તમારો ડાયટ પ્લાન પ્રોપર કામ કરે છે કે નહિ એ ચકાશો…

આજકાલ વેઈટ લોસ કરવાનો ક્રેઝ જલ્દીથી વધી રહ્યો છે. જેને પણ ખાવા માટે કહો તો તે કહે કે હું ડાયટ પર છું. તમને પણ તમારી લાઈફમાં ક્યારેટ ડાયટિંગ કરવાની જરૂર પડશે. જ્યારે કોઈ ડાયટ શબ્દ સાઁભળે છે, તો બીજી વ્યક્તિ તે બાબતને વેઈટ લોસ જ ગણાવે છે. મોટાભાગના લોકો વેટ લોસ કરવા માટે લો ફેટ ડાયટ કરે છે. તો કેટલાક લોકો મસલ્સ બનાવવા માટે હાઈ પ્રોટીન ડાયટનો ઉપયોગ કરે છે. પરંતુ ફરક એટલો છે કે તેમને ડાયટનો મતલબ ખબર જ નથી. ખુદને ભૂખા રાખવું ડાયટ નથી હોતું. આજે અમે તમારા મનમાં ડાયટ માટે બંધાયેલા ખોટી માન્યતાઓને દૂર કરીશું. જો તમે પણ ખોટો ડાયટ પ્લાન રાખો છો, તો આ આર્ટિકલ તમારા માટે છે.

મોટાભાગની મેગેઝીન, વેબસાઈટ અને કેટલાક ડાયટ કોન્સિયસ લોકોનું કહેવું છે કે, તેઓ થોડા દિવસ માટે વજન ઓછું કરવા ડાયટ ફોલો રે છે. પરંતુ એવુ નથી. જો તમને વજન ઓછું કરવું છે તો તમારે હંમેશા માટે કડક ડાયટને ફોલો કરવું પડશે. પછી જેમ તમે ડાયટ પ્લાન પરથી ખસી જશો, તો તમારું આપોઆપ વધવા લાગશે.

image source

ખાવાની વચ્ચે વારંવાર પાણી પીવું

મોટાભાગના લોકો આ ભૂલ કરે છે કે ખાવાની વચ્ચે વારંવાર પાણી પીએ છે. તેઓ વિચારે છે કે, આવું કરવાથી ખાવાનું પેટમાં ઓછું જશે. પરંતુ વધુ પાણી પીવાથી ખાવાના ખોરાકમાં તરલ પદાર્થ મિક્સ થઈ જાય છે અને તે આરામથી ખાવાનું પચાવી શક્તા નથી.

image source

વજન ઘટાડવા ભૂખ્યા રહેવું

સોસાયટીના પ્રેશરમાં આવીને અનેક યુવતીઓ વજન ઘટાડવા માટે પોતાને ભૂખી રાખે છે. પણ વજન ઘટાડવાની આ રીત બહુ જ ખતરનાક છે. જે તમારી હેલ્થ પર નકારાત્મક અસર કરી શકે છે. તેનાથી વેટ લોસ પ્રોસેસ શરીરમાં ધીમી પડી શકે છે.

image source

ઘણા ફળ ખાવા

આપણે જાણીએ છીએ કે રેગ્યુલર ફળ ખાવા હેલ્થ માટે સારું હોય છે. પરંતુ રિસર્ચ કહે છે કે, વધારે પડતા ફળ ખાવા પણ હેલ્થ માટે નુકશાન કરી શકે છે. જો તમે વધુ ફળનું સેવન કરો છો તો તમારા શરીરમાં સુગર અને ફ્રક્ટોઝની માત્રા વધુ થઈ જશે અને તેનાથી વજન નહિ ઘટે.

image source

રાત્ર 8 વાગ્યા બાદ ન ખાવું

મોટાભાગના લોકો રાત્રે 8 વાગ્યા બાદ કંઈ જ નખી ખાતા. પંરતુ તમારે સમજવું પડશે કે રાતનું ખાવાનું હંમેશા છેલ્લાં મિલના 3 કલાક બાદ જ ખાવું જોઈએ. જેમ કે, તમે 12 વાગ્યે સૂઈ જાઓ છો, તો તમારે 9 વાગ્યા સુધી ખાઈ લેવાનું રહેશે. તેનાથી તમારી બોડીને ખાવાનું પચાવવામાં પૂરતો સમય મળી શકે છે.

image source

એક્સરસાઈસ કરવાથી વધુ ખાવું

મોટાભાગના લોકો એમ માને છે કે એક્સરસાઈઝ કરવાથી તમે મરજી એટલું ખાઈ શકો છો. અને તેનાથી વજન પણ નહિ ઘટે. પરંતુ જો તમે હાઈ એક્સરસાઈઝ કર્યા બાદ પણ વધુ કેલેરીવાળુ ખાવાનું ખાઈ લો છો, તો તમારું વજન ક્યારેય ઓછું નહિ થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.