બાળકોની એનર્જી વધારવા અને મગજને તેજ બનાવવા આ ડ્રિંક છે બેસ્ટ ઓપ્શન, જાણો તેના અન્ય ફાયદા

ટેકનિકલ યુગના જમાનામાં બાળકોના આહાર માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જંકફૂડથી બાળકને બચાવવા અને તેના મગજને સાર્પ બનાવવાના દાવા સાથે બજારમાં વિવિધ પ્રકારના કેમિકલયુક્ત ડ્રિંક મળે છે. પરંતુ તેમા કરવામાં આવતા દાવા પ્રમામે વાસ્તવમાં તેટલી એનર્જી હોતી નથી. તો આજે અમે તેમને એક એવા ડ્રિંક વિશે જણાવવાના છીએ જે તમારા બાળક માટે હેલ્ધી છે અને તેના સેવન બાદ બાળકને દિવસ પર ઉર્જા પણ આપશે. તો આવો જાણીએ તેની રેસિપી.

image source

હેલ્ધી ડ્રિંક બનાવવાની રીત

સામગ્રીઓ

એક કપના ચોથા ભાગ જેટલુ દૂધ

કાળા મરી – 3થી 4 દાણા

એક ચમચી મગજતરીના બીયાં

બદામ – 6 નંગ

અખરોટ- 6 નંગ

એક ચમચી વરિયાળી

એક નાની એલચી

એક ચમચી ખસખસ

હેલ્ધી ડ્રિંક બનાવવાની રીત

image source

સૌપ્રથમ એક મોટા વાસણમાં મગજતરીના બિયાં ઉમેરો

ત્યારબાદ તેમાં અખરોટ, બદામ, કાળા મરી અને એલચી ઉમેરો

એલચી ઉમેરાયા બાદ હવે તેમાં વરિયાળી ઉમેરો

image source

એક એક નાની વાટકીમાં ખસખસના દાણા ઉમેરો

હવે આ બંને વાસણમાં પાણી ઉમેરીને તમામ વસ્તુઓને ઢાંકીને આખી રાત પલળવા દો

સવારમાં આ પાણીમાં પલાળેલા સુકા મેવામાંથી બદામ કાઢીને તેની છાલ ઉતારી લો

image source

બદામ સહીત તમામ સુકા મેવાને મિક્સરમાં પીસી લો

બીજા વાસણમાં પલાળેલા ખસખસને પણ ગાળીને મિક્સમાં પીસી લો

ડ્રાઇ ફ્રૂટ્સના આ મિશ્રણમાં સાધારણ પાણી ઉમેરીને મિક્સરમાં તેની પેસ્ટ તૈયાર કરો

હવે એક ગ્લાસમાં એક ચમચી આ પેસ્ટ ઉમેરો

ત્યારબાદ હવે આ ગ્લાસમાં દૂધ નાંખો અને પીવો

image source

તેમ ઠંડુ અથવા ગરમ તમારી મરજી મુજબનું દૂધ લઇ શકો છો

થોડી મિઠાસ માટે તમે દૂધમાં સાકર પણ ઉમેરી શકો છો

image source

બદામ ખાવાથી મગજની તાકાત વધે છે

image source

આ ડ્રિંક ઉપરાંત તમે બાળકને બદામ પણ આપી શકો છો. ડૉક્ટર અને વિશેષજ્ઞ માને છે કે બદામ ખાવાથી મગજની તાકાત વધે છે અને તેજ પણ બને છે. બદામમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન હોય છે, જે મગજ ના કાર્યપ્રણાલી ને સ્ટ્રોગ બનાવે છે. પ્રોટીન ઉર્જા આપવાની સાથે-સાથે મગજ ના કોષો પણ રિપેર કરે છે. તેના કારણે વિચારવાની અને સમજવાની સમજ ક્ષમતા માં વધારો થાય છે. બદામને દૂધમાં મિક્સ કરી પીવાથી તેમાંનાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ ખુબ જ વધી જાય છે. બાળકોને અવારનવાર તાવ શરદીની સમસ્યા રહેતી હોય છે. તો આ બદામવાળું દૂધ પીવાથી રોગોથી બચી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.