આ વીડિયો જોઈને તમારી આંખો ફાટી જશે, 3 મિનિટથી પણ ઓછા સમયમાં કાર થઈ ગઈ વિમાન, જાણો માર્કેટમાં ક્યારે આવશે

જમાનો બદલાયો છે અને સામે સુવિધાઓ પણ બદલાઈ છે. ટેક્નોલોજીએ પુરી રીતે તેનો વેગ પકડી લીધો છે. હવે તો માર્કેટમાં એવી એવી કાર આવી ગઈ છે કે પહેલી નજરમાં તો વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ એન્જિનીયરોએ જે અસંભવને સંભવ કરી બતાવ્યું તેનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે ભવિષ્યમાં કેવી કાર આવશે એ બતાવી દીધું છે.

તો આવો જોઈએ કે શું છે આ સમગ્ર મામલો. તો હકીકતમાં એવું બન્યું કે, Klein Vision નામની એક કંપનીએ હવામાં ઉડતી કાર બનાવી છે. સોશિયલ મીડિયા પર કારનો વીડિયો ફરતો થયો છે. આ કાર રસ્તા પર પણ દોડે છે અને જો જરૂર પડે તો 3 મિનિટથી ઓછા સમયમાં વિમાનમાં ફેરવાય જાય છે. આ કોઈ મજાક નથી કે રમકડું પણ નથી.

આ વીડિયોને યુટ્યુબ પર શેર કરતી વખતે આ લખવામાં આવ્યું હતું કે ‘ક્લેઈન વિઝન એ કંપની દ્વારા બનાવેલી નવીનતમ ફ્લાઇંગ કાર છે, જે ત્રણ મિનિટથી ઓછા સમયમાં રસ્તાના વાહનમાંથી વિમાનમાં પરિવર્તન લાવે છે. કોમર્શિયલ ટેક્સી સાથે સેલ્ફ ડ્રાઈવિંગના રોમાંચ માટે કારગર. સચાર લખાય ત્યાં સુધીમાં વિડિઓને 77,000 થી વધુ વખત જોવમા આવ્યો હતો.

ઘણા લોકો વિડિઓ જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, ઘણા લોકો તેને ભાવિ સવારી તરીકે વર્ણવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ કાર આવતા 6 મહિનામાં માર્કેટમાં ટકરાશે. પછી લોકો તેને ખરીદશે અને જમીનની સાથે સાથે હવામાં મુસાફરી કરશે.

જાપાને પણ બનાવી કંઈક આવી કાર

આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સમાચાર આવ્યા હતા કે જાપાનની કાર સ્ટાર્ટઅપ કંપની SkyDrive એ એક એવી કાર બનાવી છે કે જે રસ્તા પર નથી ચાલતી પરંતુ હવામાં ઉડે છે. થોડા દિવસ પહેલા જ તેનું સફળ ટેસ્ટિંગ થયું છે. જો કે આ કારમાં એક જ વ્યક્તિના બેસવાની જગ્યા છે. કંપનીએ આ ઉડતી કારનો વીડિયો બહાર પાડ્યો છે.

આ વીડિયોમાં હેલમેટ પહેરેલો વ્યક્તિ કારને ઉડાડતો જોવા મળી રહ્યો છે. જો કે કાર જમીનથી એક થી બે કિલોમીટર ઉપર ઉડી રહી છે. ત્રણ વર્ષ પહેલા પણ આ ઉડતી કારનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે નિષ્ફળ ગયું. આ કાર હાલ 5થી 10 મિનિટ સુધી હવામાં ઉડી શકે છે. આવામાં એન્જિનિયરોનું પહેલું લક્ષ્ય એ છે કે 30 મિનિટ સુધી હવામાં કાર ઉડાવવાની છે. આ ફ્લાઈંગ ટેક્સીની સ્પીડ હજુ ઘણી ઓછી છે. જેને વધારીને 60 કિમી પ્રતિ કલાક કરવાનું લક્ષ્યાંક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.