ચાણક્ય નીતિ : આવી આદતો વાળા વ્યક્તિને ક્યારેય નથી થતી ધનની પ્રાપ્તિ, જાણો કઈ છે આ કૂટેવ

ચાણક્યએ વર્ષો પહેલા કહેલી વાતો આજે પણ લોકોને પ્રેરણા આપે છે. લોકોને જીવનની રાહ બતાવે છે. ચાણક્યએ પોતાના અભ્યાસ અને અનુભવ પરથી જાણ્યું કે, દરેક વ્યક્તિના મનમાં ધનવાન બનવાની ઇચ્છા હોય છે. આ ઇચ્છાને પુરી કરવા માટે વ્યક્તિ સખ્ત મહેનત કરે છે. પરંતુ કેટલીક વાર મહેનત કર્યા પછી પણ તે ધનવાન બની શકતો નથી. ત્યારે વ્યક્તિ અવસાદ (ડિપ્રેશન) થી પીડાય છે.

image source

તે પોતાને નબળો અને નિષ્ફ્ળ અનુભવવા લાગે છે. આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને સફળ અને પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપે છે. ચાણક્ય એક એવા ઐતિહાસિક પુરુષ છે જેની વાતો સદીઓ પસાર થઇ ગયા બાદ પણ પ્રાસંગિક બની રહેલી છે.

image source

આચાર્ય ચાણક્ય અનુસાર કેટલીક આદતો એવી છે જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે તો તે ગરીબ થઇ જાય છે. આવી આદતોથી હંમેશા દૂર રહેવુ જોઇએ. તો આવો જાણીએ તમારે ધનવાન બનવા માટે કેવી આદતો અપનાવવી અને કેવી આદતો છોડવી.

દાંતોની સફાઇ ન કરનારા વ્યક્તિથી લક્ષ્‍મી નારાજ થાય છે

image source

આ અંગે ચાણક્ય કહે છે કે પોતાના દાંતોની સફાઇ ન કરનારા વ્યક્તિથી લક્ષ્‍મી નારાજ થઇ જાય છે. જેના કારણે તે વ્યક્તિ ગરીબ બની જાય છે. પોતાની આસપાસ સ્વચ્છતા ન રાખનાર અને સ્વચ્છ વસ્ત્રો ન પહેરનાર લોકો પાસે પણ લક્ષ્‍મી નથી ટકતી. એવા વ્યક્તિ જેની પોતાની વાણી પર સંયમ નથી હોતો અને જે કઠોર વચન બોલે છે તેનાથી પણ મા લક્ષ્‍મી રૂઠી જાય છે. મા લક્ષ્‍મીને બીજાના મનને દુભાવનાર લોકો પસંદ નથી.

સાહસી લોકો પર વર્ષે છે માતાની કૃપા

image source

ચાણક્ય અનુસાર લક્ષ્મીજી તેને જ પોતાના આશીર્વાદ આપે છે, જે સાહસી હોય અને દરેક કાર્યમાં કુશળ હોય. ચાણક્યનું માનીએ તો જો કોઈ વ્યક્તિએ પૈસા કમાવવા માટે સાત સમુદ્ર પાર પણ જવું પડે, તો તેણે તેના માટે તૈયાર રહેવું જોઈએ. આ કામ તેજ કરી શકે છે જેમનામાં સાહસ હોય છે. કારણ કે જોખમ અને સાહસથી ધન પ્રાપ્તિ થાય છે.

જરૂરિયાત કરતા વધુ ભોજન ન લેવું

image source

જરૂરિયાત કરતા વધુ ભોજન કરનારા લોકો પણ દરિદ્ર બની જાય છે. તેવા વ્યક્તિ ક્યારેય સ્વસ્થ નથી રહેતા.જે વ્યક્તિ સવારથી સાંજ સૂતો રહે છે તેના પર પણ મા લક્ષ્‍મીની ક્યારેય કૃપા નથી રહેતી. આ પ્રકારે સૂરજ ઉગ્યા બાદ પણ જે સૂઇ રહે છે, તે પણ દરિદ્ર રહે છે. છળ-કપટ અથવા ખરાબ કામથી પૈસા કમાનાર પાસે વધુ સમય સુધી પૈસા ટકતા નથી, જલ્દી તે બરબાદ થઇ જાય છે.

ખોટા કામોથી દૂર રહેવું

image source

ચાણક્ય અનુસાર વ્યક્તિએ ખોટા કામોથી દૂર રહેવું જોઈએ. પૈસા ખૂબ જ ચંચળ હોય છે, તેનો સ્વભાવ છે કે તે ક્યાંય લાંબો સમય ટકતા નથી. જે લોકો પૈસા કમાવવા માટે ખોટા રસ્તે ચાલે છે, તેમની પાસે પૈસા લાંબા સમય સુધી રહેતાં નથી. આવી સંપત્તિ વ્યક્તિમાં દુષ્ટતા લાવે છે. તે અનેક પ્રકારની સમસ્યાઓનો જન્મ આપે છે, તણાવ, રોગ અને શત્રુતામાં વધારો કરે છે. તેથી પૈસા કમાવવા માટે હંમેશાં યોગ્ય માર્ગ પસંદ કરવો જરૂરી છે. સાચા માર્ગે ચાલીને કમાયેલ નાણાં વ્યક્તિને સમ્માન અને સંતોષ આપે છે.