ક્રેડીટ કાર્ડનું બીલ વધારે આવે છે? આ કારણ હોઈ શકે છે એની પાછળ…

ઓનલાઈન શોપિંગ હોય કે રિટેઈલ સ્ટોર, આજના સમયમાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવું આપણા માટે બહુ જ સરળ બની ગયું છે. પરંતુ ક્રેડિટ કાર્ડના ઉપયોગ જેટલો સુવિધાજનક છે, તેટલો જ તેમાં ધ્યાન રાખવાની બહુ જ જરૂર છે. ક્રેડિટ કાર્ડ એક પર્સનલ લોન છે, જેની સીધી અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે. ક્રેડિટ સ્કોરના નેગેટિવ પોઈન્ટ તમને હોમલોન, કાર લોન અથવા કોઈ અન્ય પર્સનલ લોન લેવામાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. તો ક્રેડિટ કાર્ડમાંથી લેવામાં આવેલી લોન સૌથી મોંઘી હોય છે. આવામાં એકવાર પેમેન્ટ ડિફોલ્ટ કરવામાં તમને વ્યાજ પણ વધુ લાગી શકે છે. તેથી તમારે ક્રેડિટ કાર્ડ સંબંધી કેટલીક માહિતીઓ જાણી લેવી બહુ જ જરૂરી છે.

image source

1. ક્રેડિટ કાર્ડના અનેક પ્રકાર હોય છે, જેમ કે ઓટો-ફ્યુલ ક્રેડિટ કાર્ડ, બિઝનેસ ક્રેડિટ કાર્ડ, કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ, મહિલા ક્રેડિટ કાર્ડ, એન્ટરટેઈનમેન્ટ કાર્ડ, પ્રીમિયર-સિગ્નેચર કાર્ડ અને ટ્રાવેલ કાર્ડ.

image source

2. ક્રેડિટ કાર્ડને સંભાળીને રાખો. તેનો પિન-પાસવર્ડ કોઈને ન બતાવો. પબ્લિક વાઈફાઈમાં કાર્ડનો ઉપયોગ ન કરો. એકાઉન્ટ બેલેન્સ જરૂર ચેક કરો. ક્રેડિટ કાર્ડ પર ઈએમઆઈની ઓફર સમજો, અને ચાર્જ પર ધ્યાન આપો. તેના વ્યાજ પર પણ પૂરતુ ધ્યાન આપો.

image source

3. કોઈ પણ અન્ય લોન પર લાગતા વ્યાજની સરખામણીમાં ક્રેડિટ કાર્ડ પર લાગતું વ્યાજ વધુ હોય છે. તે અંદાજે 30 થી 35 ટકા પ્રતિ વર્ષ હોય છે. જો બેંક તમને 2થી 3 ટકા વ્યાજ કહે છે તો તે ભ્રમિત કરનારું છે. કેમ કે અન્ય પ્રકારના વ્યાજ વાર્ષિક રીતે બતાવવામાં આવે છે. પરંતુ ક્રેડિટ કાર્ડનું વ્યાજ માસિક આધાર પર બતાવવામાં આવે છે. જો તમે એક વર્ષની ગણતરી કરશો તો તે વધુ થાય છે.

image source

4. ગ્રેસ પીરિયડ પૂરો થવા પર જ વ્યાજ કેલ્યુકેટ થાય છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડની પેમેન્ટમાં 20થી 25 દિવસનો ગ્રેસ પીરિયડ હોય છે. તમારું જૂનુ પેમેન્ટ સાઈકલના તમામ દેણ રાશિને ચૂકવ્યા બાદ જ તમારો ગ્રેસ પીરિયડ યોગ્ય હોય છે. વ્યાજ દર 30 ટકાથી 45 ટકાની વચ્ચે રહે છે.

image source

5. જે ક્રેડિટ કાર્ડમાં વ્યાજ ફ્રી ઈએમઆઈનો વિકલ્પ હોય છે, તેમાં પ્રોસેસિંગ ફી જોડાયેલી હોય છે. તેથી ઈન્સ્ટ્રેસ્ટ ફ્રી ઈએમઆઈનુ સિલેક્શન કરતા પહેલા પ્રોસેસિંગ ફી વિશે જરૂર માહિતી મેળવી લો.

image source

6. ક્રેડિટ સ્કોર ખરાબ થવાના કેટલાક કારણો છે. જેમ કે, સમય પર ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ નહિ કરવું. ક્રેડિટ કાર્ડ પર વ્યાજ રાખે છે. ક્રેડિટ હિસ્ટ્રી અને વિવિધ પ્રકારના લોન લેવાને કારણે ક્રેડિટ સ્કોર પર અસર પડે છે. વ્યાજ માટે વારંવાર પૂછપરછ કરવા પર તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડે છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં ટ્રાન્સ યુનિયન સિવિલ, ઈક્વિફેક્સ, એક્સપીરિયન અને હાઈમાર્ક ક્રેડિટ બ્યૂરો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.