CM વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવ સામે શિશ ઝુકાવી કરી પૂજા-અર્ચના

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મંદિર ખાતે ભોળાનાથના કર્યા દર્શન – એક દિવસ પહેલાં જ સોમનાથના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

મળેલા અહેવાલ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે પોતાના પત્ની અંજલીબેન રૂપાણી સાથે સૈરાષ્ટ્રના 12 જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, અહીં તેમણે ભોળાનાથની પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે ભગનાનના જળાભિષેક સાથે મહાપૂજા પણ કરી હતી. આ દરમિયાન તેમની સુરક્ષા માટે સોમનાથ મંદિરની પોલીસે ચૂસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી.

image source

ગઈ કાલે જ સોમનાથ મંદિરના સુરક્ષા કર્મિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

તમને જણાવી દઈએ કે જે સોમનાથ મંદિરમાં સીએમ રૂપાણીએ દર્શન કર્યા છે પોતાના પત્ની સાથે ત્યાંના જ સિક્યોરિટિ ગાર્ડનો હજુ ગઈ કાલે જ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને તેને તરત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને આમ ચીફ મિનિસ્ટરની મુલાકાત પહેલાં જ સુરક્ષાકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડાદોડી મચી ગઈ હતી. જો કે સાવચેતીના પગલા રૂપ તરત જ તંત્રએ મંદીરના અન્ય સુરક્ષાકર્મીઓ તેમજ મંદીરના ટ્રસ્ટના કર્મચારીઓ તેમજ પુજારીઓના રીપોર્ટની તપાસ પણ હાથ ધરી હતી.

image source

તમને જણાવી દઈએ કે ગીર-સોમનાથ જિલ્લાના 136 લોકો સંક્રમિત થયા છે, છેલ્લા 24 કલાકમાં ગીર-સોમનાથ જિલ્લામાં કોરનાના નવા 14 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું છે. સોમનાથ મંદિરમાં સુરક્ષાકર્મિ તરીકે ફરજ બજાવતા એક એએસઆઈની તબિયત અચાનક બગડતા તેઓ છેલ્લા 7 દિવસથી રજા પર હતા અને તેમનો રિપોર્ટ કઢાવતા તેમને કોરોના હોવાનું સામે આવ્યું હતું.

image source

અને ત્યાર બાદ સાવચેતીના પગલા રૂપે મંદિરના અન્ય 15 કર્મચારીઓની પણ તબીબી તપાસ કરવામા આવી હતી. હાલ આ એએસઆઈને કોરોનાનું સંક્રમણ કઈ રીતે લાગ્યું તેની પણ તપાસ ચાલી રહી છે તેમજ તેની સાથે સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામા આવ્યા છે.

image source

કોરોનાની મહામારી હાલ સમગ્ર દેશમાં તેની ચરમસીમા પર છે. ગુજરાતમાં પણ સંક્રમિતોના કેસમાં દીવસેને દીવસે ઉછાળો આવી રહ્યો છે અને મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે. હાલ અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ હરણફાળ ભરી રહ્યું છે. જેના કારણે સુરત-અમદાવાદ જતી આવતી એસટી બસો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને ખાનગી ટ્રાવેલ્સના પણ બુકિંગ હાલ સ્થગિત કરવામા આવ્યા છે. અને ખાનગી વાહનોને સ્કેનિંગ બાદ જ પ્રવેશવા દેવામાં આવશે.

image source

કોરોના સંક્રમણના આંકડા પર એક નજર નાખીએ તો હાલ વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12.4 મિલિયન એટલે કે 1.24 કરોડ ઉપર પહોંચી ગઈ છે. અને 68.3 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અને મૃત્યુઆંક 5.59 લાખ ઉપર પહોંચી ગયો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં સંક્રમિતોની સંખ્યા 8.21 લાખ સુધી પહોંચી ગઈ છે અને 22,123 લોકોના સંક્રમણથી મૃત્યુ નીપજ્યા છે જ્યારે અત્યાર સુધીમાં 5.15 લાખ લોકો સંક્રમણથી મુક્ત થયા છે. ગુજરાતમાં પણ સ્થિતિ કથળી રહી છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 39,194 છે જ્યારે 27718 લોકો કોરનાના સંક્રમણથી મુક્ત થઈને ઘરે પાછા ફર્યા છે, અને મૃત્યુઆંક 2008ને ઓળંગી ચૂક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.