માર્કેટમાં આ કાર મચાવી રહી છે ધૂમ, માત્ર થોડા જ મહિનામાં પૂરી થઇ ગયો સ્ટોક, જાણો શું છે ખાસિયત

કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનના કારણે દેશના ઘણા બધા ધંધાઓને ભારે ફટકો પડ્યો હતો. જેમાં વાહન માર્કેટનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને ફોર વ્હિલર વાહનોનું વેચાણ લગભગ બંધ જ થઈ ગયું હતું. પણ હવે ધીમે ધીમે માર્કેટ ગતિ પકડી રહ્યું છે. પણ આ બધા વચ્ચે એક એવી કાર માર્કેટમાં આવી છે જેનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. અને આ ગાડી છે સ્ક્વોડા કંપનીની 5 સીટર SUV કાર સ્કોડા કરોક (Skoda Karoq).

image source

તમને જણાવી દઈએ કે Skoda Karoq ગત મે મહિનામાં લોન્ચ કરવામા આવી હતી. અને તેને સમગ્ર ભારતમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે. કંપની માટે સારા સમાચાર એ છે કે કંપનીએ જેટલા પણ યુનિટ વેચાણ માટે બહાર કાઢ્યા હતા તે માત્ર 9 મહિનાની અંદર જ વેચાઈ ગયા છે. અને હાલ કંપની પાસે આ કારનો સ્ટોક જરા પણ નથી. સ્કોડાએ Skoda Karoqના મર્યાદિત યુનિટ્સ બજારમાં ઉતાર્યા હતા. કંપનીએ કુલ 1000 યુનિટ ભારતના માર્કેટમાં વેચાણ માટે મુક્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે સ્કોડાની આ 5 સીટર એસયુવી ભારતમાં પહેલેથી હાજર જીપ કંપસ અને હુંડાઈ ટસ્કનની હરોળની છે. અને તેને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. Skoda Karoqનું મોડેલ માત્ર પેટ્રોલ એન્જિનમાં જ અવેલેબલ છે.

image source

Skoda Karoqમાં 1.5 લીટરનું ટીએસઆઈ પેટ્રોલ એન્જિન છે. આ ઉપરાંત આ કારમાં 7-સ્પીડ ડીએસજી ઓટોમેટિક ગિયર બોક્સ છે. ટીએસઆઈ પેટ્રોલ એન્જિનનો પાવર 145bhpનો છે અને તે 250nmનો ટોર્ક જનરેટ કરે છે. Skodaની Karoqના લૂકની વાત કરીએ તો તેની લંબાઈ 4382 એમએમ છે, તેની પહોળાઈ 1814 એમએમ છે અને તેની ઉંચાઈ 1605 એમએમ છે. આ ઉપરાંત આ એસયુવીનો વીલબેઝ 2638 એમએમનો છે અને ગ્રાઉડ ક્લિયરન્સ 200 એમએમ છે.

image source

આ ઉપરાંત તેને ઘણી કન્ફર્ટેબલ પણ બનાવવામાં આવી છે. કારમાં 521 લીટરની બૂટ સ્પેસ આપવામા આવી છે. અને જો સામાન વધારે હોય અથવા પાછળની જગ્યાનો બીજો કોઈ ઉપયોગ કરવો હોય તે માટે પાછળની સીટને સંપૂર્ણ ફોલ્ડ કરવાની પણ તેમાં સગવડ છે. આમ કારના માલિકને 1810 લીટરની લગેજ સ્પેસ પણ મળે છે. કંપનીનો દાવો છે કે Skoda Karoq પોતાની કેટેગરીમાં આવતી સૌથી સુરક્ષિત એસયુવીમાંની એક છે. આ કારને યુરો NCAP દ્વારા 5 સ્ટાર રેટિંગ આપવામા આવ્યું છે. આ ઉપરાંત પણ આ એસયુવીમાં બીજા ઘણા બધા ફીચર્સ છે જે ગ્રાહકને પોતાના તરફ આકર્ષે છે.

image source

Skoda Karoq એસયુવી કારમાં એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો અને મિરરલિંકથી સજ્જ 9.2 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામા આવી છે. આ ઉપરાંત Skoda Karoqમાં ઇન્સ્ટ્રુમેન્ટલ કન્સોલ, નેવિગેશન, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ, 9 એરબેગ્સ, રિયર એસી વેન્ટ રિવર્સ કેમેરા, બ્યુટુથ ટેલિફોની, અને ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ આપવામા આવ્યા છે.

શું છે Skoda Karoqની કિંમત

image source

Skoda Karoq 5 સીટર એસયુવીની શોરૂમ કિંમત 24.99 લાખ રૂપિયા છે. આ કાર હાલ છ રંગોમાં ઉપલબ્ધ છે. આ કારની એક ખાસીયત એ પણ છે કે તેના એજિનમાં ફ્યુઅલ એફિશીયન્સીને વધારવા માટે એક એક્ટિવ ટેક્નોલોજીનું ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે. જેના ઉપયોગથી જો ગાડીમાં લોડ ઓછો હોય તો 4માંથી 2 સિલિન્ડરને બંધ કરવાની પણ સગવડ છે. આ કરની મહત્તમ ઝડપ 202 કિ.મી પ્રતિ કલાક છે. ભારતમાં લોન્ચ થયેલા મોડેલમાં હાલ પુરતું માત્ર ટુ વ્હીલ્ડ ડ્રાઇવ એટલે કે ફોરવર્ડ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ જ અવેલેબલ છે. જો કે તેના આંતરરાષ્ટ્રીય મોડેલમાં 4 વ્હીલ્ડ ડ્રાઈવ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.