જોઇ લો તસવીરોમાં ખાાસ, જેમાં બોલિવૂડની આ અભિનેત્રીઓની હાઇટ છે ઓછી

બોલીવુડની આ અભિનેત્રીઓ ઊંચાઈ છે ઘણી જ ઓછી, રિજેક્ટ થઈ હોવા છતાં પણ બોલીવુડમાં કરી રહી છે રાજ

દુનિયામાં બધા જ લોકો એક સરખી કદ કાઠીના નથી હોતા. ઘણા લોકો એવા હોય છે જે કદમાં ઘણા લાંબા હોય છે તો ઘણા એવા લોકો પણ છે જેઓ કદમાં નાના હોય છે. તમે પણ ઘણી વખત ટીવી પર ઊંચાઈ વધારવાની જાહેરાતો જોઇ હશે. આ જાહેરાતોમાં, તે દાવો કરે છે કે જો તમે તેના ઉત્પાદનનો ઉપયોગ કરશો તો એ ઉંચાઈમાં વધારો કરશે. ટૂંકુ કદ ભારતમાં ઘણા લોકો માટે એક મોટી સમસ્યા છે. પરંતુ આ સમસ્યા સૌથી વધારે ગ્લેમર જગતમાં કારકિર્દી બનાવનાર લોકોને નડે છે. એવું માનવામાં આવે છે કે જેની ઉંચાઈ ઓછી છે તેમને મોડેલિંગ અને ફિલ્મોની ઑફર મળતી નથી. પરંતુ એવું કહેવામાં આવે છે કે જો તમે ઉત્સાહિત ન હોવ તો તમે ઊંચા, ધનિક, ગરીબ કોઈપણ હોવ કઈ ફરક નથી પડતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે ગરીબ, શ્યામ અને કદમાં નાના હોવા છતાં મોટું નામ કમાવ્યું છે. આજે અમે તમને બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું. જેઓ કદમાં નાની છે પણ તેમની ખ્યાતિ આકાશને આંબી ચુકી છે.

જયા બચ્ચન

IMAGE SOURCE

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન તેમના સમયની જાણીતી અભિનેત્રી હતી. તમે સૌ જાણતા જ હશો કે જયા બચ્ચન ઉંચાઇમાં ખૂબ જ નાની છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની ઉંચાઇ માત્ર 5 ફૂટ 2 ઇંચ છે. આમ હોવા છતાં તેની સુંદરતા અને તેની અભિનયના કારણે આ કદ એમની કારકિર્દીમાં અડચણ રૂપ નથી બન્યું.

કાજોલ

IMAGE SOURCE

કાજોલ બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેના અભિનયથી તે હજી પણ લાખો લોકોના દિલો પર રાજ કરે છે. અનેક સુપરહિટ ફિલ્મો કાજોલે આપી છે. કાજોલની ઊંચાઈ 5 ફુટ 4 ઇંચ છે.

રાની મુખર્જી

IMAGE SOURCE

રાની મુખર્જી પણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તે ખૂબ સુંદર પણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુપરહિટ ફિલ્મ આપનાર રાની મુખર્જીની ઊંચાઈ માત્ર 5 ફૂટ 2 ઇંચની છે. જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેણે તેની ઊંચાઈ અંગે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેની એક્ટિંગથી તેણે બધાને ચૂપ કરી દીધા.

આલિયા ભટ્ટ

IMAGE SOURCE

આલિયા ભટ્ટ બોલિવૂડની ખૂબ જ ક્યૂટ અભિનેત્રી છે. તેણે દરેક ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોના હૃદયમાં સ્થાન જમાવી લીધું છે. તેણે હાઇવે, ડિયર જિંદગી, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ રિલીઝ થયેલી ‘રાજી’ એ બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આલિયાની ઊંચાઈ 5 ફુટ 3 ઇંચ છે, તેને કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યૂ કર્યો હતો.

વિદ્યા બાલન

IMAGE SOURCE

ડર્ટી ગર્લ વિદ્યા બાલનનું નામ બોલિવૂડની ખૂબ જ દિગ્ગજ અભિનેત્રીઓમાં આવે છે. ડર્ટી પિક્ચર ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર વિદ્યા બાલનની ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘તુમ્હારી સુલ્લુ’એ બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી.

શ્રધ્ધા કપૂર

IMAGE SOURCE

આશિકી 2 ફિલ્મથી જાણીતી બનેલી શ્રદ્ધા કપૂરે બહુ ઓછા સમયમાં બોલીવુડમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. ઓછી ઉંચાઇ હોવા છતાં હવે તે ઉદ્યોગની ટોચની હિરોઇન છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધાની ઊંચાઈ 5 ફુટ 3 ઇંચ છે. તેને અભિનયની સાથે સાથે ગાવાનો પણ ખૂબ શોખ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.