કોમલ હાથી અને બાઘા બોય પાસે છે આટલી મોંઘી ગાડી, બીજી રસપ્રદ માહિતી…

ટેલિવિઝનના લાડીલા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટારકાસ્ટને તમે ટીવી પર રીક્ષાની સવારી કરતાં જોઈ હશે. સીરિયલના મોટાભાગના અભિનેતાઓ જાતે કાર ચલાવે છે. તો આવો નજર કરીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના કયા અભિનેતા પાસે કઈ કાર છે…

જેઠાલાલ (દિલીપ જોશી) : પ્રખ્યાત સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મોટાભાગના લોકોનું ફેવરિટ પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ઈનોવા કારના માલિક છે. ટીવી સીરિયલમાં દુકાનદાર જેઠાલાલની ભૂમિકાને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે.

image source

દયાભાભી (દિશા વાકાણી) : દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી પાસે ઓડી કાર છે. દિશા છેલ્લાં બે વર્ષથી જોવા મળતી નથી. બે વર્ષથી ચાહકો તથા મેકર્સ દિશા વાકાણી શોમાં પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે.

image source

બબિતા (મુનમુન દત્ત) : મુનમુન દત્તા મૂળ બંગાળી છે. સીરિયલમાં જેઠાલાલ ગડ્ડા જેની પાછળ લટ્ટુ છે એ બિબતા એટલે કે મુનમુન દત્ત મોબીલો કાર ચલાવે છે.

image source

ચંપકલાલ ગડ્ડા (અમિત ભટ્ટ) : પોતાની કળાથી લોકોને હસાવનાર ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટ હોન્ડા સિટી કારના માલિક છે. ખિચડી, યસ બોસ, ચુપકે ચુપકે, ફની ફેમિલી ડોટ કોમ, ગપશપ કૉફી શોપ અને FIR જેવા શોમાં કામ કરવામાં તેમનો સમાવેશ થાય છે.

image source

તારક મહેતા (શૈલેષ લોઢા) : તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પાસે મર્સિડિઝ બ્રાન્ડની કાર છે. શૈલેષ રીઅલ લાઈફમાં અભિનેતા, લેખક અને કવિ છે.

image source

આત્મારામ ભીડે (મંદાર ચંદાવડકર) : ટ્યૂશન ટીચરનું પાત્ર ભજવનાર આત્મારામ ભીડે એટલે કે મંદાર ચંદાવડકર પાસે ફોક્સવેગર કંપનીની કાર છે.

image source

માધવી ભીડે (સોનાલિકા જોશી) : સીરિયલમાં ઘરમાં ભીડે માસ્તરને મદદ કરનાર માધવીભાભી એટલે કે સોનાલિકા જોશી ઈટીયોસ કાર ચલાવે છે. સીરિયલમાં હંમેશા સાડીમાં જ જોવા મળતા સોનાલિકા જોષી રિયલ લૂકમાં ખરેખર અલગ જ દેખાય છે.

image source

પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક) : હંમેશા છત્રી સાથે જોવા મળતા પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ઈનોવા કાર લઈને સેટ પર આવે છે. શ્યામ પાઠક રીઅલ લાઈફમાં પરિણીત છે.

image source

કોમલ હાથી (અંબિકા રંજનકર) : ડૉક્ટર હાથીના પત્નીનો રોલ કરનાર કોમલભાભી એટલે કે અંબિકા રંજનકર ઈનોવા કારના માલિક છે. અંબિકાના પતિ અરૂણ રંજનકર પણ પ્રખ્યાત ડાયરેક્ટર અને એક્ટર છે. અરૂણે એક્ટિંગ અને ડાયરેક્શન બંને જ ક્ષેત્રોમાં ઘણાં અવોર્ડ્સ જીત્યા છે.

image source

બાઘા (તન્મય વેકરિયા) : અલગ છટાથી બધાને હસાવનાર બાઘા એટલે કે તન્મય વેકરિયા પાસે હોન્ડા સિટી કાર છે. તન્મયે વર્ષ ૨૦૦૦માં ‘સપનાનાં કિનારે’ નામની પ્રથમ સિરિયલમાં એક્ટિંગ કરી હતી.

image source

સુંદરલાલ (મયુર વાકાણી) : મયુર અભિનેતા હોવા ઉપરાંત એક કુશળ શિલ્પકાર પણ છે. તેઓ પરિવાર સાથે અમદાવાદમા રહે છે. સીરિયલ અને રીઅલ લાઈફમાં દયાભાભીના ભાઈનું પાત્ર ભજવનાર સુંદરલાલ એટલે કે મયુર વાકાણી પાસે હોન્ડા જાઝ કાર છે.

image source

અબ્દુલ (શરદ શાંકલા) : સીરિયલના કલાકારો જેની દુકાને સોડા પીવા જાય છે એ અબ્દુલ એટલે કે શરદ સાંકલા પાસે સ્વિફ્ટ કાર છે. શરદે 35થી વધુ ફિલ્મો અને શો કર્યા હોવા છતાં તેને ઓળખ બનાવવામાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો.

image source

ગોગી (સમય શાહ) : ગોગીનું પાત્ર ભજવનાર ગુજરાતી કલાકાર સમય શાહ પાસે ઈનોવા કાર છે. સમય શાહ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા આરખી ગામનો વતની છે અને તે વર્ષે એકવાર પોતાના ગામની મુલાકાત લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.