MG કંપનીની ગ્લોસ્ટર SUV થઈ લોન્ચ, ઓટોમેટિક પાર્કની મળશે જોરદાર સુવિધા, જાણો વેરિઅન્ટ પ્રમાણે કિંમત અને ફીચર્સ

એમજી કંપનીની ગ્લોસ્ટર SUV થઈ લોન્ચ – ઓટોમેટિક પાર્કની મળશે સુવિધા

એમજી કંપનીએ ભારતમાં લોંચ કરી ફ્લેગશિપ એસયુવી ગ્લોસ્ટર. તેની એક્સ શોરૂમ કિંમત રહેશે. 28.98 લાખ રૂપિયા. 2020 ઓટો એક્સપોમાં તેને પ્રથમવાર શોકેસ કરવામા આવી હતી. જો કે તે સમયે તેના વિષે વધારે માહિતી બહાર નહોતી આવી શકી. પણ હવે તેના ઇન્ટિરિયર અને ફીચર્સ જાણવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે એમજી કંપનીએ 24મી સપ્ટેમ્બરથી ગ્લોસ્ટરનું બુકિંગ શરૂ કરી દીધું છે, જેનું બુકિંગ અમાઉન્ટ એક લાખ રૂપિયા રાખવામા આવી છે.

તો ચાલો જાણીએ MG ગ્લોસ્ટરની કિંમત તેમજ તેના ફિચર્સ અને વેરિયન્ટ વિષેની માહિતી

image source

એમજી ગ્લોસ્ટર ચાર ટ્રિમ વેરિયન્ટમાં અવેલેબલ રહેશે – જેમાં સુપર, સ્માર્ટ, શાર્પ અને સેવી વેરિયન્ટ્સનોસમાવેશ થાય છે. તેના બેઝિક વેરિયન્ટ એટલે કે સુપર ટ્રિમની શરૂઆતની કિંમત 28.98 લાખ રહેશે. આ કિંમત દીલ્લી એક્સ શોરૂમની છે. આ વેરિયન્ટમાં 7 સીટ કોન્ફિગ્રેશનની સાથે આવશે. આ બેઝિક વેરિયન્ટમાં ઘણા બધા સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ્સ આપવામાં આવે છે, એટલે કે છ એરબેગ, ઇએસપી, હિલ હોલ્ડ, ઓટો હેડલાઇટ્સ, ટેક્શન કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, વાઇપર, અને સીક્સ વે મેન્યુઅલી એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, આ સાથે જ આ વેરિયન્ટમાં 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

image soucre

બીજું વેરિયન્ટ – સ્માર્ટ ટ્રિમ – ગ્લોસ્ટરના આ વેરિયન્ટની કિંમત 30.98 લાખથી શરૂ થશે. તેમાં વધારાના ફિચર્સ તરીકે તમને સનરૂફ મળશે, આ સિવાય તમને પેડલ શિફ્ટર્સ મળશે. અને સાથે સાથે જ તમને 3-ઝોન ક્લાઇમેન્ટ કંટ્રોલ પણ મળશે. આ ઉપરાંત આ વેરિયન્ટમાં તમને એમજી આઈ સ્માર્ટ કનેક્ટેડ કાર ટેક, એન્ડ્રોઇડ ઓટો કાર તેમજ એપલ કારપ્લે સપોર્ટ પણ આપવામા આવશે. આ સ્માર્ટ ટ્રિમ વેરિયન્ટમાં તમને 6 સીટ કોન્ફિગ્રેશન મળશે. તેની વચ્ચેની લાઇનમાં કેપ્ટન સીટ્સ મુકવામાં આવી છે.

