પતિ કે પછી? મિલકતના પેપર કહી પત્ની પાસે કરાવી છૂટાછેડા માટે સહીઓ, અને પછી કર્યુ કંઇક ‘આવું’!

પ્રેમ આંધળો હોય છે તેવી અનેક ઘટનાઓ સામે આવી છે અને તેમાંથી અનેકથી તમે વાકેફ પણ હશો. પરંતુ પ્રેમમાં જ્યારે એક વ્યક્તિ તમારા પર આંધળો વિશ્વાસ કરે ત્યારે તેનો લાભ લઈ બીજી વ્યક્તિ એવું કામ કરે કે જેની કલ્પના પણ કોઈએ કરી ન હોય ત્યારે સામેની વ્યક્તિ પર શું વિતે તે વિચારી પણ ન શકાય.

Image Source

પ્રેમમાં પોતાના વ્યક્તિ પર કરેલો વિશ્વાસ કેવો ભારે પડી શકે છે તેનું ઉદાહરણ તાજેતરમાં મહેસાણામાં જોવા મળ્યું છે. અહીં એક પરિણીત યુવાનને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતાં તેણે એવું કામ કર્યું કે જેનાથી પત્ની પર આભ તુટી પડ્યું છે. પતિએ મિલકતના પેપર્સ હોવાનું અને તેના પર પત્નીની સહી જરૂરી હોવાનું કહી અને પત્ની પાસેથી છુટાછેડાના કાગળ પર સહી કરાવી લીધી હતી. એટલું જ નહીં આ યુવકે તેની પ્રેમિકા સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ મામલે ખુલાસો થતાં પતિ-પત્ની અને વોની ફરિયાદ મહેસાણા પોલીસ સ્ટેશન પહોંચી હતી.

Image Source

કેસ મહેસાણા બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં આવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. શરુઆતમાં પતિએ પ્રથમ પત્ની સાથે સંબંધ રાખવાનો ઈન્કાર કરી દેતાં આખરે આ મામલે ભરણપોષણ અને ગેરકાયદે ફરી લગ્ન કર્યા હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Image Source

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી દારૂ પીને માર મારતાં પતિથી કંટાળી મહિલા આખરે સંતાનોને લઈ પિયર ચાલી ગઈ હતી. આ દરમિયાન પતિએ તેના મોબાઈલમાં મંદિરમાં મહિલા સાથેના લગ્ન કર્યાના પુરાવા અને હાર પહેરાવતા ફોટો જોઈ તે આશ્ચર્યમાં પડી ગઈ હતી. પત્નીએ તુરંત પતિને ફોન કર્યો અને લગ્ન અંગે પુછ્યું હતું. તેણે જણાવ્યું કે તેની સાથે છૂટાછેડા લીધા વિના તે બીજા લગ્ન ન કરી શકે, ત્યારે પતિએ ખુલાસો કર્યો કે છૂટાછેડા થઈ ગયા છે.

તપાસ કરતાં સામે આવ્યું કે પતિએ મિલકતના દસ્તાવેજોમાં સહી કરાવવાનું કહી છુટાછેડા લેખમાં સહીઓ કરાવી લીધાનું ખુલ્યું હતું.  આ વાત સામે આવ્યા બાદ મહિલાએ પતિ સામે છેતરપિંડીથી છુટાછેડા લેવા અને બીજા લગ્ન કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.