આવુ તો ચીનમાં જ બને, એક સાથે જોવા મળ્યા ત્રણ-ત્રણ સૂર્ય, જાણો કેવી રીતે બની આ દુર્લભ ઘટના: VIDEO

સમગ્ર વિશ્વમાં અત્યારે ચીનને કોરોનાને લીધે યાદ કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને ચીનમાં બનેલી એક અદભુત ઘટાના વિશે જણાવવાના છીએ. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. વાત એમ છે કે ઉત્તર પૂર્વ ચીનના શહેર મોહેના લોકો શનિવારે જેવા ઉઠયા, ત્યારે સવારે 16 ઓક્ટોબરના દિવસે તેમના માટે આસમાનનું દ્રશ્ય ખૂબ જ ખાસ અને આશ્ચર્યજનક હતું. આકાશમાં એક સાથે ત્રણ સૂર્ય જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, આકાશમાં દેખાતા અન્ય બે સૂર્ય વાસ્તવિક ન હતા પરંતુ ‘સન ડોગ’ ના નામે ઓળખાતી ઘટનાના કારણે તેઓ ત્રણ સૂર્ય જોઇ રહ્યા હતા. આને વાતાવરણીય ઓપ્ટિકલ અસાધારણ ઘટના તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે લોકો આકાશમાં એક કરતા વધારે સૂર્ય જુએ છે. આ ઘટનાને જોતા જ લોકોના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો.

છેલ્લા વર્ષોની સૌથી લાંબી સન ડોગ ની ઘટના

આ અદભુત ઘટનાને લોકોએ ત્રણ કલાક સુધી જોઇ હતી. સવારે 6:30 થી 9:30 સુધી લોકોએ દુર્લભ ઘટના નિહાળી હતી અને ઘણાએ તેને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીપલ્સ ડેઇલી ચાઇના એ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ત્રણેય સૂર્ય દર્શાવ્યા હતા. વિડિયોમાં સૂર્ય સાથેના બે તેજસ્વી સ્થળો બતાવવામાં આવ્યા છે જેને ‘ફેન્ટમ સન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘સન ડોગ’ નામની આ દુર્લભ ઘટના ત્યારે બને છે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આઇસ સ્ફટિકો રચાય છે, જેના પછી તેઓ સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને ચમકતો સૂર્ય દેખાય છે. માનવામાં આવે છે કે તે છેલ્લા વર્ષોની સૌથી લાંબી સન ડોગ ની ઘટના છે.

જાન્યુઆરીમાં ચીની શહેર ફ્યુયમાં આવી ઘટના જોવા મળી હતી

વીડિયો જોયા પછી ઇન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. એક ટ્વિટર યુઝરે લખ્યું, “જેમ કે મને ક્યારેક શંકા હોય છે ચીનમાં બધું છે. જાન્યુઆરીમાં ચીની શહેર ફ્યુયમાં આવી ઘટના જોવા મળી હતી. પછી 20 મિનિટ માટે આકાશમાં બે વધારાના સૂર્ય દેખાયા. આ પ્રકારની ઘટના માટે જો કે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે જેણા લીધે તે રોજીંદી રીતે બની શકતી નથી.

રશિયામાં પણ જોવા મળે છે આવી ઘટના

રશિયાના ચેલીયાબીન્સ્કના આકાશમાં પણ આવી ઘટના સામે આવી ચુકી છે. જોકે, દરવર્ષે ત્રણ સૂર્ય વિશ્વના ઘણા બધા દેશોમાં દેખાય છે. વૈજ્ઞાનિકો અનુસાર આવી ઘટનાઓ મોટાભાગે ખુબ જ ઠંડા પ્રદેશોમાં જ થાય છે. તમને જણાવી દઈએ કે જયારે ત્રણ સૂર્યનો નઝારો ચેલીયાબીન્સ્ક માં દેખાયો ત્યારે તેનું તાપમાન -૨૫ ડીગ્રી સેલ્શીયસ હતું. હવામાં રહેલ નાના નાના બરફના કણોને કારણે આ ઈફેક્ટ રચાય છે. આ કણો એટલા બધા નાના હોય છે કે તેને સામાન્ય આંખોએ ન જોય શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.