આ ગામમાં સાંપોની લગભગ 30 લાખ જેટલી વેરાયટીઓ જોવા મળે છે, બીજી વાતો જાણીને ખરેખર નવાઈ લાગશે..

તમે મુરઘા અને સસલાના ફાર્મ વિષે તો સાંભળ્યું જ હશે. જો કે હવે તો ગુજરાતમાં અમુક જગ્યાઓએ ઇમુ પક્ષીના ફાર્મ પણ ખુલવા લાગ્યા છે. સામાન્ય રીતે આવા ફાર્મમાં જે તે પક્ષી કે પશુઓનો નિયત સમય સુધી નિભાવ અને ઉછેર કરવામાં આવતો હોય છે અને ફાર્મમાં રાખવામાં આવતા પક્ષીઓ કે પશુ પણ મુખ્યત્વે જાણીતા અને સ્થાનિક જ હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ક્યાંય સાંપના ફાર્મ હોય અને તેનો ઉછેર કરવામાં આવતો હોય ? નહિ ને ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને સાંપના ફાર્મ વિષે જ માહિતી આપવાના છીએ.

image source

અસલમાં ચીનના એક ગામમાં રીતસર સાંપના ફાર્મ છે અને તેનો ઉછેર પણ કરવામાં આવે છે આ ગામના લોકોનું જીવન પણ સાંપના ફાર્મિંગ પર જ નિર્ભર છે. ચીનના આ ગામનું નામ છે જીસીકિયાઓ. અહીં રહેતો દર બીજો વ્યક્તિ સાંપના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તમે જાણીને હેરાન રહી જશો કે જીસીકિયાઓ ગામમાં સાંપોની લગભગ 30 લાખ જેટલી વેરાયટીઓ જોવા મળે છે. અને સાંપોના ફાર્મમાં કિંગ કોબ્રા, અજગર અને ઝેરીલા વાઈપર જેવા ખતરનાક સાંપોનો ઉછેર કરવામાં આવે છે.

image source

જીસીકિયાઓ ગામને આખા વિશ્વમાં તેની આ ખાસિયત એટલે કે સ્નેક ફાર્મિંગને કારણે જ ઓળખવામાં આવે છે. જો કે આ પહેલા આ ગામમાં ચા, જુટ અને કપાસની ખેતી થતી હતી અને સ્થાનિક લોકો તેના પર જ નિર્ભર હતા પરંતુ હવે અહીં મુખ્યત્વે સાંપોનું ફાર્મિંગ જ કરવામાં આવે છે.

image source

વળી આ ગામના લોકો સાંપનો ઉછેર શોખ માટે નથી કરતા પરંતુ પૈસા કમાવવા માટે કરે છે. તેઓ સાપનો ઉછેર કરી તેને વેંચી દે છે ત્યારબાદ ઉછેર કરેલા એ સાંપોના અમુક અંગોનો દવામાં ઉપયોગ લેવાય છે જયારે તેના ચામડાને વિવિધ વસ્તુઓ બનાવવાના કામમાં લેવાય છે.

image source

સ્નેક ફાર્મિંગ અન્ય ફાર્મિંગ કરતા વધુ ખતરનાક છે અને અહીં કામ કરતા લોકોને સૌથી વધુ ડર ફાઈવ સ્ટેપ સ્નેકથી લાગે છે. ફાઈવ સ્ટેપ સ્નેક વિષે એવું માનવામાં આવે છે કે જો આ પ્રજાતિનો સાપ કોઈ માણસને ડંખ મારી દે તો તે માંડ પાંચ પગલાં જેટલું જ ચાલી શકે અને એટલી વારમાં તેનું મૃત્યુ પણ થઇ શકે.

image source

મીડિયા અહેવાલો મુજબ અહીં લાકડા અને કાંચના નાના નાના બોક્સમાં સાંપનો ઉછેર કરવામાં આવે છે. અને જયારે સાંપના ઇંડામાંથી બચ્ચા બહાર આવે ત્યારે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે પ્લાસ્ટિકના થેલાઓનો ઉપયોગ કરાય છે. જયારે સાંપ સંપૂર્ણ વિકસિત થઇ જાય છે ત્યારે તેને વેંચી દેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.