આ હિરો-હિરોઇનના લગ્નના ખર્ચાના આ આંકડા જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

બોલીવુડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ વ્યક્તિ પોતાનું સ્થાન બનાવી લે છે તો ત્યાર પછી તે વ્યક્તિની કિસ્મત જ બદલાઈ જાય છે. આજે બોલીવુડમાં એક ફિલ્મમાં કામ કરવા માટે કોઈ એક્ટર કે એક્ટ્રેસ એટલી ફીસ ચાર્જ કરે છે જેને જોઇને અંદાજીત આપણી આખી જિંદગીનો પગાર જેટલી હોય છે.

image source

તેમજ એકવાર બોલીવુડમાં નામ બનાવી લીધા પછી તે વ્યક્તિમાં મેરેજ કોઈ મોટી સેલેબ્રીટી સાથે જ થાય છે. ઉપરાંત જો કોઈ બોલીવુડ સેલેબ્રીટી સાથે ના થાય તો કોઈ ક્રિકેટર કે પછી કોઈ મોટા બીઝનેસમેન સાથે થાય છે. જેના લીધે બન્ને પક્ષ બરાબરના હોય છે.

ફક્ત એક વિચાર કરો કે સેલેબ્રીટીસના મેરેજમાં કેટલો ખર્ચ કરવામાં આવતો હશે, કેમ કે, બન્ને પક્ષની નાણાકીય સ્થિતી સમાન હોય છે. ત્યારે આવા વ્યક્તિઓના મેરેજનો ખર્ચ એક અંદાજ મુજબ ભારતનું એક આખું ગામ આખા વર્ષ દરમિયાન ભરપેટ ભોજન કરે તો પણ ખૂટે નહી એટલો ખર્ચ કરવામાં આવે છે.

image source

તાજેતરમાં જ આવા જ એક મેરેજ ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. હા પણ આ મેરેજ કોઈ ફિલ્મ સેલેબ્રીટી કે કોઈ સ્પોર્ટ્સ પર્સનના નથી. તેમ છતાં આ એક રોયલ મેરેજ છે. કર્ણાટક રાજ્યના ભાજપ પક્ષના નેતા શ્રીરામુલુની દીકરીના મેરેજ જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મેરેજમાં અંદાજીત ખર્ચ ૫૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવી શકે છે. આવા જ બોલીવુડ સેલેબ્રીટીસના રોયલ વેડિંગ વિષે આજે અમે આપને જણાવીશું.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ:

image source

રણવીર અને દીપિકા બોલીવુડ ઇન્ડસ્ટ્રીનું સૌથી ચર્ચિત કપલ છે. ફિલ્મ ‘રામલીલા’થી શરુ થયેલ પ્રેમ કહાની વર્ષ ૨૦૧૮માં મેરેજ કરી લીધા. આ બંનેના મેરેજ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા કારણ કે, રણવીર અને દીપિકાના ડેસ્ટીનેશન વેડિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ભારતની બહાર ઈટાલીમાં યોજવામાં આવ્યા હતા. તેમજ આ કપલએ ફક્ત પોતાના વેડિંગ પ્લેસનું ભાડું ૨૪,૭૫૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. આ જગ્યાનું નામ villa del balbianelloમાં કર્યા હતા. આ ફક્ત જગ્યાનું ભાડું હતું જેમાં ખાવા-પીવાના ખર્ચનો સમાવેશ નથી કરવામાં આવ્યો.

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ :

image source

પ્રિયંકા અને નિકના મેરેજ પણ ચર્ચાનો વિષય બન્યા હતા કારણ કે, નિક જોનાસ પ્રિયંકા ચોપડાથી અંદાજીત ૧૦ વર્ષ નાના છે. પણ હાલમાં બંનેના ફોટોઝ જોઇને આ ઉમરનો ભેદ કોઈ કહી શકતું નથી. પ્રિયંકા અને નિકના મેરેજ વર્ષ ૨૦૧૮માં રાજસ્થાન જોધપુરના ઉમ્મેદ ભવન આયોજીત કરવામાં આવ્યા હતા. આ અત્યંત સુંદર જગ્યા માટે તેમણે ૩.૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેમજ ત્યાં રૂમ માટે ૬૪.૪૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બ્રાઈડલ પ્રિયંકાનો વેડિંગ લેહેંગા પણ ખુબ જ મોઘો છે.

