લી નવેમ્બરથી બદલાઈ જશે તમારા રૂપિયા સાથે જોડાયેલા આ નિયમો – તમારા ખીસ્સા પર પડશે સીધી જ અસર

પહેલી નવેમ્બર 2020થી આખા દેશમાં કેટલાક નવા નિયમો લાગુ પાડવામા આવી રહ્યા છે, જેની સીધી જ અસર તમારા જીવન પર પડશે. ગેસ સિલિન્ડરના બુકિંગથી લઈને બેંક ચાર્જ સુધી તેમાં ઘણા બધા નિયમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇન્ડિયન રેલ્વેએ પણ 1લી નવેમ્બરથી ટાઇમટેબલમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યું છે. તો હવે 1લી તારીખ આવે તે પહેલા આ બધા જ નિયમો વિષે તમે જાણી લો. નહીંતર તમને નુકસાન ભોગવવું પડી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે 1લી નવેમ્બરથી શું શું બદલાઈ રહ્યુ છે.

ગેસ સિલિન્ડરના બુકિંગ માટે આપવો પડશે OTP

image soucre

1લી નવેમ્બરથી LPG ગેસ સિલિન્ડરની ડિલીવરી એટલે કે હોમ ડીલીવરીની આખી પ્રોસેસ બદલાવા જઈ રહી છે. હવેથી ગેસ બુકિંગ બાદ ગ્રાહકોના મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામા આવશે. જ્યારે સિલિન્ડર ડિલીવરી માટે આવશે ત્યારે આ ઓટીપી તમારે ડિલીવરી બૉયની સાથે શેર કરવો પડશે. એકવાર આ કોડને સિસ્ટમ સાથે મેચ કર્યા બાદ જ ગ્રાહકને સિલિન્ડરની ડિલીવરી મળશે.

ઇન્ડેન ગેસે બદલ્યો બુકિંગ નંબર

image source

જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક હોવ તો આજથી જ તમે તમારા જુના નંબર પર ગેસ બુક નહીં કરાવી શકો. ઇન્ડેને પોતાના એલપીજી ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ગેસ બુકિંગ કરવા માટે નવો નંબર મોકલ્યો છે. તેના દ્વારા તમે ગેસ રિફિલ માટે સિલિંડર બુક કરાવી શકો છો. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું કે પહેલા રાંધણ ગેસ બુકિંગ માટે દેશમાં અલગ અલગ સર્કલ માટે અલગ અલગ મોબાઈલ નંબર હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ બધાજ સર્કલ માટે એક જ નંબર રાખ્યો છે, તેનો અર્થ એ છે કે હવે ઇન્ડેન ગેસના આખા દેશના ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 પર કોલ અથવા એસએમએસ મોકલવાનો રહેશે.

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે

image source

તમને જણાવી દઈએ કે સરકારી તેલ કંપનીઓ દર મહીને પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. કિમતમાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. તેવામાં 1લી નવેમ્બરના રોજ સિલિન્ડરની કીંમતમાં ફેરફાર થઈ શકે છે. ઓક્ટોબરમાં ઓઇલ કંપનીએ કોમર્શિયલ સિલિન્ડરના ભવમાં વધારો કર્યો હતો.

2જી નવેમ્બરથી BoBના ગ્રાહકોને આપવો પડશે આ ચાર્જ

image soucre

બેંકમાં હવે તમારા પૈસા જમા કરાવવા તેમજ કાઢવા માટે પણ તમારે ચાર્જ આપવો પડશે. BoBએ તેની શરૂઆત પણ કરી દીધી છે. આવતા મહીનાથી નક્કી કરેલી મર્યાદાથી વધારે બેંકિંગ કરવા પર તમારે અલગ ચાર્જ ભરવો પડશે. 1 નવેમ્બરથી ગ્રાહકોએ લોન ખાતા માટે મહિનામાં ત્રણ વાર પૈસા ઉપાડ્યા બાદ જેટલી વાર પૈસા કાઢશે, તેમણે 150 રૂપિયાનો ચાર્જ દર વખતે આપવો પડશે. બચત ખાતાની વાત કરીએ તો આવા ખાતાધારકો માટે ત્રણવાર સુધી જમા કરવું ફ્રી રહેશે, પણમ જો ગ્રાહકો ચોથી વાર પૈસા જમા કરાવશે. તો તેમણે 40 રૂપિયા આપવના રહેશે. તો બીજી બાજુ જનધન ખાતા ધારકોને તેમાં થોડી રાહત મળી છે. તેમણે જમા કરાવા પર કોઈ જ ચાર્જ નહીં ભરવો પડે પણ રકમ કાઢવા પર 100 રૂપિયા આપવા પડશે.
રેલ્વે બદલવા જઈ રહ્યું છે પોતાનું ટાઇમ ટેબલ

image soucre

ઇન્ડિયન રેલ્વે આખા દેશની ટ્રેનોના ટાઇમ ટેબલ બદલવા જઈ રહ્યું છે. પહેલાં ટ્રેનના ટાઇમ ટેબલ 1લી ઓક્ટોબરે બદલવામાં આવતાં હતાં, પણ કોઈ કારણસર તેને આગળ વધારતા 31મી ઓક્ટોબરની તારીખને ફાઇનલ કરવામા આવી છે. આ તારીખ બાદ એટલે કે 1 નવેમ્બરથી નવું સમય પત્રક લાગુ પાડવામાં આવશે. ત્યાર બાદ 13 હજાર પેસેન્જર ટ્રેન અને 7 હજાર માલગાડીઓના સમય બદલાશે. 1લી નવેમ્બરે દેશમાં ચાલતી લગભગ 30 રાજધાની ટ્રેનના સમયમાં ફેરફાર થશે.

ચંદીગઢથી ન્યૂ દિલ્લી વચ્ચે ચાલશે તેજસ એક્સપ્રેસ

image soucre

1લી નવેમ્બરથી દરેક બુધવારને છોડીને ચંદીગઢથી ન્યૂ દિલ્લી વચ્ચે તેજસ એક્સપ્રેસ ચાલશે. ગાડીની સંખ્યા 22425 ન્યૂ દિલ્લી-ચંડીગઢ તેજસ એક્સપ્રેસ ન્યૂ દિલ્લી રેલ્વે સ્ટેશનથી દર સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે સવારે 9.40 પર ચાલશે અને બપોરે 12.40 વાગ્યે ચંડીગઢ રેલ્વે સ્ટેશન પહોંચશે. તે જ રીતે ગાડી નં 22426 ચંડીગઢ – ન્યૂ દિલ્લી તેજસ એક્સપ્રેસ પણ આ દિવસો પર બપોરે 2.35 પર ચંડીગઢ રેલ્વે સ્ટેશનથી ઉપડીને સાંજે 5.30 વાગે ન્યુ દિલ્લી રેલ્વે સ્ટેશન પર પહોંચશે.

કેરલમાં લાગુ પડશે MSP યોજના

image soucre

કેરસ સરકારે શાકભાજી માટે આધાર મૂલ્ય નક્કી કરી દીધા છે. તેની સાથે જ કેરલ શાકભાજી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે MSP નક્કી કરનારું દેશનુ પ્રથમ રાજ્ય બની ગયું છે. શાકભાજીની આ ન્યૂનતમ આધાર કીંમત ઉત્પાદન ખર્ચથી 20 ટકા વધારે હશે. રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે આ યોજના 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.