીયાલીટી શોના જજ તરીકે જ જોયા છે. પણ આ સિવાય તેઓ ડાયરેક્ટર, લેખક અને અભિનેતા પણ છે. આ અભિનેતા પણ બ્લડ કેન્સરના શિકાર થઈ ચુક્યા છે. જો કે એમને આ અંગેની જાણકારી વર્ષ ૨૦૦૪માં મળી હતી. ઘણો લાંબો સમય કેન્સર સાથે જંગ લડયા પછી એમણે કેન્સરને માત આપી હતી અને હવે વર્તમાન સમયે તો સ્વસ્થ છે.

મનીષા કોયરાલા

image source

મનીષા કોયરાલા પણ બોલીવુડ જગતની જાણીતી અભિનેત્રી છે. જો કે મનીષા કોયરાલા એ લાંબા સમય સુધી દારુ અને નશીલી દવાઓની બંધાણી રહી છે. જો કે એમને વર્ષ ૨૦૧૨ દરમિયાન કેન્સર હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ બે વર્ષ સુધી કેન્સર સામે લડતી રહી હતી મનીષા અને આખરે એણે પોતાના ઓવેરીયન કેન્સર સામે જીત મેળવી હતી. જો કે કહેવાય છે કે એમણે આ સર્જરી પછી નશા અને આદતોને છોડી દીધી હતી.

રાકેશ રોશન

image source

રાકેશ રોશનને આપને ક્રીશ ફિલ્મના સર્જક અને ઋતિક રોશનના પિતા તરીકે વધારે જાણીએ છીએ. જો કે એક સમયના સ્ટાર અને વર્તમાન સમયમાં બોલીવુડના ઉત્તમ ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પણ કેન્સરનો શિકાર થયા હતા. રાકેશ રોશન એક અલગ જ પ્રકારના કેન્સરનો ભોગ બન્યા હતા, જેની જાણ એમને વર્ષ ૨૦૧૯માં થઇ હતી. કેન્સરની સારવાર માટે એમની સર્જરી કરવામાં આવી હતી અને આ સર્જરી પછી એ સ્વસ્થ થયા હતા. આમ રાકેશ રોશન પણ કેન્સર સામે જંગ જીત્યા હતા.

સોનાલી બેન્દ્રે

image source

સોનાલી બેન્દ્રેને સામાન્ય રીતે બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. બોલીવુડની સુંદર ગણાતી આ અભિનેત્રીને વર્ષ ૨૦૧૯માં મેટેસ્ટીક કેન્સર હોવાની જાણકારી મળી હતી. જો કે આ જાણકારી મળતા જ સોનાલીએ ન્યુયોર્ક જઈને એનો ઉપચાર કરાવ્યો હતો. જો કે આ જંગમાં અંતે સોનાલી બેન્દ્રેએ કેન્સર સામે જીત મેળવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span