OMG! ચંદ્ર પર જોવા મળી તિરાડ, અને શરૂ થયો લોકોમાં ગભરાહટ, જાણો શું થયુ પછી…

એ તો આપણે જાણીએ જ છીએ કે ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે. અને આ ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે. છેલ્લા કેટલાય સમયથી ચંદ્ર વિષે વૈજ્ઞાનિકો અધ્યયન કરી રહ્યા છે. તાજેતરમાં જ અનેક દેશોએ ચંદ્ર પર પોતાના અભિયાન મોકલ્યા છે. ચીને રોવર, તો ભારતે પણ એક વર્ષ પહેલા ઓર્બીટર મોકલ્યું હતું. નાસા પણ ચાર વર્ષના સમયગાળામાં બે માણસોને ચંદ્ર પર મોકલવાની યોજના પર જોરશોરથી કામ કરી રહ્યું છે. આ બધા વચ્ચે ચંદ્ર પર જોવા મળેલી એક તિરાડે વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

ચંદ્રનો પૃથ્વી પર પ્રભાવ

image source

ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે. ચંદ્રનું ગુરુત્વ પૃથ્વીના મહાસાગરો પર ભરતી ઓટનો પ્રભાવ પાડે છે. સાથે જ સામાન્ય રીતે આ ઉપગ્રહ દિશાસૂચકે તરીકેનું પણ કામ કરે છે અને કેટલાય દેશોના કેલેન્ડર પણ તેની ચાલ પર નિર્ભર છે. જો ચાંદ ન હોટ તો પૃથ્વી પર દિવસ રાત 24 કલાકના બદલે માત્ર 6 થી 12 કલાકના જ હોત અને વર્ષમાં 365 દિવસના બદલે 1000 થી 1400 દિવસો હોત.

ચંદ્ર વિષેની માહિતી

image source

આમ તો ચંદ્ર વિષે આપણે ઘણું ખરું જાણી ચુક્યા છીએ તેમ છતાં વૈજ્ઞાનિકોનું એમ માનવું છે કે ચંદ્રના વધુ અધ્યયન દ્વારા આપણે પૃથ્વી અને ચંદ્ર બન્નેની ઉત્પત્તિ વિશેની માહિતી મેળવવામાં મદદ મળશે. નાસાના અપોલો અભિયાનો દ્વારા ચંદ્ર પરથી લવાયેલા પથ્થરોનું અધ્યયનથી એવું મનાય છે કે પૃથ્વી અને ચંદ્ર બન્નેની ઉત્પત્તિ લગભગ એક સાથે અને લગભગ 4.6 અરબ વર્ષો પહેલા થઇ હતી.

ચંદ્ર પર તિરાડ

image source

ચંદ્ર ઉપગ્રહ પર શોધ માટે અનેક રોબોટિક અંતરિક્ષયાન મોકલવામાં આવી ચુક્યા છે. અને તેના દ્વારા મળેલી માહિતીઓનું વૈજ્ઞાનિકો અધ્યયન કરતા રહેતા હોય છે અને નવી નવી માહિતીઓ બહાર આવતી પણ હોય છે. અને આ દરમિયાન અમુક હેરાન કરી દે તેવી માહિતી શોધકર્તાઓને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. વૈજ્ઞાનિકોને ચંદ્ર પર એક વિચિત્ર તિરાડ જોવા મળી છે. સ્મિથસન ઇન્સ્ટ્યુટના આ અધ્યયનમાં અપોલો 17 અભિયાન દરમિયાન લગાવવામાં આવેલા સેન્સર્સ દ્વારા શોધકર્તાઓને આ ફોલ્ટ વિષે માહિતી મળી હતી.

કઈ રીતે પડી આ તિરાડ

image source

શોધકર્તાઓના આંકડાઓ દ્વારા એ જાણવા મળે છે કે ચંદ્ર પરની આ રહસ્યમયી તિરાડ એક શક્તિશાળી ઝટકો લાગવાને કારણે થઇ છે. આ ઝટકો એટલો તીવ્ર હતો કે તેનું રિક્ટર સ્કેલ પર માન 5.5 આસપાસ હશે. આ રિક્ટર સ્કેલનો ભૂકંપ જો પૃથ્વી પર આવે તો અનેક ઈમારતોને નુકશાન પહોંચાડી શકે છે. એ પણ નોંધનીય છે કે આ અધ્યયનમાં ચંદ્ર પર ભૂકંપીય ગતિવિધિના પ્રમાણ પણ મળ્યા હતા.

image source

વૈજ્ઞાનિકોને મળેલી આ માહિતી એ સમયે ઘણી જ મહત્વપૂર્ણ બની જાય છે જયારે તેઓ ચંદ્રથી આટલા દૂર રહી અધ્યયન કરી રહ્યા છે અને ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટ વિષે વિચારી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span