ચણાની દાળના લાડ્ડ – અવનવા લાડુ ખાવાના શોખીન મિત્રો માટે અમે લાવ્યા છીએ આ ખાસ લાડુ ..

અત્યારે ઘર ઘર માં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. તો ચાલો આજે ગણપતી બાપા ને ભાવતા ભોજન બનાવીયે. આજે હું બતાવીશ પ્રસાદ

લાડવા માટે સંસ્કૃત શબ્દ છે मोदक. એમાં मोद=હર્ષ, આનંદ, જૉય, ડીલાઈટ (કોઈ ખાસ પ્રસંગે થતા આનંદ માટે શબ્દ છે प्र+मोद) અને क=કરનાર, આપનાર. માટે मोदक=આનંદ આપનાર અને લાડવા ખાઈને મોજમાં આવી ગયેલાં માટે શબ્દ છે मोदित જ્યારે मोदकवल्लभ એટલે લાડવા જેને પ્રિય છે એ, અર્થાત બ્રાહ્મણો અને ગણપતિ.

એક જમાનો હતો કે બ્રાહ્મણીયા નાતમાં લડવાનું ભોજન પીરસાતું. ઈ જમણ… ને ઈ લાડવા… આહા…હા..! જલસો હતો.એટલે આ મહત્વ ને ધ્યાન માં રાખી ને અપડે લાડવા બનાવીએ છે …અને લાડવા પણ જુદી જુદી રીતે બનાવીયે છે ….રવા ના ,ચણાના લોટ ના ,કોપરા ના વગેરે તો આજે હું ચણાની દાળ ના લાડવા શીખવીશ …

** ચણાની દાળ ના લાડ્ડ**

વિઘ્ન વિનાયક ગણપતિ બાપા આપના સર્વે વિઘ્નો હરી આપને સુખ શાંતી આપે તેવી પ્રાર્થના 🙏🏻🙏🏻

તો ચાલો શીખી લઇએ લાડુ

સામગ્રી :

  • – 1 વાડકી ચણાની દાળ
  • – 1/2 વાડકી દળેલી ખાંડ
  • – ચપટી એલચી પાવડર
  • – ઘી માં સેકેલી દ્રાક્ષ
  • – 3 ચમચી ઘી

રીત :

1.સૌ પ્રથમ ચણાની દાળ ને પાણી થી ધોઈ 4-5 કલાક પલાળી રાખવી ….

2.આ ચણાની દાળ ને પાણી માંથી કાઢી કોરી કરી લેવી ….હવે આ કોરી પડે એટલે તેને એક જાડા તળિયા વાળા વાસણ માં ઘી લઇ ધીમા તાપે સેકી લેવી …આ દાળ ને લાઈટ ગુલાબી શેકવી…પછી ઠડી પડે એટલે મિક્સર જાર માં પીસી લેવું …

3.આ પીસેલી દાળ ને બોવેલ માં કાઢી લઇ …તેમાં દળેલી ખાંડ ,ઘી અને એલચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું …આ મિસણ ના લાડવા વાળવા જોઇએ …તમને લાગે તો ઘી ઉમેરી શકો છો …પછી છેલ્લે તેમાં દ્રાક્ષ ઉમેરી લાડવા વાળી લેવા ….અને સર્વ કરવા …

નોંધ :

  • – મેં અહીં ચણાની દાળ લીધી છે તમે મગ ની પીળી દાળ પણ લઇ શકો છો …
  • – દાળ સેકો તે વખતે ગેસ ની ફ્લેમ સઁલૉ હોવી જોઈએ નહિ તો બળી જસે ….
  • – તમે ચાહો તો વચ્ચે કોપરા નું સ્ટુફીન્ગ પણ ભરી શકો છો ….આ બને કોમ્બિનેશન ખુબ સરસ લાગે છે …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.