બિઝનેસમેન આ રીતે બનાય, 75 રૂપિયામાં વાળ કાપતો આ વાળંદ છે 256 લક્ઝરી કારોનો માલિક, જાણો સંઘર્ષ ગાથા

ઘણી વાર લોકો કામ જોઈને માણસોની હેસિયત નક્કી કરતાં હોય છે. પરંતુ દર વખતે એ વાત સાચી નથી પડતી હોતી. ઘણા એવા લોકો છે કે જે કામ મામુલી કરે છે, પરંતુ તેમની સંપત્તિ લાખો અને કરોડોમાં છે, તો આજે અહીં એક એવા જ માણસની વાત છે કે જે કામ વાળ કાપનાનું કરે છે પણ તેની મિલકત તમને ધ્રુજાવી નાંખે એટલી છે. એક મામુલી વાળ કાપવાની દુકાનનો આ માલિક ઘણીબધી લક્ઝરી ગાડીઓ રાખીને બેઠો છે. છતાં તેમને ઍ વાતનુ જરાપણ અભિમાન નથી કારણ કે તેઓ આટલી બધી લક્ઝરી ગાડીઓના માલિક હોવા છતા તેઓ તેમની વાળ કાપવાની દુકાને જઈને વાળ કાપવાનું કામ કરે છે.

3 કરોડની રોલ્સ રોયસ કારમાં બેસીને પોતાના સલૂનમાં આવે

image source

આ વ્યક્તિનુ નામ રમેશ બાબુ છે જે બેંગલુરુમા રહે છે. તેની પાસે હાલમાં 256 લક્ઝરી ગાડીઓ છે. બેંગલુરુમાં રહેતા રમેશ બાબુએક એવા વાળ કાપવાનું કામ કરે છે જેઓ પોતાની 3 કરોડની રોલ્સ રોયસ કારમાં બેસીને પોતાના સલૂનમાં આવે છે. તે દેશના અબજોપતિઓમાંનો એક છે અને ખાસ વાત તો એ છે કે વાળ કાપવાના સામાન્ય ચાર્જ જ તેમના સલુનમાં લેવામાં આવે છે. થોડાક સમય પહેલા એરો ઇન્ડિયા પહોંચેલા જર્મન પ્રતિનિધિઓએ એક શાહી નવી મર્સિડીઝ મેબેચ એસ 600ને ભાડે લીધી હતી. એ કારની કિંમત 32 કરોડ રુપિયા છે અને તે ભારતમાં ઉપલબ્ધ નથી.

લોકોના વાળ કાપે છે અને એ પણ માત્ર 75 રૂપિયામાં

image source

આ કાર થોડા સમય પહેલા જર્મનીથી આયાત કરવામાં આવી છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ કારનો માલિક ઉદ્યોગપતિ નથી પરંતુ વાળંદ છે જે લોકોના વાળ કાપે છે અને એ પણ માત્ર 75 રૂપિયામાં. બેંગલુરુના રમેશ બાબુએ 1994માં તેમની બચતમાંથી ખરીદેલી મારુતિ વાનથી વ્યવસાય શરૂ કર્યો હતો અને હવે તે અબજોપતિ બની ગયા છે. અત્યારે તે 200 લક્ઝરી કારનો માલિક છે અને તમે પણ તેને ઓએમજી યે મેરા ઇન્ડીયા ટીવી શોમાં જોયો જ હશે.

