જયારે આ બિલાડીએ પહેલી વખત ચાખ્યો આઈસ્ક્રીમ, તો શું થયું? જુઓ સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થયેલો આ વિડીયો

સોશ્યલ મીડિયા પર અવાર નવાર એવા અનેક ફોટાઓ અને વિડિઓ અપલોડ થતા હોય છે જે અન્ય સોશ્યલ મીડિયાના યુઝરો માટે ધ્યાન ખેંચનારા બનતા હોય છે.

image source

વળી, ક્યારેક ક્યારેક તો આવી પોસ્ટ ધાર્યા કરતા વધુ વાયરલ થતી હોય છે અને તેની ખુદ અપલોડ કરનારને પણ આશા નથી હોતી કે તેનું જે – તે કન્ટેન્ટ આ રીતે વાયરલ થશે. ખાસ કરીને ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આવા પ્રકારના અનેક કન્ટેન્ટ જોવા મળતા હોય છે અને તેમાંય રમુજી અને મનોરંજન કરાવતા મોટાભાગના વિડીયો કન્ટેન્ટ સોશ્યલ મીડિયા યુઝરો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

image source

ત્યારે તાજેતરમાં જ સોશ્યલ પ્લેટફોર્મ ટ્વિટર પર એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જે એક બિલાડીનો છે. આ વીડિયોમાં એક બિલાડી કદાચ જીવનમાં પહેલીવાર આઈસ્ક્રીમ ચાખી રહી છે અને આઈસ્ક્રીમ ચાખ્યા બાદ તેનું જે રિએક્શન છે તે એવું હતું કે તેના વિષે કદાચ ખુદ વિડીયો અપલોડ કરનારે પણ નહિ વિચાર્યું હોય.

સામાન્ય રીતે જે લોકો ઘરે બિલાડી પાળવાના શોખીન હોય તેઓ અવાર નવાર પોતાની બિલાડીના મનમોહક ફોટાઓ અને વિડીયો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરતા રહે છે ત્યારે નાનકડા એવા આ વીડિયોને @damn_elle નામના એક ટ્વિટર યુઝરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. અને આ વિડીયો એટલો વાયરલ થયો કે છેલ્લી માહિતી મુજબ એ વીડિયોને અત્યાર સુધી લગભગ 4 લાખથી વધુ વ્યૂઝ અને 16000 થી વધુ લાઇક્સ મળી ચુકી છે.

image source

આ વીડિયોમાં દેખાતા દ્રશ્યો અનુસાર એક બિલાડી ડાઇનિંગ ટેબલ પર ઉભેલી હાલતમાં છે અને તેને એક યુવક બાઉલમાંથી ઉંધી ચમચી વડે જરાક આઈસ્ક્રીમ લે છે અને તે બિલાડીને ચખાડે છે અને બિલાડી પણ જાણે આઈસ્ક્રીમ ચાખવા માંગતી હોય તેમ રાહ જોઈને જ ઉભી રહે છે અને જયારે તે આઈસ્ક્રીમ ચાખે છે ત્યારે એવું નાટકીય રિએક્શન આપે છે જાણે બિલાડીને કઈંક થઇ ન ગયું હોય !

image source

આ વિડીયો જોઈને અન્ય સોશ્યલ મીડિયા યુઝરો અલગ અલગ પ્રકારની કોમન્ટ પણ કરી રહ્યા છે. અમુક યુઝર્સ બિલાડીને આ રીતે આઈસ્ક્રીમ ખવડાવવાને કારણે બિલાડીના સ્વાસ્થ્ય વિષે પણ કમેન્ટ કરી ચુક્યા છે. નોંધનીય છે કે બિલાડીને ઠંડો આઈસ્ક્રીમ ખવડાવવો એ તેના માટે સારું છે કે ખરાબ એ તો સ્પષ્ટ ન કહી શકાય પરંતુ બિલાડીને તેલ વાળો ખોરાક આપવાથી તેના વાળ ખરી જવાની શક્યતા હોવાનું નિષ્ણાંતો જણાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.