માત્ર એક એપિસોડની હજારો રૂપિયા ફી વસુલે છે C.I.D ના કલાકારો…
માત્ર એક એપિસોડની હજારો રૂપિયા ફી વસુલે છે C.I.D ના કલાકારો – જાણો એસીપી પ્રદ્યુમન ઉર્ફ શિવાજી સાટમ કેટલા લે છે એક એપીસોડના
સીઆઈડી સિરયલ સોની ટીવી પર છેલ્લા ઘણા બધા વર્ષોથી આવે છે અને તેની લોકપ્રિયતામાં કોઈ પણ ઘટાડો નથી થયો. તેનો પ્રથમ એપિસોડ 21 જાન્યુઆરી, 1997ના રોજ આવ્યો હતો. આજે આ સિરિયલ એટલી બધી પોપ્યુલર છે કે લોકો તેના ડાયલોગ્સ પર મીમ્સ પણ બનાવવા લાગ્યા છે.

સીઆઈડી સિરિઝના મુખ્ય પાત્રો પ્રદ્યુમન, દયા, અભિજિત, ફ્રેડરિક્સ, વિગેરે તો બાળકોથી માંડીને વૃદ્ધોમાં પણ લોકપ્રિય છે. આ સિરિયના ખાસ ડાયલોગ દા.ત. ‘દયા દરવાજા તોડ દો.’ અને ‘દયા કુછ તો ગડબડ હૈ’ માત્ર સામાન્ય જનતામાં જ નહીં પણ ફિલ્મોમાં પણ ભારે પ્રિય છે. વર્ષોથી લોકોને મનોરંજન પુરુ પાડતી આ સિરિઝના દરેકે દરેક પાત્રનો એક અલગ જ ફેન વર્ગ છે. તેઓને હંમેશા એ જાણવાનું કૂતુહલ થતું હશે કે આ સિરિયલના કલાકારોને કેટલો પગાર ચૂકવવામાં આવતો હશે. તો આજે અમે તમારા માટે તે જ માહિતી લઈને આવ્યા છે. તો ચાલો જાણીએ કોને કેટલી સેલેરી આપવામાં આવે છે.
શ્રદ્ધા મુસાલે

શ્રદ્ધા મુસાલે સીઆઈડીમાં ડો. સારિકાનું ફોરેન્સિક ઇન્વેસ્ટિગેટરનું પાત્ર ભજવતી જોવા મળી છે. તેણીએ સીઆઈડી ઉપરાંત પોરસ નામની સિરિયલમાં મહાનન્દીનીનું પાત્ર ભજવ્યું છે. શ્રદ્ધા એક અભિનેત્રી ઉપરાંત એક મોડેલ પણ છે. અને તમને જાણીને નવાઈ લાગશે પણ તેણી મૂળે અમદાવાદની રહેવાસી છે. તેણીએ 2012માં લખનૌના એક બિઝનેસમેન દીપક તોમર સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે શ્રદ્ધાને સીઆઈડીના પ્રોડ્યુસર્સ દ્વારા દર એપિસોડે 40,000 ચૂકવવામાં આવે છે.
અંશા સૈયદ

CIDમાં અંશા સૈયદ સબ ઇન્સ્પેક્ટર પૂર્વીનું પાત્ર નીભાવતી તમે ઘણીવાર જેઈ હશે. તેણી આ પહેલાં આહટ 2 સિરિયલમાં પણ જોવામાં આવી હતી. આ ઉપરાંત તેણે લાગી તુજસે લગન સિરિયલમાંપણ કામ કર્યું છે. તેણી એક અભિનેત્રીની સાથે સાથે એક મોડેલ પણ છે. છેલ્લા ઘણા સમયથી અંશા સીઆડીમાં પૂર્વીનું પાત્ર ભજવી રહી છે. પૂર્વીને પ્રોડ્યુસર્સ દ્વારા એક એપિસોડના રૂપિયા, 40,000 ચૂકવવામાં આવે છે.
દિનેશ ફડનીસ

