ચોકલેટ ચીકુ શેક – નાના મોટા જેને પણ ચીકુ પસંદ ના હોય તેમની માટે ખાસ ચોકલેટ ચીકુ શેક…

દોસ્તો કેમ છો, ઘણી વાર એમ બને છે કે મોટા નાના સૌ ને ચીકુ ખાવા નથી ભાવતા. ચીકુ નો મિલ્ક શેક લઈને આવી છું. પણ ચીકુ શેક માં મે ચોકલેટ એડ કરી છે.

ઉનાળાના દિવસો આવ્યા, સ્કૂલમાં તો વેકેશન જ છે ..ઘરે રહેવાનું અને ધમાલ કરવાની .ઘરમાં હોઈએ એટલે મમ્મી પાસે કેટલી ફરમાઇશ કરવાની હોય . મમ્મી કેટલી બધી ગરમી છે , કૈક ઠંડું પીવાનું મન છે. મમ્મી દરવખતે નવું નવું બનાવી સર્વ કરે. એટલે મજા મજા ……

આજે આપણે હેલ્થી શેક બનાવવાના છીએ.

ચીકૂ એ ગુણોનો ખજાનો છે. ચીકૂ ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. તેમજ ચીકૂનો શેક બનાવી પીવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે. તમે ભલે ચિકૂ કે ચીકૂના જ્યુસનું સેવન માત્ર સ્વાદ માટે જ કરો. પરંતુ એમાં પણ હેલ્થને ફિટ રાખવાના ઘણા ગુણો સમાયા છે.

ચોકલેટ તો બધા ને જ મસ્ત લાગે છે એટલે ચોકલેટ ચીકુ શેક બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે.

ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છે

ચીકુ ના ફાયદા:

રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા

 • ૧)રોજ ચીકુ ખાવાથી આખો ની રોશની સારી થાય છે.
 • ૨)ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
 • ૩) ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.
 • ૪)ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે.
 • ૫) રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.
 • ૬)ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.
 • ૭) ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે.

સામગ્રી

 • ૨ ચીકુ
 • ૨ ગ્લાસ દૂધ
 • ૧ ચમચી ચોકલેટ પાવડર
 • ૨ ચમચી ચોકલેટ સીરપ
 • ૧ ચમચી ચોકલેટ ની કતરણ
 • ૨ ચમચી ખાંડ
 • ગાર્નિશ માટે ૧ બનાના અને ચીકુ

રીત

સૌ પ્રથમ ચીકુ ને છોલી ને કાપી લઈશું.

ત્યારબાદ એક બાઉલ માં સમારેલા ચીકુ, ચોકલેટ પાવડર ખાંડ એડ કરીશું.

હવે તેમાં ૨ ગ્લાસ દૂધ નાખીશું.

હવે એને હેન્ડ ગ્રાઈન્ડર થી શેક બનાવી લઈશું.

ચોકલેટ ચીકુ શેક બની ગયા પછી તેને સેરવિંગ ગ્લાસ માં કાઢીશું.

ત્યારબાદ તેની ઉપર ચોકલેટ ની કતરણ અને ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરીશું.

અને એક પ્લેટ માં બનાના ગોળ ગોળ કટ કરી લઈશું અને ચીકુ ની લાંબી ચિપ્સ કરીશું. અને એની જોડે આપણે આ ચોકલેટ મિલ્ક શેક સર્વ કરીશું.જો આવી રીતે આપણે. ડેકોરેટ કરી ને સર્વ કરીશું તો ફ્રૂટ પણ બધા ખાશે.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

દરરોજ અવનવી રેસિપી અને અવનવી માહિતી જાણવા માટે લાઈક કરો અમારું પેજ.