દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી આ વ્યક્તિએ, કિંમત જાણીને તમે પણ બોલી ઉઠશો OHHH!

વિશ્વભરમાં અનેક પ્રકારની મોંઘીદાટ કારો વેંચાતી હોય છે જેનો ભાવ જાણીને સામાન્ય માણસ તો ઠીક પણ ભલભલા પૈસાદારોના પણ પરસેવા છૂટી જતા હોય છે. જો કે અમુક વિશ્વસ્તરની નામના ધરાવતી હસ્તીઓ માટે આવી કારો લેવી કદાચ બહુ મોંઘી નહીં ગણાતી હોય. આવો જ એક તાજેતરનો દાખલો ખ્યાતનામ ફૂટબોલ ખેલાડીનો નોંધાયો છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે ફૂટબોલ વિશ્વના મશહૂર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ વિશ્વની સૌથી મોંઘી ગણાતી કાર બુગાટી લા વાઓએવર ખરીદી છે. જે ક્લબ માટે રોનાલ્ડો ફૂટબોલ રમે છે તે કલબે તાજેતરમાં જ 36 મી સિરી ચેમ્પિયનશિપમાં જીત મેળવી હતી. આ જીતની ઉજવણી માટે રોનાલ્ડોએ આ કાર ભેટ તરીકે ખરીદી છે. આ કાર એટલી મોંઘી છે કે તમને તેની કિંમત જાણીને ચોક્કસ આશ્ચર્ય થશે. રોનાલ્ડોએ આ કાર ખરીદવા માટે અધધ … લગભગ 75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

image source

રોનાલ્ડોએ જે કાર ખરીદી છે તેને બનાવનાર કંપનીએ આવી માત્ર 10 કાર જ બનાવી છે. બુગાટી લા વાઓએવર (સેંટોડીસી) ખરીદવા માટે રોનાલ્ડોએ સ્થાનિક ચલણ પ્રમાણે 8.5 મિલિયન યુરો એટલે કે અંદાજે 75 કરોડ રૂપિયાની કિંમત ચૂકવી છે.

image source

35 વર્ષીય સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોએ પોતાની આ નવીનક્કોર કારનો ફોટો પોતાના ફોલોઅર માટે ઇન્સ્ટગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વિશ્વની સૌથી મોંઘી એવી બુગાટી લા વાઓએવર કારના માલીક બનેલા રોનાલ્ડોના અંગત કાર ગેરેજમાં પહેલાથી પણ કિંમતી કારો ઉપલબ્ધ છે અને હવે બુગાટી લા વાઓએવર કાર સહીત તેની અન્ય કારોની કિંમતનો ટોટલ કરીએ તો એ લગભગ 30 મિલિયન યુરો એટલે કે લગભગ 264 કરોડ રૂપિયાથી વધુ થાય છે.

image source

રોનાલ્ડોએ જે બુગાટી લા વાઓએવર કાર ખરીદી છે તે 380 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને તેનું પીકઅપ એટલું જોરદાર છે કે માત્ર 2.4 સેકન્ડમાં જ કાર 60 કિલોમીટરની સ્પીડ પકડી શકે છે. જો કે આ કાર માટે રોનાલ્ડોએ વર્ષ 2021 સુધી રાહ જોવી પડશે કારણ કે આ કારની ડિલિવરી તેને આગામી વર્ષે મળશે.

image source

નોંધનીય છે કે તાજેતરમાં જ નાઈકી અને બુગાટીએ સાથે મળીને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો માટે એક વિશેષ બુટ બહાર પાડ્યા હતા. સ્પોર્ટ્સ વેઅર બ્રાન્ડ નાઈકીએ ઓટોમોબાઇલ બ્રાન્ડ સાથે મળીને નાઈકે મર્ક્યુરીયલ સુપરફલરી CR7 Dieci લોન્ચ કરી હતી જે સેંટોડાઇસી એટલે કે બુગાટી લા વાઓએવરથી પ્રેરિત હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span