દિનેશ ફડનીસે સીઆઈડીમાંના સૌથી લોકપ્રિય પાત્રોમાંના એક એવા ફ્રેડ્રીકનું પાત્ર ભજવ્યું છે. તે આ ગંભીર શોમાં અવારનવાર કોમેડિ કરતા જોવા મળ્યા છે. સીઆઈડી ઉપરાંત દિનેશે મેલા તેમજ સરફરોશ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મૂળે પણ તેમનો સ્વભાવ ખૂબ જ રમૂજી છે. તેમને આ સિરિયલના પ્રોડ્યુસર્સ દ્વારા દર એપિસોડે 70,000 રૂપિયા ચુકવવામાં આવે છે.
જાહ્નવી છેદા

જાહ્નવી છેદા સીઆઈડીમાં શ્રેયાનું પાત્ર નિભાવતી જોવા મળી છે. સીઆઈડીમાં દયા શ્રેયાને પસંદ કરતો બતાવવામાં આવ્યો છે જો કે તેણે ક્યારેય પોતાની ફિલિંગ શ્રેયાને જણાવી નથી. જાહ્નવી છેદાને પ્રોડ્યુસર્સ દ્વારા દર એપિસોડે 45,000 ચૂકવવામાં આવે છે.
નરેન્દ્ર ગુપ્તા

ડો. સારિકાના બોસ એટલેકે ફોરેન્સિક ડીપાર્ટમેન્ટના હેડનું એટલે કે ડો. સાલુંખેનું પાત્ર નરેન્દ્ર ગુપ્તાએ સીઆઈડીમાં ભજવ્યું છે. તેમને સીઆઈડીના પ્રોડ્યુસર્સ દ્વારા રૂપિયા 40,000 એક એપિસોડ લેખે આપવમાં આવે છે.
શિવાજી સાટમ

સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમનનું મુખ્ય પાત્ર નિભાવનાર સિવાજી સાટમ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર છે. તેમણે મરાઠી ફિલ્મો, સિરિયલો, તેમજ હિન્દી ફિલ્મોમાં ઘણું બધું કામ કર્યું છે. તમને કદાચ આશ્ચર્ય થશે પણ શિવાજી સાટમ એક્ટિંગ કેરિયરમાં આવતા પહેલાં સેન્ટ્રલ બેંકમાં કેશિયરની જોબ કરી ચૂકેલા છે. શિવાજી સાટમને એક એપિસોડના રૂપિયા 1 લાખ ચૂકવવામાં આવે છે. આમ આ અભિનેતા સિરિયલના સૌથી સિનિયર અભિનેતા છે અને તે પ્રમાણૈ તેમની ફી પણ બધા કરતા વધારે છે.
આદિત્ય શ્રિવાસ્તવ

સીઆઈડી શોમાં આદિત્ય શ્રિવાસ્તવે પ્રભાવશાળી ઇન્સ્પેક્ટર અભિજિતનું પાત્ર ભજવ્યું છે. આદિત્ય શ્રીવાસ્તવે સીઆઈડી ઉપરાંત ઘણી બધી સીરીયલો તેમજ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ફિલ્મ સત્યા, પાંચ, ગુલાં તેમજ દિવારમાં પણ કામ કર્યું છે. આદિત્ય શ્રિવાસ્તવ મૂળે ઇલાહાબાદના રહેવાસી છે. હાલ તેઓ પોતાના માતાપિતા સાથે મુંબઇમાં સ્થિર છે. તેમને બે દીકરી અને એક દીકરો પણ છે. સીઆઈડીમાં તમે અભિજીતને વારંવાર પોતાના જીવને જોખમમાં મુકતો જોયો હશે. પ્રોડ્યુસર્સ દ્વારા આદિત્યને એક એપીસોડે 80,000 ચૂકવવામાં આવે છે.
દયાનંદ શેટ્ટી

સીઆઈડીમાં દયાનું પાત્ર અત્યંત લોકપ્રિય છે. ઘણીવાર સીઆઈડીના દયા તેમજ તારક મેહતાની દયા ભાભીના મિમ્સ પણ બનાવવામાં આવે છે. સિરિયલમાં દયાના એક જ ધક્કાથી દરવાજો તુટી જતો અવારનવાર બતાવવામાં આવ્યો છે. તેના આ પાત્રથી પ્રભાવિત થઈને તેને સિંઘમ ટુમાં પણ ઇન્સ્પેક્ટરનું પાત્ર આપવામાં આવ્યું હતું. મૂળે મૈસૂરના રહેવાસી દયાનંદ હાલ પોતાના કુટુંબ સાથે મુંબઈમા સ્થિર છે. દયાનંદને એક એપિસોડના 80,000 ચૂકવવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.