જલદી કરો, બાળકોનું બેંકમાં ખાતુ ખોલાવવાની આ યોજનામાં મળે છે અનેક લાભ, શું તમે જાણો છો આ વાત?

બાળકોનું બેંકમાં ખાતુ ખોલાવવાની આ યોજના તમને મળશે અઢળક લાભ

ફિનો પેમેન્ટ બેંક લિમિટેડ 10થી 18 વર્ષના બાળકો માટે લાવી છે એક ખાસ બચત ખાતા યોજના. આ બેંકમાં ગ્રાહક નજીવી કિંમતે પોતાના બાળકનું અકાઉન્ટ ખોલાવી શકશે. મધ્ય પ્રદેશ, બિહાર તેમજ યુપી રાજ્યમાં ફિનો પેમેન્ટ બેંકે ફ્યુચર સેવિંક અકાઉન્ટ શૂ કર્યું છે. અને આ અકાઉન્ટ ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે. આ એક ભવિષ્ય બચત ખાતું છે જેમાં બાળકોની બધી જ જરૂરિયાતો પર ધ્યાન આપવામાં આવ્યું છે.

image source

ભવિષ્ય બચત ખાતાની આ છે ખાસ વિશિષ્ટતાઓ

આ અકાઉન્ટના લાભ 10 વર્ષથી 18 વર્ષના બાળકો માટે રહેશે.

તેની સાથે ડેબિટ કાર્ડ પણ કોઈ પણ જાતના ચાર્જ વગર આપવામાં આવશે.

image source

બાળક 18 વર્ષની ઉંમર વટાવતા જ તેનું ભવિષ્ય બચત ખાતું ઓટોમેટિક રેગ્યુલર બચત ખાતામાં અપગ્રેડ થઈ જશે. જેના માટે અપડેટ કરેલી માહિતીનું ફરીથી કેવાયસી કરવાનું રહેશે.

આ ખાતુ આધારકાર્ડના આધાર પર ખોલવામાં આવે છે.

image source

આ ખાતામાં લઘુતમ અકાઉન્ટ બેલેન્સ રાખવા પર કોઈ બંધન નથી. તેમજ ખાતુ ખોલતાની સાથે જ ડેબિટ કાર્ડ પણ બેંક દ્વારા કોઈ પણ જાતના ચાર્જ વગર આપવામા આવે છે.

ખાતુ ખોલાવતી વખતે સગીરે પોતાનો મોબાઈલ નંબર પણ નોંધાવવો પડે છે.

આ ડેબિટ કાર્ડનો ઉપયોગ ઓથેન્ટિકેશન માટે એટીએમ પર રોકડ ઉપાડવા માટે કરી શકાશે.

image source

ભવિષ્ય બચત ખાતાનો ઉપયોગ બાળકો ઘણી બધી સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ કરી શકે છે. જેમ કે સરકાર તરફથી મળતી સ્કોલરશીપ, ડીબીટી સબસિડી વિગેરે.

ફિનો પેમેન્ટ્સ બેંકના સીઈઓ આશિષ આહુજા જણાવે છે કે ભારતની ખરી શક્તિ તેના યુવાધનમાં છે. બાળકોને અન્ય આવડતો શીખવવાની સાથે સાથે બેંકિંગ વિષેની જાણકારી મેળવવી પણ જરૂરી છે. તેની સાથે સાથે બાળકો પણ પોતાના માતાપિતાને જોઈને બચતના મહત્ત્વને સમજશે અને બચતની આદત પણ પાડશે.

image source

ફિનો પેમેન્ટ્સ બેંક આવનારા નાણાકીય વર્ષ 2021 સુધીમાં 1 લાખ ભવિષ્ય બચત ખાતા ખોલાવાનું લક્ષ ધરાવે છે. બેંકના જણાવ્યા પ્રમાણે 2011ની વસ્તિના આંકડાને ધ્યાનમાં રાખવામાં આવે તો હાલ ભારતમાં 10-19 વર્ષના બાળકોની વસ્તી લગભગ 25 કરોડ છે. જે 2021માં વધશે. આ બાળકોમાંથી 70 ટકા બાળકો ગ્રામીણ વિસ્તારોમાં વસે છે. આમ ગામડાઓમાં પણ ફિનો પેમેન્ટ્સ બેંક માટે નવી તકો ઉભી થશે.

image source

ફિનો પેમેન્ટ્સ બેંકને 400થી વધારે બ્રાન્ચ અને 25000થી વધારે એક્સેસ પોઇન્ટ્સ સાથે જુલાઈ 2017માં લોન્ચ કરવામાં આવી હતી. તેમાં તેના સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર અને પાર્ટનર ભારત પેટ્રોલિયમના આઉટલેટ્સનો પણ સમાવેશ થાય છે. બેંકે તે પહેલાં પોતાની BPay મોબાઈલ બેંકિંગ એપ પણ લોન્ચ કરી હતી. તેના એક્સેસ પોઇન્ટ્સ કસ્ટરમરને ઈકેવાઈસી બેઝ્ડ અકાઉન્ટ ખોલવાથી લઈને ક્યાંય પણ, ક્યારેય પણ કેઈ પણ પ્લેટફોર્મ – ડિજિટલ મોબાઈલ કે પછી ફિઝિકલ ટચ પોઇન્ટ્સ દ્વારા બેંકિંગ પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શનની પેપરલેસ સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.