આ તારીખથી બદલાશે મંગળની ચાલ, જાણો તમારી રાશિ પર કેટલી અસર પડશે

– જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, પરાક્રમ, ક્રોધ, સેન્ય શક્તિ,જમીન અને લાલ રંગનો કારક માન્યો છે. તે મેષ અને વૃશ્રિક રાશીનો સ્વામી છે. મેના પહેલા સપ્તાહમાં ચાર તારીખે મંગળ ગ્રહ મકર રાશીમાંથી કુંભ રાશીમાં પ્રવેશ કરશે. અને કુંભ રાશીમાં એ અઢાર જુન 2020 સુધી રહેશે. મંગળ ગ્રહના આ ગોચરનો પ્રભાવ તમારા સૌના પર સકારાત્મક અથવા નકારાત્મક રૂપથી થશે. આવો જાણીએ તમારી રાશીમાં મંગળના ગોચરનો પ્રભાવ.

1) મેષ રાશી – મંગળ ગ્રહના ગોચર તમારો લાભ એકાદસ પ્રભાવથી થશે.જેના કારણે તમારા લાભોમાં વધારો થશે. તમે તમારી યોજનાઓને યોગ્ય રીતે ચલાવશો તો પાછલા દિવસોમાં થયેલા નુક્સાનની ભરપાઈ થઈ શકશે. આ બધા વચ્ચે મોટાભાઈઓ વચ્ચે મતભેદ વધી શકે છે. વ્યાપારિક વર્ગ માટે આ ગોચર બહેતર રહેશે. નોકરીના આવેદનમાં સફળતા મળવાની શક્યતાઓ છે.

2) વૃષભ રાશી – તમારા દશમા ભાગમાં મંગળ તમારા કાર્યક્ષેત્રમાં સફળતા અપાવશે. નોકરીમાં પદોન્નતિ અને નવા અનુબંધની પ્રાપ્તિના પણ યોગ બનાવશે પણ સ્વભાવને કારણે પારિવારિક કલહથી માનસિક પીડા વધી શકે છે. માનાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ભૂમિ ભવન અને અચલ સંપત્તિનો યોગ છે. સામાજીક પ્રતિષ્ઠા વધશે અને કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે.

3) મિથુન રાશી – ભાગ્ય ભાવમાં મંગળ અનેક પ્રકારે અપ્રત્યાશિત પરિણામો અપાવશે. વિદેશી વ્યક્તિઓ સાથે સંપર્ક વધશે. આ અવધિની મધ્યે દરેક નિર્ણય દિલના બદલે દિમાગથી લો. પરાક્રમની વૃદ્ધિ થશે પણ પરિવારના મોટા સભ્યો અથવા મોટાભાઈઓ સાથે મતભેદ ન થવા દો. ઝગડા વિવાદથી બચજો. યાત્રાઓ સાવધાનીપૂર્વક કરો.

4) કર્ક રાશી – તમારા અષ્ટમ ભાવમાં મંગળ તમને પ્રતાપી અને આક્રમક બનાવશે. કાર્યક્ષેત્રમાં ઝગડા અને વિવાદથી બચજો. સાથે સ્વાસ્થ્ય સાચવવું. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. કોર્ટ કચેરીના મામલાઓ કોર્ટની બહાર જ ઉકેલી લો તો બહેતર રહેશે. આ સમયમાં અપ્રત્યાશિત રૂપથી ધન હાનિ થવાની શક્યતાઓ વધી રહી છે. લેવડ- દેવડમાં સાવધાની રાખવી.

5) સિંહ રાશી – મગળ તમારા સાતમા ભાવમાં સ્થિત રહેશે. આ સમય દરમ્યાન આ તમારા દામ્પત્ય જીવનમાં ચિંતાઓ વધારી શકે છે. દૈનિક વેપારમાં વધુ લાભ થશે નહીં. જીવનસાથી સાથે મનભેદ થશે. આ તમારા વચ્ચે નાની-મોટી વાતોમાં ઝગડાઓ કરાવી શકે છે. પોતાના ક્રોધ પર કાબુ રાખવો.

