ગ્લેમરસ અને હોટ બની ગઇ છે ખીચડીની નાની ચક્કી, જોઇ લો તસવીરોમાં તમે પણ
જુના અને નવા સમયમાં ઘણું બદલાયું છે પછી એ ફિલ્મો હોય કે ટીવી સીરીયલો, રાજનીતિ હોય કે રાજનેતા. જો કે બદલાવ સંસારનો નિયમ છે પણ ટીવી જગતમાં આવી રહેલો બદલાવ આપણને ઘણું બધું વિચારવા મજબુર કરે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોમેડી સીરીયલ ખીચડી વિશે જે ૯૦ના દાયકામાં લોકોની સૌથી ગમતી ટીવી સિરિયલમાંથી એક હતી.

જો કે એ સમયે લોકોને આ સીરીયલની કોમેડી ગમતી હતી, પણ હવે લોકોનો ટેસ્ટ બદલાયો છે અને કોમેડી પણ બદલાઈ છે. પહેલાના લોકોને સાફ સુથરી ક્લીન કોમેડી ગમતી હતી જો કે હવે મોટા ભાગના લોકો એડલ્ટ કોમેડી તરફ વળી ગયા છે.
રીચા ભદ્રા જે ‘ચક્કી’ની ભૂમિકા નિભાવતી હતી

આજે પણ એવા અનેક લોકો છે જેમને પહેલાના સમયની આવી કોમેડી સીરીયલ જોવી ગમે છે. આ શોમાંથી એક શો છે ખીચડી, આ સીરીયલના પાત્રો લોકોને ખુબ હસાવતા હતા. જો કે આજે પણ યુટ્યુબ પર લોકો આ શો જોતા હોય છે. આ કોમેડી શો માં પ્રફુલ, હંસા, બાબુજી અને જયશ્રી જેવા મુખ્ય પાત્રો હતા જે ખુબ હસાવતા જો કે આ શોમાં જ એક નાની છોકરી રીચા ભદ્રા જે ‘ચક્કી’ની ભૂમિકા નિભાવતી હતી. ખીચડી શોમાં ચક્કી એ ઘરની સૌથી હોંશિયાર છોકરી હતી. જો કે વર્તમાન સમયમાં આ ચક્કી નાની નથી રહી હવે આટલા વર્ષો પછી તે મોટી અને સુંદર દેખાય છે.
રીચા ભદ્રા હવે મોટી થઇ ગઈ છે

ખીચડીમાં ચક્કીનું પત્ર ભજવનાર બાળકીનું નામ છે રીચા ભદ્રા. રીચા હવે નાની રહી નથી, ખીચડી શોનાં બંધ થયા પછી આજે રીચા મોટી થઇ ગઈ છે, તેમજ સુંદર પણ દેખાય છે. જો કે આ પછી પણ રીચા ‘ઇન્સ્ટન્ટ ખિચડી’, ‘બા બહુ ઔર બેબી’, ‘શ્રીમતી તેંડુલકર’ જેવા ઘણા શોમાં જોવા મળી હતી. જો કે ટીવી સીરીયલમાં દરેકને હસાવતી ચક્કી વાસ્તવિક જીવનમાં પણ રમુજી સ્વભાવની છે, તેમજ તે હમેશા ખુશ જોવા મળે છે.
લગ્ન પછી ટીવી ઇન્ડસ્ટ્રીથી પોતાને દુર કરી લીધી

રીચા જીવનમાં ખુશ રહેનારી વ્યક્તિ છે, તે પોતે પણ હસતી રહે અને બીજાને પણ હસાવતા રહેવામાં માને છે. રીચા ખાસ કરીને ખાવા-પીવાની શોખીન છે. જો કે રીચા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે, અને તેના હજારો ફોલોએર્સ છે. બાળપણમાં રીચા ટીવી પર ખુબ જ સક્રિય રહી હતી. પણ મોટી થઈને એણે ટીવી ઇન્ડસ્ટ્રીથી પોતાને દુર કરી લીધી. જો કે આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું, ત્યારે એણે જે જવાબ આપ્યો હતો એ ચોકાવનારો હતો.
ટીવી જગતમાં જેવું દેખાય છે એવું નથી : રીચા ભદ્રા

રીચાએ જણાવ્યું હતું કે “એવું નથી કે મેં ટીવી ઇન્ડસ્ટ્રીમાં પાછા ફરવાનો પ્રયાસ નથી કર્યો. પણ બોડી શો અને કાસ્ટિંગ કાઉચની સમસ્યાથી હું દુર રહી છું. મેં હવે મારી કારકિર્દી કોર્પોરેટ જગતમાં બનાવવા અંગે નિર્ણય લીધો છે.” વધુમાં એમણે જણાવ્યું હતું કે “આજકાલ ટીવી જગતમાં જેવી છોકરીઓની જરૂર છે, એવી હું ક્યારેય નથી થઇ શકવાની અને અને પાતળી તો હું ક્યારેય હતી જ નહી. ટીવી પર આમ અંગ પ્રદર્શન અથવા અતરંગ દ્રશ્યો ભજવવા બાબતે હું કે મારા પરિવારના લોકો ક્યારેય સહમત થયા નથી. આ બાબતે મારા પરિવારની વિરુદ્ધ હું ક્યારેય પણ જઈ શકી નથી.”
કાસ્ટિંગ ડિરેક્ટરે સમાધાન કરવાનું કહ્યું

જ્યારે કાસ્ટિંગ કાઉચ અંગે રિચાને પ્રશ્ન પૂછવામાં આવ્યા તો એમને જણાવ્યું હતું કે “મારે લગ્ન પહેલા ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડયો નથી.” પણ જ્યારે લગ્ન પછી હું ઓડીશન આપવા માટે ગઈ હતી, ત્યારે ઘણી જગ્યાએ મને સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. એટલે સુધી કે એક કાસ્ટિંગ ડાયરેક્ટરે તો મને પોતાની જાતને ખુશ કરવા માટેનું પણ કહી દીધું હતું. એ ઈચ્છતો હતો કે હું એમને કોઈ હોટેલ રૂમમાં મળું. આ પ્રકારની ઘટનાઓ દ્વારા મારો વિશ્વાસ તૂટી ગયો હતો. હું ચાઈલ્ડ અભિનેત્રી તરીકે બનાવેલી મારી છબીને તોડવા માંગતી નથી.

આપને જણાવી દઈએ કે કોમેડી સીરીયલ ‘ખીચડી’ વર્ષ 2000માં શરુ થઇ હતી. જો કે આ સીરીયલની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ હતી કે એના પર ‘ખીચડી: ધ મુવી’ નામની ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. અહી તમે ચક્કી એટલે કે રીચા ભદ્રાની કેટલીક સુંદર તસ્વીરો જોઈ શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.