શું આ નેતાના સંપર્કમાં આવ્યા બાદ મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ 2 મહિનામાં ફરી ક્વોરન્ટીન થવું પડશે?

કોરોનાના સંક્રમણમાં કોઈ વ્યક્તિ આવે છે ત્યારે સૌથી પહેલા એમના સંપર્કમાં આવેલા લોકોનું પણ ટેસ્ટીંગ કરવામાં આવે છે. આવા સમયે હાલમાં ભાજપના ધારા સભ્યનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા જ હવે એમના કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ધારાસભ્યના સંપર્કમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આવ્યા હતા.

IMAGE SOURCE

આવા સમયે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ક્વોરન્ટીન રહેવું કે નહીં એ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે. આ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઇ ચુકી છે. ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારે પણ તેમની સાથે મિટિંગ કરી હોવાના કારણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેને હોમ ક્વોરન્ટીન રાખવામાં આવ્યા હતા.

CM અને Dy. CMના નામ આવતા આરોગ્ય વિભાગ સક્રિય

IMAGE SOURCE

હાલમાં જ્યારે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના વન અને આદિજાતી મંત્રી રમણલાલ પાટકર અને સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી કરીને આરોગ્ય ટીમ દ્વારા હવે એમના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. જો કે આરોગ્ય ટીમની આ તપાસમાં એમના સંપર્કમાં આવેલ લોકોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામ પણ આવ્યા છે. પરિણામે આરોગ્ય વિભાગ પણ હવે સક્રિય થઈ ગયો છે. આ સાથે જ રાજ્યના મંત્રી રમણલાલ પાટકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ફરી એકવાર ફરી સરકાર અને સચિવાલયમાં પણ દોડધામ મચી ગઇ છે. આ દરમિયાન એવું પણ કહેવાય છે કે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઝાલાવાડિયા ઉપરાંત રમણલાલ પાટકરને પણ મળ્યા હતા.

ઝાલાવાડિયાનો રિપોર્ટ પોઝીટીવ આવતા અધિકારીઓ ચિંતામાં

IMAGE SOURCE

હાલમાં જ ભાજપના ધારાસભ્ય ઝાલાવાડીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની ચિંતાઓ પણ વધી ગઈ છે. કારણ કે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને અન્ય અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઝાલાવાડીયાની હાજરીના કારણે હવે બેઠકમાં હાજર રહેલ બધાયની તપાસ જરૂરી છે.

કોન્ટેક્ટ ટ્રેસિંગમાં સંપર્કમાં આવેલ દરેકની તપાસ શરુ

IMAGE SOURCE

હાલમાં જ સુરત શહેરના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જો કે એમને હોસ્પીટલમાં દાખલ ના કરીને એમના ઘરમાં જ સારવાર આપવામાં આવી રહી છે. જો કે ધારાસભ્યના કોરોના પોઝીટીવ આવતા જ તંત્રની ટીમો દોડતી થઇ ગઈ છે. કોર્પોરેશનની ટીમ દ્વારા એમણે પોતાના ઘરે જ ક્વોરન્ટીન કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત એમના સંપર્કમાં આવેલા દરેકની પણ કોરોનાની તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ શંકાસ્પદ જણાતા તમામ લોકોને પણ ક્વોરન્ટીન રાખવામાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.