ચીનથી આવી રહ્યો છે બીજો જાનલેવા વાયરસ, 6,000 લોકો તો બની ગયા છે શિકાર, WHOએ વ્યક્ત કરી ગંભીર આશંકા

ચીનમાં આવેલા વુહાન શહેરથી આવેલ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં મોત નીપજ્યાં છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે એક વર્ષ પછી પણ આ વાયરસ દુનિયામાંથી નાબૂદ થયો નથી. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 4 કરોડથી વધુ લોકો તેનો ભોગ બન્યા છે. ઘણા દિવસો વીતી ગયા પછી પણ, કોરોના વાયરસને નાબૂદ કરવાની રસી તૈયાર કરી શકાઈ નહીં કારણ કે વૈજ્ઞાનિકો ખુદ આ વાયરસને સમજી શકતા નથી.

image source

ચીનનો આ કોરોના વાયરસ હજુ પૂરો થયો નથી, ત્યાં તો ચીનમાં બીજા એક નવા વાયરસે દસ્તક દઈ દીધી છે. ચીનમાં હવે બ્રુસેલોસિસ વાયરસ નામનો ઝૂનોટિક બેક્ટેરિયલ ચેપનો પગ પેસોરો થયો છે.

image source

એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનના ગાંસુ પ્રાંતની રાજધાની લાન્ઝૌના આરોગ્ય વિભાગે માહિતી શેર કરી છે કે અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકો બ્રુસેલોસિસ વાયરસનો ભોગ બન્યા છે. ચીની સરકાર લોકોને વધુ સારી સારવાર આપી રહી નથી અને આ લોકો હજી સ્વસ્થ થયા નથી.

image source

ચીનની સરકારે સ્વીકાર્યું છે કે બ્રુસેલોસિસ વાયરસ બીજા મોટા રોગચાળા તરફ ઇશારો કરી રહ્યો છે. કોરોના વાયરસની જેમ, આ બ્રુસેલોસિસ વાયરસ વિશ્વમાં ફેલાશે અને રોગચાળાનું સ્વરૂપ વધતું જશે. ચીનની બાયોફાર્માસ્ટિકલ કંપનીએ અહેવાલ આપ્યો છે કે બ્રુસેલોસિસ વાયરસ માલ્ટા ફિવર તરીકે પણ ઓળખાય છે. ચીનના આ વાયરસ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ જણાવ્યું હતું કે વાયરસ ડેરી ઉત્પાદનો અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓની હવા દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ફ્લૂ જેવા જ છે.

image source

ભારતમાં કોરોનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 8,411,724 લોકો કોરોનાનો શિકાર બની ચૂક્યા છે અને સાથે જ 7,765,966 લોકો સાજા થઈને ઘરે પણ જઈ ચૂક્યાછે. એવામાં મોતનો આકંકો પણ 124985 સુધી પહોંચી ગયો છે. એ જ રીતે વિશ્વની વાત કરીએ તો 48,600,930 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, સો સામે Recoveredનો આંક 32,135,775 છે અને મોતનો આંકડો 1,232,214 સુધી અંબાયો છે.

image source

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા તો રાજ્યમાં 900થી પણ ઓછા કેસ આવી રહ્યા હતા. ત્યાં જ હવે છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસનો કહેર વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1035 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,78,633એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3751એ પહોંચ્યો છે. જ્યારે 1321 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.