ચીનમાં આવેલા છે રંગબેરંગી પર્વતો, તસવીરો જોઈને લાગશે કે જાણે કોઈએ પેઇન્ટિંગ કર્યું હોય

વિશ્વમાં ઘણી સુંદર જગ્યાઓ છે જે મનને મોહિત કરે છે. લોકો આ સ્થળો જોવા માટે દૂર-દૂરથી આવે છે અને અહીં સમય વિતાવે છે. આ સ્થાનોની મુલાકાત લેતી વખતે, તમને માત્ર સુંદરતા જોવાની જ નહીં, પણ ઘણી જગ્યાએ તમને ઇતિહાસથી પરિચિત થવાની તક પણ મળે છે. એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં આ દ્રશ્ય જોયા પછી એવું લાગે છે કે જાણે આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય. ખરેખર, આ સ્થાનોની સુંદરતા કોઈ સ્વર્ગથી ઓછી નથી. તો ચાલો જાણીએ દુનિયાની આવી જ કેટલીક સુંદર જગ્યાઓ વિશે.

રેઈનબો માઉન્ટન

image source

ચીનમાં જોવા માટે આમ તો ઘણાં સ્થળો છે, તેમાંથી એક રેઈનબો માઉન્ટન છે. આ સ્થાન ઝાંગ્યે ડેન્ક્સિયા જિયોલોજિકલ પાર્કનો ભાગ છે. અહીંના રંગબેરંગી પર્વતો જોતા એવું લાગે છે કે આપણે કોઈ પેઇન્ટિંગ જોઇ રહ્યા છીએ. કુદરતી રીતે બનેલા આ સુંદર પર્વતો જોવા માટે દુનિયાભરના લોકો ચીન આવે છે.

નોસ્વાંસ્ટેઇન મહેલ

image source

આ જર્મનીનો નોસ્વાંસ્ટેઇન મહેલ (કેસલ) છે, આનું બાંધકામ 19 મી સદીમાં શરૂ થયું હતું, પરંતુ તેનું નિર્માણ ક્યારેય ક્યારેય પૂર્ણ થયું નહી. 1864 માં, બાવેરિયાના રાજા લુડવિઝ બીજાએ આ સુંદર મહેલ બનાવવાનો આદેશ આપ્યો. આ માટે તેણે ઘણું કર્જ પણ લીધું હતું. જોકે પછી તેનું મૃત્યુ થયું હતું અને મહેલનું બાંધકામ અટકી ગયું હતું, પરંતુ તે જોવા માટે હજી પણ ખૂબ સુંદર લાગે છે.

બૈગાન શહેર

image source

આ મ્યાનમારનું પ્રાચીન શહેર બૈગાન છે, જે નવમીથી 13 મી સદી સુધી પગોન સામ્રાજ્યની રાજધાની હતું. અહીં ચાર હજારથી વધુ બૌદ્ધ મંદિરો, પેગોડા અને મઠ છે, જેમાંથી 3800 થી વધુ મંદિરો અને પેગોડા હજી પણ અસ્તિત્વમાં છે. આ સ્થાન વિશ્વભરના લોકોને આકર્ષિત કરે છે. આ સ્થાનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યું છે.

હેંગ સોન ડુંગ ગુફા

image source

આ ગુફા વિયેટનામમાં આવેલી છે, જેને વિશ્વની સૌથી મોટી ગુફા માનવામાં આવે છે. આ ગુફાનું નામ હેંગ સોન ડુંગ છે, જે નવ કિલોમીટર લાંબી, 200 મીટર પહોળી અને 150 મીટર ઉંચી છે.

image source

લાખો વર્ષો જુની આ ગુફામાં ઝાડ અને છોડથી લઈને જંગલ, વાદળો અને નદી સુધીની દરેક વસ્તુ છે. તે 1991 ની સાલમાં મળી આવી હતી. આ જગ્યા એટલી ભયાનક લાગે છે કે મોટાભાગના લોકો અહીં જવાની હિંમત પણ કરતા નથી.