બિઝનેસ ક્લાયન્ટ્સમાં સલમાન, આમિર અને ઍશ્વર્યા જેવા બોલિવૂડ કલાકારો

image source

આ રમેશના ગાડીઓના કાફલામા મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, ઓડી, પાંચ અને દસ સીટની લક્ઝરી વાન અને તેમનુ અંતિમ ગૌરવ , રોલ્સ રોયસ સહિત 75 લક્ઝરી કાર મળી આવે છે અને આજે તેના બિઝનેસ ક્લાયન્ટ્સમાં રાજકારણીઓથી માંડીને સલમાન ખાન, આમિર ખાન અને ઍશ્વર્યા રાય બચ્ચન જેવા બોલિવૂડ કલાકારો છે. આ કારો ઉપરાંત રમેશ બાબુ પાસે એક રોલ્સ રોયસ, 11 મર્સિડીઝ, 3 ઓડી અને બે જગુઆર કાર છે અને તેઓ આ કાર ભાડે પણ આપે છે. આ સિવાય રમેશ બાબુ રમેશ ટૂર્સ અને ટ્રાવેલ્સના માલિક પણ છે પરંતુ આવી મોંઘીદાટ કારો હોવા છતાં તે પોતાનો વ્યવસાયિક કાર્ય ભૂલી શક્યા નથી અને તેમના સલૂનમાં દિવસના પાંચ કલાક કામ કરે છે અને તેમની જીવન કથા કંઈક એવી છે જેમાં તેમના સપના પૂરા થયા અને તે પણ અબજોપતિ બન્યા.

સલૂન પરિવારની આવકનો મુખ્ય સ્રોત બની ગયો

image source

રમેશ બાબુની સ્ટોરી પણ કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. રમેશબાબુ જ્યારે સાત વર્ષનો હતો ત્યારે 1979માં તેના પિતાનું અવસાન થયું હતું અને જેના પછી તેમનો સલૂન પરિવારની આવકનો મુખ્ય સ્રોત બની ગયો હતો અને સલૂનમાં કામ કરતી વખતે તેમણે પોતાની કાર રાખવાનું પોતાનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું અને આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે તેણે પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું.

કાર માટેનું સૌથી ઓછું ભાડું 1000 અને સૌથી વધુ 50,000

image source

રમેશબાબુ પાસે જે કારો છે તેમા તે કાર માટેનું સૌથી ઓછું ભાડું 1000 અને સૌથી વધુ 50,000 સુધી છે પરંતુ આજે પણ એક ધનિક માણસ હોવા છતાં તે તેમના ભુતકાળને ભૂલી શક્યા નહીં અને તે પોતાના નિયમિત ગ્રાહકોના વાળ ફક્ત 65 રૂપિયામાં કાપે છે. આજે રમેશ બાબુ પાસે 256 કાર અને 60 થી વધુ ડ્રાઇવરોનો કાફલો છે તેમા 9 મર્સિડીઝ, 6 બીએમડબ્લ્યુ, એક જગુઆર, ત્રણ ઓડી કાર અને રોલ્સ રોયસ જેવી મોંઘીદાટ કાર ચાર્જ કરવામાં આવે છે અને જે લોકોને એક દિવસનું ભાડુ 50,000 રૂપિયા ચાર્જ કરે છે.

તેમણે પોતાના પૂર્વજોનું કામ છોડ્યું નહીં

image source

આટલા બધા કામ કર્યા પછી પણ તેમણે પોતાના પૂર્વજોનું કામ છોડ્યું નહીં અને તે હજી પણ તેમના પિતાના સલૂન ઇનર સ્પેસ ચલાવી રહ્યા છે. તે દરરોજ 2 કલાક ગ્રાહકોના વાળ કાપે છે. રમેશબાબુએ એસએસએલસી પૂર્ણ કર્યા પછી તેમણે અભ્યાસ છોડી દીધો અને પુરુ રીતે બાર્બર બની ગયા અને ત્યારે તેમનુ નશીબ પલટ્યું જ્યારે તેમણે 1994મા મારુતિ ઓમ્ની વાન ખરીદી અને અહીંથી તેમનો કારનો શોખ વર્ચસ્વ ધરાવતો હતો. રમેશબાબુ પાસે હાલમાં ભાડે આપેલી 150 લક્ઝરી કાર છે અને જ્યારે તેમણે રોલ્સ રોયસને ખરીધી ત્યારે તેમણે 2011 માં આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સમા આવી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span