ચીનમાં લોકોને નપુંસક બનાવનાર ભયાવહ ઇન્ફેક્શન – જાણો તેના લક્ષણો અને સાવચેતી વિષે

ચીનમાં લોકોને નપુંસક બનાવનાર ભયાવહ ઇન્ફેક્શન – જાણો તેના લક્ષણો અને સાવચેતી વિષે

કોરોના વયારસની મહામારીથી સંપુર્ણ વિશ્વ ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે, પણ ચીનમાં હવે એક નવી બીમારી લોકોનું જીવન બરબાદ કરી રહી છે. અહીં હજારો લોકોને બેક્ટેરિયા જન્ય એક ભયાનક રોગનું સંક્રમ થઈ રહ્યું છે, જે તેમની નપુંસકતાનુ કારણ બની શકે છે. ગાંસુપ્રાંતના એક મોટા શહેર લાન્ઝોઉના હેલ્થ કમીશનના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં બ્રુસેલોસિસ નામની આ ભયંકર બીમારી લગભગ 3245 લોકોને થઈ ગઈ છે. આ બિમારી એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે.

image source

નિષ્ણાતોનું કહેવું છે કે બેક્ટેરિયાથી થનારું આ સંક્રમણ પશુઓના સંપર્કમાં આવવાથી થાય છે. જો કે બેક્ટેરિયલ ઇન્ફેક્સનને લઈને મડિયા રિપોર્ટ્સ કંઈ અલગ જ જણાવી રહ્યા છે. મિડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઓથોરિટીનુ કેહવું છે કે મહામારી ગયા વર્ષે એક બાયોફાર્માસ્યૂટિકલ કંપનીના લીકના કારણે ફેલાઈ છે.

image source

બ્રુસેલોસિસ નામની આ બીમારીને માલ્ટા ફિવર અથવા મેડીટેરેનિયન ફીવર પણ કહે છે, જે બ્રુસેના પ્રજાતિના એક ગૃપ ઓફ બેક્ટિરયાના કારણે થાય છે. હંમેશા લોકો આ બિમારીનો શિકાર, ભૂંડ, બકરી, કે કુતરા તેમજ ઘેટા જેવા સંક્રમિત પશુઓના સંપર્કમાં આવવાથી થાય છે.

image source

એક માણસથી બીજા માણસમાં આ સંક્રમણના ફેલાવાનું જોખમ ઘણું ઓછું છે. નિષ્ણાતોનું માનવામાં આવે તો દૂધ ને ઉકાળ્યા વગર પીવાથી આ ઇન્ફેક્શન ફૂડ જેમ કે દૂધ તેમજ ચીઝ ખવાથી માણસ સંક્રમિત થઈ શકે છે. આ ઉપરાંત સંક્રમણના એયરબોર્ન એજન્ટ્સના સંપર્કમાં આવવાથી પણ આ ગંભીર બિમારીનું સંક્રમણ લાગી શકે છે.

image ource

કોરોનાની જેમ આ બીમારીના લક્ષણ ઘણા મોડેથી સામે આવે છે. તેના લક્ષણ એક સામાન્ય ફ્લૂ જેવા હોય છે. તાવ, નબળાઈ, માથામાં દુખાવો, માંસપેશીમાં દુખાવો અને થાક તેના મુખ્ય લક્ષણ છે, જો કે કેટલાક પુરુષોમા આ બીમારીના કારણે ઇનફર્ટિલિટી, ઇન્સેપલાઇટિસ અને મેનિન્જાઇટિસનું કારણ પણ બની શકે છે.

image source

કારણ કે આ બિમારી કોઈ ઇન્ફેક્ટેડ જાનવરના સંપર્કમાં આવવાથી ફેલાય છે, માટે પશુઓની નજીક જવા પર સાવચેતી રાખવી જોઈએ. સાથ સાથે પશુઓમાંથી મળતા દૂધને બરાબર ઉકાળીને જ પીવું જોઈએ. તેમજ દૂધમાંથી બનતી વસ્તુઓ ખાતી વખતે પણ સાવચેતી રાખવી જોઈએ. આ એક એરબોર્ન બિમારી છે, જે શ્વાસ લેવા પર પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. માટે સંક્રમણના જોખમને ઘટાડવા માટે તમારે માસ્ક પહેરવું જોઈએ.

image source

બ્રુસેલોસિસ નામનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન શ્વાસ લેવાથી ફેલાઈ શકે છે. આ ઇન્ફેક્શન માટે જવાબદાર ઝોંગ્મૂ લાન્ઝોઉ નામની એક ફાર્માસ્યુટિકલ કંપની છે, જેની ભૂલથી ગયા વર્ષે આ સંક્રમણ લીક થયું હતું. રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષના જુલાઈ-ઓગસ્ટ વચ્ચે જાનવરોને આ સંક્રમણથી બચાવવા માટે બ્રુસેલા વેક્સીન બનાવવા માટે આઉટ ડેટેડ જીવાણુંનાશક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

image source

વેક્સીન પ્રોડક્શન વચ્ચે કારખાનામાંથી એક ગેસ લીક થયો હતો, જેમાં આ બેક્ટેરિયા હતા. ગેસ લીક થતાં જ નજીકના વિસ્તારોમાં રહેનારા લોકો તેનાથી સંક્રમિત થવા લાગ્યા. જોકે હજુ સુધી આ સંક્રમણથી કોઈનું મૃત્યુ થવાનો એક પણ કિસ્સો બન્યો નથી. સ્થાનીક મિડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પોઝિટીવ લોકોની સંખ્યા આશા કરતા વધારે થઈ શકે છે. સંક્રમણના ફેલાવા અને તેના પિરણામને લઈ ચિંતા વ્યક્ત કરવામા આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span