ચૂંટણી હાર્યા પછી પણ અઢી મહિના સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહે છે હોદ્દા પર, શું તમે જાણો છો આ વિશે?

ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી જો બાઇડન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા બાદ આગામી 20 જાન્યુઆરીએ બાઇડન પોતાના રાષ્ટ્રપતિ પદના સમયગાળાનો આરંભ કરશે. ત્યારે આગામી અઢી મહિના સુધી ટ્રમ્પ જ અમેરિકાના રાષ્ટ્રપતિ કહેવાશે ભલે તે ચૂંટણી હારી ગયા હોય. ઉલ્લેખનીય છે કે ચૂંટણી હાર્યા બાદ નવા રાષ્ટ્રપતિને સત્તા સોંપવાનો જે સમય મળે છે તે ટ્રાન્ઝીશન સમય કહેવાય છે.

ટ્રાન્ઝીશન સમય વિશે ?

image source

પ્રેસિડેન્સીયલ ટ્રાન્ઝીશન પ્રોસેસ અનુસાર અમેરિકામાં જુના રાષ્ટ્રપતિ જ પોતાના તમામ પાવર, છૂટછાટ સાથે જ તમામ વિભાગોથી સંબંધિત નીતિગત દસ્તાવેજો નવા થનારા રાષ્ટ્રપતિને હસ્તાંતરીત કરે છે. આ પ્રક્રિયા ચૂંટણી પરિણામના દિવસથી શપથ ગ્રહણ દિવસ સુધીની હોય છે. જો કે સત્તા સોંપવાની શરૂઆત પહેલા પણ શરૂ કરી શકાય છે.

પહેલા ટ્રાન્ઝીશન સમય વધુ લાંબો હતો

image source

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદેથી ઉતરનાર પૂર્વ રાષ્ટ્રપતિને લેમ ડક પણ કહેવામાં આવે છે. આ એક એવો રાષ્ટ્રપતિ હોય છે જે પદ પર તો હોય છે પણ તેના પાસે આ પદ પર આરૂઢ રહેવાની શક્તિ નથી હોતી. વર્ષ 1933 માં અમેરિકાના સંવિધાનમાં કરવામાં આવેલા 20 માં સંશોધનમાં ટ્રાન્ઝીશન સમયને ઘટાડી દેવામાં આવ્યો હતો. આ પહેલા ટ્રાન્ઝીશન સમય 4 માર્ચ સુધી ફિક્સ હતી જેને 20 જાન્યુઆરી કરવામાં આવી હતી.

ચૂંટણી પહેલા જ થઈ જાય છે પ્લાનિંગ

image source

હાલમાં અમેરિકામાં જે રીતે ઉપરોક્ત પ્રક્રિયા થાય છે તેનો પાયો પ્રેસિડેન્સીયલ ટ્રાન્ઝીશન એક્ટ 1963 તરીકે નંખાયો હતો. આ એક્ટ મુજબ શાંતિપૂર્ણ રીતે પાવર સોંપવાની વ્યવસ્થા બનાવાઈ હતી. પ્રેક્ટિસ અનુસાર ચૂંટણી પહેલા જ આ પ્રક્રિયા વિશે આયોજન કરવામાં આવે છે. કારણ કે પ્રશાસનિક રીતે મોટા ફેરફારો થાય છે જેથી તેની તૈયારી પહેલા જ કરવાની પ્રેક્ટિસ રહી છે.

ટ્રમ્પ કઈ રીતે સોંપશે જો બાઇડનને સત્તા ?

આ વર્ષે મે મહિનામાં જ્યારે જો બાઇડનને ડેમોક્રેટિક પાર્ટીએ નક્કી કર્યા ત્યારથી જ ટ્રાન્ઝીશન ટીમ માટે સરકારી સંસ્થાઓની સાથે બેઠકો શરૂ થઈ ગઈ હતી. સત્તા સોંપવા માટે ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ અમુક ખાસ પ્રક્રિયા હોય છે.

ટ્રમ્પ પ્રશાસન અને બાઇડન વચ્ચે સત્તા સોંપવા માટેની ટાઈમલાઇન

image source

8 એપ્રિલ 2020 : બર્ની સેંડર્સના ગયા બાદ એવું જ માનવામાં આવતું હતું કે જો બાઇડન જ ઉમેદવાર બનશે.

20 જૂન 2020 : શુરુઆતી ટ્રાન્ઝીશન ટીમની જાહેરાત થઈ.

ઓગસ્ટ 2020 : ડેમોક્રેટિક કન્વેન્શનમાં જો બાઇડન અને કેલિફોર્નિયા સીનેટર કમલા હેરિસને ઉમેદવાર જાહેર કરાયા.

5 સપ્ટેમ્બર 2020 : એક પૂર્ણ ટ્રાન્ઝીશન ટીમને સાર્વજનિક રીતે જાહેર કરવામાં આવી.

1 નવેમ્બર 2020 : ટ્રાન્ઝીશન માટે ડેડલાઈન નક્કી થઈ.

3 નવેમ્બર 2020 : ચૂંટણીનો દિવસ

4 નવેમ્બર 2020 : ટ્રાન્ઝીશન વેબસાઈટ લાઈવ થઈ.

7 નવેમ્બર 2020 : ચૂંટણી પુરી થઈ

8 ડિસેમ્બર 2020 : સેફ હાર્બરની ડેડલાઈન નક્કી થઈ.

14 ડિસેમ્બર 2020 : ઇલેક્ટ્રોલ કોલેજની મિટિંગ

6 જાન્યુઆરી 2021 : કોંગ્રેસ ઇલેક્ટ્રોલ કોલેજના મત ગણતરી કરશે.

20 જાન્યુઆરી 2021 : શપથગ્રહણ અને નવા રાષ્ટ્રપતિના સમયની શરૂઆત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.