ગુજરાતના સમુદ્ર કીનારા પર દુશ્મન દેશ દ્વારા તોળાઇ રહ્યુ છે હૂમલાનું જોખમ

ગુજરાતના સમુદ્ર કિનારા પર છે હૂમલાની આશંકા – કોસ્ટગાર્ડે આપી ચેતવણી

image source

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી યથાવત છે. મુંબઈ પુણેમાં લોકડાઉનને 31મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 18મીથી લોકડાઉનમાં કેટલીક છૂટછાટો આપવામાં આવશે અને આ તેનાથી ધીમે ધીમે જનજીવન સામાન્ય બનાવવાનો પ્રયાસ થશે ત્યારે આવા સંજોગો વચ્ચે ગુજરાતના સમુદ્ર કીનારા પર દુશ્મન દેશ દ્વારા હૂમલાનું જોખમ તોળાઈ રહ્યું છે.

મળેલી માહિતી પ્રમાણે કોસ્ટગાર્ડે ગુજરાતના સમુદ્ર કિનારા પર દેશ વિરોધી તત્ત્વો દ્વારા હૂમલો તેમજ ઘુસણ ખોરીની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અને તેને ધ્યાનમાં લઈને ગુજરાતના ફિશરિઝ વિભાગે પોરબંદર તેમજ તેની આસપાસના વિસ્તારોના માછીમારો માટે એક સૂચના પત્ર જાહેર કર્યો છે.

image source

આ ચેતવણી પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમાક દ્વાકા લખવામાં આવેલા પત્ર પ્રમણે મે મહિનાની તા. 11, 14, 17, 19, 21, 22 અને 23 દરમિયાન સમુદ્ર કિનારા પર દેશ વિરોધી તત્ત્વો દ્વારા ઘૂસણ ખોરી તેમજ હૂમલાની શક્યતાઓ જણાવી છે. આ ચેતવણી ગાંધીનગર કોસ્ટગાર્ડ દ્વારા વ્યક્ત કવામાં આવી છે. અને આ બાબતે જિલ્લાના દરેક માછીમારોને સૂચના આપતો પત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આ સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે જીલ્લાના લેન્ડીંગ પોઈન્ટ પર શંકાસ્પદ હિલચાલ કે કોઈ અજાણી વ્યક્તિ અથવા બોટ જોવા મળે તો તરત જ સ્થાનીક મરીન પોલીસ, કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો. તેમજ આ માછીમારોને સૂચના આપવામાં આવી છે કે તેમણે ટોકન લીધા બાદ જ માછીમારી માટે દરિયામાં પ્રવેશવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવું. તેમજ મુવમેન્ટ બૂકમાં નોંધાયેલા ટંડેલ ખલાસીને માછીમારી માટે પોતાના અસલ ઓળખકાર્ડ તેમજ જરૂરી દસ્તાવેજો સાથે જવું. જો કોઈ ટંડેલ ખલાસી બીમાર જણાય તો તેણે કોવીડ 19 માર્ગદર્શિકાના આધારે સ્કેનીંગ કરાવવાનું રહેશે.

image source

છેલ્લા લગભગ બે મહિનાથી કોરોના વાયરસની મહામારીના કારણે આખાએ દેશના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. બીજી બાજુ પ્રવાસી મજૂરોની સ્થિતિ પણ આ દરમિયાન રૂપિયા તેમજ ભોજન વગર દયનીય બનતાં તેમણે પણ વતનની વાટ પકડી છે. અને હવે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે આ જ પ્રવાસીઓની ગેરહાજરીના કારણે સ્થિતિ સુધરતા ઘણો સમય લાગશે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે.

image source

એક અંદાજા પ્રમાણે લોકડાઉનના કારણે સમગ્ર દેશને 17થી 20 લાખ કરોડનું આર્થિક નુકસાન થશે. બીજી બાજુ કોરોનાની મહામારી રોકાવાનું પણ નામ નથી લઈ રહી. લોકડાઉન છતાં દેશમાં પોઝીટીવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ભારતના કોરોના આંકડા જોવા જઈએ તો આજે ભારતમાં 81970 લોકો કોરોના વાયરસથી પિડિત છે, જ્યારે આ વાયરસથી 2649 લોકોના મૃત્યુ નીપજ્યા છે. બીજી બાજુ સમગ્ર વિશ્વના આંકડા પર દ્રષ્ટિ કરીએ તો સંક્રમીતોની સંખ્યા 4.53 મિલિયન સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક પણ 3.07 લાખને ક્રોસ કરી ગયો છે.

source : divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.