image source

ત્રીજુ વેરિયન્ટ – શાર્પ ટ્રિમ – આ વેરિયન્ટની કીંમત 33.68 લાખથી 33.98 લાખ વચ્ચેની રહેશે. આ વેરિયન્ટમાં તમને 6 સીટ તેમજ 7 સીટ કોન્ફિગ્રેશન બન્ને મળશે. તેના ફિચર્સને જોઈએ તો તેમાં તમને હીટિંગ-વેન્ટિલેશન-મસાજ, પેરાનોમિક સનરૂફ મળશે અને મેમરી ફંક્શનથી કામ કરતી એક પાવર્ડ ડ્રાઇવર સીટ મળશે. મ્યુઝિકના દિવાનાઓ માટે ખાસ ફિચર એડ કરવામાં આવ્યું છે આ વેરિયન્ટમાં તમને મળશે 12 સ્પીકર સાઉન્ડ સીસ્ટમ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ સિસ્ટમ, તેમજ પાર્કિંગ માટે આ ખાસ ફિચર આ વેરિયેન્ટમાં આપવામા આવ્યું છે તે છે 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા ઉપરાંત પણ કેટલાક ફીચર્સ તેમાં સમાયેલા છે.

image source

સર્વોચ્ચ વેરિયન્ટ – ટોપ-સ્પેક સેવી ટ્રિમ – આ ચોથા વેરિયન્ટની કિંમત 35.38 લાખ રાખવામા આવી છે. અને આ વેરિયન્ટમાં તમને 6 સીટ કોન્ફિગ્રેશન જ મળશે. આ હાઇ એન્ડ વેરિયન્ટમાં તમને એડવાન્સ ડ્રાઇવર અસિસ્ટન્ટ સિસ્ટમનું ફિચર મળશે, આ વેરિયન્ટમાં ઓટોનોમસ ઇમર્જન્સી બ્રેકિંગ, ફોર્વર્ડ કોલેજન વોર્નિંગ, એડોપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, હેન્ડ-ફ્રી પાર્કિંક તેમજ લેન-ડિપાર્ચર વોર્નિંગ જેવા ફિચર્સ પણ મળશે.

MG ગ્લોસ્ટર એન્જિન – ગિયરબોક્સ

image source

ગ્લોસ્ટરમાં તમને બે ડિઝલ એન્જિનના વિકલ્પો મળશે. એક છે 2.0 લિટર, 4 સિલિન્ડર, ટર્બો ડિઝલ એન્જિન. આ એન્જિન 136hp તેમજ 375nm ટોર્ક જનરેટ કરે છે. તમને જણાવી દઈએ કે આ એન્જિન તમને માત્ર સુપર તેમજ સ્માર્ટ ટ્રિમ લેવલમાં જ મળી શકશે.

image source

જ્યારે બીજા ઓપ્શનમાં તમને મળશે ટ્વિન-ટર્બો વર્ઝન, આ એન્જિન તમને હાયર શાર્પ તેમજ સેવી ટ્રિમના હાઇ વેરિયન્ટમાં મળશે. આ એન્જિન 218hp અને 480nm ટોર્ક જનરેટ કરે છે. જેમાં તમને ઓન ડિમાન્ડ ફોર વ્હીલ ડ્રાઇવ પણ મળે છે અને સેટઅપ સિલેક્ડેટ ડ્રાઇવ મોડનો પણ વિકલ્પ મળે છે.
આ બન્ને એજિનને 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યા છે. જેમાં તમને કોઈ જ મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ નહીં મળી શકે.

image source

તમને જણાવી દઈએ કે ભારતીય બજારમાં MG ગ્લોસ્ટર માટે પહેલેથી જ કમ્પીટીટર હાજર છે. જેમ કે ફોર્ડ એન્ડેવર, ટોયોટા ફોર્ચ્યુનર અને મહિન્દ્રાની અલ્ટુરસ G4. જેમાંની આગળની બે તો પહેલેથી જ ભારતમાં ખૂબ જ પોપ્યુલર છે.

જોકે કિંતમની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફોર્ચ્યુનરની સરખામણીએ ગ્લોસ્ટરની કીંમત 3.55 લાખ ઓછી છે અને એન્ડેવર કરતાં તે 1 લાખ રૂપિયા ઓછી છે.

image source

બીજી બાજુ તેનું હાયર વેરિયન્ટ એટલે કે ટોપ સ્પેક ગ્લોસ્ટર સરખામણીએ થોડી મોંઘી છે. અને મહિન્દ્રાની અલ્ટુરસ G4 આ બધામાં સૌથી સસ્તી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span