આ જગ્યા પર વરસાદ પછી જોવા મળ્યો આવો દુર્લભ પ્રકારનો સાપ, જોવા જામી લોકોની ભારે ભીડ

ઉત્તરપ્રદેશના દુધવા નેશનલ પાર્ક ખાતે તાજેતરમાં જ એક દુર્લભ પ્રકારનો સાપ જોવા મળ્યો હતો. આ સાપની તસ્વીર સોશ્યલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી હતી જેને જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. લાલ રંગના આ સાપની પ્રજાતિ ” કોરલ કુકરી ” ના નામથી ઓળખાય છે અને તે અતિ દુર્લભ પ્રકારના સાપ માનવામાં આવે છે. આ તસ્વીરને દુધવા નેશનલ પાર્કના સ્ટાફ દ્વારા ક્લિક કરવામાં આવી હતી જેને વન્યજીવ સંરક્ષણ અને પર્યટન સંગઠન વાઈલ્ડલેન્સ દ્વારા સોશ્યલ સાઈટ ટિવટર પર શેયર કરવામાં આવી હતી.

image source

નોંધનીય છે કે આ સાપનું જુલૉજિકલ નામ ” ઓલીગોડોન ખેરીએન્સિસ ” છે. દુર્લભ એવા ” કોરલ કુકરી ” પ્રથમ વખત વર્ષ 1936 માં દુધવામાં દેખાયો હતો ત્યારબાદ વર્ષ 2019 ના ફેબ્રુઆરી મહિનામાં અને ત્યારબાદ પણ સમયાંતરે દેખાયો હતો. ભારતીય વન સેવાના વરિષ્ઠ અધિકારી રમેશ પાંડેના જણાવ્યા મુજબ રેડ કોરલ કુકરી સાપને છેલ્લા કેટલાક વર્ષોમાં ચાર વખત દેખાયો હતો જયારે આ પહેલા આટલી વધુ વખત ક્યારેય નથી દેખાયો.

ઉત્તરાખંડમાં પણ દેખાઈ ચુક્યો છે આ સાપ

image source

ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2015 માં ઉત્તરાખંડમાં પહેલી વખત આ દુર્લભ ” કોરલ કુકરી ” સાપ દેખાયો હતો. વન વિભાગના દાવા મુજબ આ રહસ્યમયી સાપ વિષે હજુ સુધી દુનિયાભરમાં બહુ જૂજ લોકો જ જાણે છે.

image source

વાઈલ્ડલેન્સ દ્વારા આ દુર્લભ પ્રજાતિના સાપની તસ્વીરને ગત રવિવારે જ પોતાના સોશ્યલ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે દુધવા નેશનલ પાર્ક વીધતા અને આશ્ચર્ય માટે પ્રસિદ્ધ છે, તથા રેડ કોરલ કુકરી સાપ એક અતિ દુર્લભ પ્રકારનો સાપ છે, આજે સાંજે જ સ્ટાફના કર્મચારીઓએ તેને વરસાદ બાદ એક ઝુંપડી પાસે જોયો છે.

આ કારણે તેનું નામ હોય છે રેડ કોરલ કુકરી

image source

નિષ્ણાંતોના મત મુજબ રેડ કોરલ કુકરી પ્રજતિના સાપ ઝેરી નથી હોતા અને તેનો ખોરાક નાના જીવજંતુઓ અને વોર્મ્સ હોય છે. લાલ નારંગી રંગ અને દાંતોને કારણે આ સાપનું નામ રેડ કોરલ કુકરી નામ છે કારણ કે આ સાપના દાંત નેપાળી ” સુખરી ” ની જેમ જ હોય છે જે ઈંડા તોડવાના કામમાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.