ઘરની આ ૫ વસ્તુઓ તો તમારે ભૂલ્યા વગર સાફ કરવી જોઈએ, વાંચો શું ફાયદો થશે આમ કરવાથી…

આપણે આપણા ઘરને આપણી સગવડ પ્રમાણે સાફ સફાઈ કરતા હોઈએ છીએ. ઘણા એવા લોકો હશે જેમણે પોતાના ઘરમાં સાફ સફાઈ માટે બાઈ આવતી હોય છે અને અમુક લોકો પોતાના ઘરમાં જાતે જ સાફ સફાઈ કરતા હોય છે.

image source

તમે ભલે ઘરમાં રોજ સાફ સફાઈ કરતા હશો પણ અમુક એવી જગ્યા કે વસ્તુઓ હોય છે જે સાફ કરવાના રહી જાય છે અથવા આપણને એવું લાગતું હોય છે કે એ વસ્તુઓ કે જગ્યા રોજ સાફ કરવી પડે એટલી જરૂરી નથી.પણ આજે અમે તમને જણાવીશું કે એવી ઘણી વસ્તુઓ કે જગ્યા છે જે તમારે દરરોજ સાફ કરવી જ જોઈએ.

તમારા ઘરમાં રહેલ આ ૫ જગ્યા અને વસ્તુઓને દરરોજ નિયમિત સાફ કરવી જ જોઈએ.

image source

૧ ઘરનો મુખ્ય દરવાજો : ઘરનો મુખ્ય દરવાજો તમારે નિયમિત સાફ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં પોઝીટીવ એનર્જી આવે છે અને ઇન્ફેકશન થવાનો ડર પણ રહેતો નથી.

image source

૨. ડીશ ટુવાલ : ડીશ અથવા વાસણ કોરા કરવા માટે જે રૂમાલ કે કપડાનો તમે ઉપયોગ કરતા હોવ તેને પણ રોજ ધોવામાં લેવો જોઈએ. આ એટલા માટે કરવાનું કે જયારે તમે વાસણ કોરા કરો છો તો જે તે વાસણ પર રહેલ કીટાણું એ રૂમાલમાં કે કપડા પર લાગે છે. બસ એ કીટાણું એ ક્યાય ફેલાય નહિ એટલા માટે તમારે એ ટુવાલ પણ રોજ બદલવા અને ધોવા જોઈએ.

image source

૩. રસોડું અને બાથરૂમ : રસોડું અને બાથરૂમની ટાઈલ્સ અને દિવાલો દરરોજ સાફ કરવી જોઈએ. ઘરમાં સૌથી વધુ ગંદકી આ બે જ જગ્યાએ થતી હોય છે. એટલા માટે શક્ય હોય તો પ્રયત્ન કરો કે આ બે જગ્યાઓ દરરોજ સાફ થાય અને બની શકે એટલા સારા એન્ટી બેક્તીરીયલ લીક્વીડથી સાફ કરો જેથી ઘરમાં રહેતા પરિવારજનોને કોઈપણ બીમારી થાય નહિ.

image source

૪. રીમોટ કંટ્રોલ : રીમોટ ભલે ટીવીનું હોય કે એસીનું એને દરરોજ સાફ કરવું જ જોઈએ આમ એટલા માટે કે આખો દિવસ ઘરના લગભગ દરેક વ્યક્તિ એ રીમોટ હાથમાં લેતા જ હોય છે અને બાળકો તો ગંદા હાથથી પણ વાપરતા હોય છે. અને તેના પર અનેક કીટાણું અને જીવાણું લાગેલા હોય છે તો કોઈને પણ ઇન્ફેકશન લાગે નહિ અને બીમાર ના થાય એટલા માટે દરરોજ તમારે રીમોટ સાફ કરવા જોઈએ.

image source

૫ : પર્સના પટ્ટા/ હેન્ડલ : જો તમે ફીમેલ છો તો તમારા દરરોજ વપરાશમાં આવતા પર્સને અને તેના હેન્ડલને જરૂર સાફ કરો. આના સિવાય પર્સના નીચેના ભાગને પણ સાફ કરો કારણ કે પર્સ કે બેગ આપણે ઘણી વાર એમજ જમીન પર મૂકી દેતા હોઈએ છીએ.

આટલી તકેદારી રાખશો તો તમારા ઘરમાં બીમારીઓ ઓઅછી આવશે અને ડોક્ટરની મુલાકાત ઓછી લેવી પડશે. બધાનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમારા બીજા મિત્રો સાથે પણ આ ઉપયોગી માહિતી શેર કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.