વર્ષોથી આપણા વડીલો પણ આપણને આજ સલાહ આપતા રહ્યા છે, ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા…
જીવનમાં અનેકવાર એવું બને છે કે આપણે કોઈ કામ સાચા મનથી કર્યું હોય તો પણ તેનું ફળ સારું ન મળે. જીવનના દરેક કાર્યમાં સફળ થવા માણસ પ્રયત્ન તો પૂરતાં કરે છે પરંતુ સફળતા ક્યારેક જ મળે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે તેમને સફળતા મળતી નથી અને તેઓ નિરાશાની દુનિયામાં ગરકાવ થઈ જાય છે. આવા લોકો માટે ચાણક્ય નીતિમાં 6 મહત્વની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચાર્ય ચાણક્યની આ છ વાતો પર અમલ કરનાર તેના જીવનના દરેક કાર્યમાં સફળ થાય છે અને સુખી પણ રહે છે.

આચાર્ય ચાણક્ય અનુસાર સફળતા તેને જ મળે છે જેને એ વાતનો ખ્યાલ હોય કે સમય કેવો ચાલી રહ્યો છે. વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ કે સુખના સમયમાં કેવી રીતે જીવવું અને દુખના સમયમાં ધીરજ રાખવી જોઈએ.

સફળ થવું હોય તો વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર કાર્યની પસંદગી કરવી જોઈએ. પોતાની ક્ષમતા અનુસારનું જ કાર્ય હાથમાં લેશો તો અસફળ થવાની ચિંતા જ નહીં રહે.

સફળતા અને નિષ્ફળતા પાછળ મિત્રોનો પણ હાથ હોય છે. મિત્ર એવો જ રાખવો જે સમય આવે ત્યારે સાચી સલાહ આપે. કેટલીક વખત મિત્રના નામે વ્યક્તિ પોતાના હિતશત્રુઓને સાથે રાખવા લાગે છે અને તેની વાત પર અમલ કરવાથી નિષ્ફળતા જ મળે છે.

વ્યક્તિએ એ વાતનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ કે કઈ વસ્તુની જરૂરીયાત ક્યારે છે અને શા માટે. આ વાતને ધ્યાનમાં રાખી એવું જ કામ કરવું કે જેનાથી કોઈને નુકસાન થતું ન હોય.

જ્યાં કામ કરતાં હોય તે સ્થાન વિશે યોગ્ય જાણકારી રાખવી જોઈએ. પોતાના કામમાં કેવી પરિસ્થિતીનો સામનો કરવો પડી શકે છે તે વિચાર કરવો અને કોઈપણ સ્થિતીને પહોંચી વળવા મન મજબૂત રાખવું.

વ્યક્તિએ પોતાની આવક અને ખર્ચ વિશે હંમેશા સજાગ રહેવું જોઈએ. કેટલાક લોકો જરૂર વિના ધનનો ખર્ચ કરે છે અને પછી જરૂરીયાત ખરેખર ઊભી થાય ત્યારે અન્ય પાસેથી ઉધાર લેવાની સ્થિતી સર્જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.