Diwali 2020 : દિવાળી પર સસ્તામાં કરો ઘરની સફાઈ, મિનિટોમાં ચમકશે ઘર

સામાન્ય રીતે આપણે વાળને સુંદર બનાવવા માટે અરીઠાના પાવડર કે પાણીનો ઉપયોગ કરતા હોઇએ છીએ. તેનાથી વાળ ચમકીલા બને છે. અને તે ખરેખર એક કુદરતી શેમ્પૂ છે. ચોક્કસથી અરીઠા વાળ માટે સારા છે પણ તમને ખબર છે કે વાળ સિવાય પણ તેનો ઉપયોગ ઘરની સફાઇમાં પણ થઇ શકે છે. અને તેનાથી તમે પણ દિવાળીમાં તમારું ઘર ચમકાવી શકો છો.

image source

અરીઠા એક તેવો સસ્તો ઉપાય છે જે ખૂબ અસરકારક પણ છે. તમે વધુ પૈસા ખર્ચ કર્યા વગર તમે ઘરની અનેક વસ્તુઓ ચમકાવી શકો છો. કેવી રીતે? ચાલો અમે તમને એવી કેટલીક રીતો વિશે જણાવીએ, જેના દ્વારા તમે અરીઠાનો ઉપયોગ કરીને તમારા ઘરને સાફ કરી શકો છો.

આ રીતે ચમકાવી લો ઘરની બારીઓ

image source

તમે ઘરની બારીઓને સાફ કરવા માટે તમે અરીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત સ્પ્રે બોટલમાં લગભગ 250 મીલી અરીઠા ઉકાળેલું પાણી ભરવાનું રહેશે. પછી સ્પ્રે કરો અને પછી સૂકા કપડાથી સાફ કરો. આ મિશ્રણ માટે સામગ્રી નોંધી લો.

આ રીતે તૈયાર કરો મિશ્રણ

image source

આ પાણી બનાવવા તમારે 10 થી બાર અરીઠાને લગભગ 5 કપ પાણીમાં રાખવાનું છે. અને આ પાણીને એક કલાક ધીમા તાપે ઉકાળવાનું છે. અને પછી આ પાણીને રાત ભર રહેવા દો અને પછી તેને છાણી એર ટાઇટ ગ્લાસ ઝારમાં સ્ટોર કરી લો. પછી જ્યારે પણ બારીની સફાઇ કરીવી હોય તેમાંથી પાણી લઇ સ્પ્રે બોટલ ભરી ઘરની સફાઇ કરી લો.એટલું જ નહીં આ પાણીથી જો તમે બાથરૂમની દિવાલ કે ટાઇલ્સ કે પછી ઘરની ફ્લોર સાફ કરશો તો પણ ઘર ચમકી જશે. બસ પોતાની બકેટમાં એક નાની વાટકી અરીઠાનું પાણી ઉમેરો.

આ રીતે સાફ થશે જ્વેલરી

image source

વધુમાં ચાંદીની કે અન્ય ઝવેરાતોની સફાઇમાં પણ તમે આ અરીઠાની પ્યૂરીનો ઉપયોગ કરી શકો છો. તેમાથી તાંબા અને ચાંદીના વાસણો ચમકી જશે. અને દિવાળીમાં તમારે આ વાસણ પૂજા કે સુશોભનમાં પણ મૂકવા હશે તો તેને ચમક જોઇને લોકો પણ પૂછશે કે નવા લાવ્યા?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.