6) કન્યા રાશી – તમારા છઠ્ઠા ભાવમાં મંગળની ઉપસ્થિતિ તમારા શત્રુઓ માટે ભય પેદા કરશે. આ સમય તમારી તબિયત પણ દુરસ્ત રહેશે. કોર્ટ કચેરી મામલાઓ પણ તમારા પક્ષે આવી શકે છે. આ અવધિના મધ્યમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારને લગતા અટકેલા તમારા કાર્યો આગળ વધશે. નોકરીમાં ઉન્નતિ અને નવા અનુબંધની પ્રાપ્તિના યોગ, ઉચ્ચાધિકારીઓ સાથે મધુર સંબંધ બનાવી રાખો અને જ્યા સુધી તમારી યોજનાઓ સફળ ન થાય ત્યા સુધી તેમને સાર્વજનિક ન કરશો.

7) તુલા રાશી – પંચમ ભાવમાં મંગળની ઉપસ્થિતિથી ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી રહેલા જાતકોને સારા સમાચાર મળશે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકના વિદ્યાર્થીઓ માટે આ ગોચર કોઈ વરદાનથી ઓછી નથી. અભ્યાસ સ્પર્ધાઓમાં સારી સફળતા અપાવશે. સંતાન સંબંધી ચિંતાઓથી મુક્તિ મળશે. નવ દંપતિઓ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવનો યોગ બની રહ્યો છે. પ્રેમ જીવનમાં કડવાશ વધી રહી છે.

8) વૃશ્રિક રાશી – તમારા ચોથા ભાવમાં મંગળ તમારા સુખમાં કમી લાવી શકે છે. જોકે કાર્ય વ્યાપારમાં પણ સ્થિતિઓ સામાન્ય રહેશે. પારિવારિક કલહ અને માનસિક અશાંતિથી તમે ક્યાંકને ક્યાંક તમે પોતાની ચિંતિત અનુભવશો. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા પરિવારનું વિઘટન ન થવા દેશો.

9) ધન રાશી – તમારા ત્રીજા ભાવમાં મંગળના ગોચર હોવાથી તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમે વિષમ સ્થિતિને પણ સામાન્ય કરી શકશો. માન, સન્માન અને સમાજીક પ્રતિષ્ઠા વધશે. નાના ભાઈ-બહેનો સાથે ઝગડો થઈ શકે છે.

10) મકર રાશી – તમારા કૂંટુબ ભાવમાં મંગળના ગોચર પારિવારિક કલહ વધી શકે છે. આકસ્મિત ધન પ્રાપ્તિના યોગ પણ બનશે. નવા અનુબંધ પર હસ્તાક્ષર કરવા હોય અથવા સ્થાન પરિવર્તન હેતુ પ્રયાસ કરતા હો તો આ અવસર સારો રહેશે. તબિયત સાચવવી.

11) કુંભ રાશી – તમારી રાશીમાં મગંળનો ગોચર તમારા સ્વભાવમાં ક્રોધની માત્રા વધારશે. મોટા નિર્ણયો ભાવનાઓમાં વહીને ન લો. ઝગડા અને વિવાદથી બચો. કાર્ય વેપારની દ્રષ્ટીથી આ યુતિ હેતર સિદ્ધ થશે. સ્વાસ્થ્ય તરફ હમેંશા સતર્ક રહો. વાહન સાવધાનીથી ચલાવો.

12) મીન રાશી – બારમા ઘરે મંગળ ગોચર તમારા ખર્ચાઓમાં જબરદસ્ત વૃદ્ધિ કરશે. આર્થિક તંગી પણ લાવી શકે. આ માટે અપવ્યયથી બચો. કોર્ટ કચેરીના મામલાઓ બહાર જ ઉકેલી લો તો બહેતર. પોતાની જીદ અને આવેશ પર નિયંત્રણ રાખતા કાર્ય કરશો તો સફળતા વૃદ્ધિ થશે. અન્યથા તનાવ વધુ રહેશે. જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પડશે.