અનુષ્કા અને વિરાટ કોહલી.:

image source

બોલીવુડની સફળ અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ઈટલીમાં ડેસ્ટીનેશન વેડિંગ કર્યા હતા. અનુષ્કા અને વિરાટના મેરેજ જે જગ્યાએ કરવામાં આવ્યા હતા તે જગ્યા દુનિયાની બીજા નંબરની સૌથી મોઘી જગ્યા છે. તેમજ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા માટે જે વીટી બનાવડાવી હતી તેની કીમત ૧ કરોડ રૂપિયા છે.

આસીન અને રાહુલ શર્મા :

image source

બોલીવુડમાં ફિલ્મ ‘ગજની’થી ડેબ્યુ કરનાર અભિનેત્રી આસીનએ વર્ષ ૨૦૧૬માં માઈક્રોમેક્સ કંપનીના સીઈઓ રાહુલ શર્મા સાથે મેરેજ કર્યા છે. આ મેરેજની ચર્ચા એટલા માટે થઈ હતી કારણ કે આ કપલએ એક વાર નહી પણ બે વાર મેરેજ કર્યા હતા. જેમાં નજીકના સંબંધીઓ અને કેટલાક મિત્રોને જ સામેલ કરાયા હતા. પહેલીવારના મેરેજ હિંદુ રીત રીવાજ મુજબ કર્યા જયારે બીજીવાર ક્રિશ્ચિયન રીત રીવાજ મુજબ કર્યા હતા. ત્યાર બાદ આસીન અને રાહુલ શર્માએ ગ્રાન્ડ રીસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડના બધા જ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે, રાહુલએ આસીનને જે સગાઈની વીટી પહેરાવી છે તે વીટીની કીમત ૬ કરોડ રૂપિયા છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા.:

image source

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને લંડનના બીઝનેસમેન રાજ કુંદ્રાના મેરેજ કોઈ કેવી રીતે ભૂલી શકે છે. આ કપલના મેરેજ વર્ષ ૨૦૦૯માં થયા હતા. આ મેરેજમાં શિલ્પા શેટ્ટીએ પેહરેલ સાડીની કીમત જ ૫૦ લાખ રૂપિયા હતી જયારે વેડિંગ જ્વેલરીની કીમત ૩ કરોડ રૂપિયા જેટલી હતી કેમ કે આ જ્વેલરી કુંદન માંથી બનાવેલ છે. ઉપરાંત રાજ કુંદ્રાએ શિલ્પાને જે વીટી પહેરાવી છે તેની કીમત ૩ કરોડ રૂપિયા છે. આ બંનેના મેરેજમાં શાહી કેક પણ કાપવામાં આવી હતી જે ૮૦ કિલોની હતી.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન.:

image source

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના મેરેજ પણ ઘણા લાંબા સમય સુધી ટીવીમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આ કપલના મેરેજમાં ફક્ત બોલીવુડ સેલેબ્સ જ નહી પણ દેશના કેટલાક રાજનેતાઓ પણ જોવા મળ્યા હતા. તેમજ આ કપલના મેરેજમાં મેહેંદીની રસમ નિભાવવા માટે અને એશ્વર્યા રાયના હાથમાં જે મેહેંદી લગાવવામાં આવી હતી તેને ખાસ સુરતથી મંગાવવામાં આવી હતી. એશ્વર્યા અને અભિષેકના શાહી મેરેજનો ખર્ચ અંદાજીત ૬ કરોડ રૂપિયા થયો હતો.