લો બોલો, અહીં એટલી બધી મોંધી કોફી મળે છે કે એટલી કિંમતમાં તો કોઇ સારું બાઇક આવી જાય

સામાન્ય રીતે કોફી પીવા જઈએ તો તેના માટે 65 રૂપિયા જેવી કિંમત હોય તો પણ આપણને મોંઘી પડે પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં વિશ્વની સૌથી મોંઘી કોફી વેંચાય છે અને તે કોફીની એક કંપની કિંમત 65000 રૂપિયા છે. પોતાના ખાસ સ્વાદ માટે પ્રખ્યાત આ કોફીની શરૂઆત એક ભૂલને કારણે થઇ હતી ત્યારબાદ આ કોફીની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી અને હવે આ કોફીની બ્રાન્ડ 22 વર્ષ જૂની બની ગઈ છે.

image source

આ ખાસ કોફી બનાવવા માટે કોફીના બીજને દળી તેના પાવડરને કપડાંની ચાળણી વડે ચાળવામાં આવે છે અને તેના પર ગરમ પાણી નાખવામાં આવે છે. આમ કરવાથી કોફીનું પ્રથમ ટીપું પડવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે છે પરંતુ તેનો સ્વાદ બેજોડ અને યાદગાર હોય છે. ત્યારબાદ આ પ્રવાહીને લાકડીના એક બેરલમાં સ્ટોર કરવા માટે રાખી દેવામાં આવે છે અને કોફીને બેરલમાં લગાવેલા નળ દ્વારા બે દશકા બાદ કાઢવામાં આવે છે. આટલા લાંબા સમય સુધી સ્ટોર કરવાથી કોફી અત્યંત સ્વાદિષ્ટ બની જાય છે.

image source

જાપાનના ઓસાકા શહેરમાં આવેલું મંચ હાઉસ વિશ્વનું એકમાત્ર કેફે છે જ્યાં આ પ્રકારની કોફી સર્વ કરવામાં આવે છે. આ કેફેના મલિક તનાકાએ આ કોફીની શરૂઆત એક ભૂલથી કરી હતી. તનાકા પહેલા આઈસ કોફી વેંચતા હતા એટલે તે કોફીને ફ્રિજમાં રાખતા હતા જેથી તેને જલ્દીથી તૈયાર કરી શકાય. પરંતુ એકવખત એવું બન્યું કે તેઓ કોફીના અમુક પેકેટ ફ્રીમાં રાખ્યા બાદ ભૂલી ગયા અને લગભગ દોઢ મહિના બાદ જયારે તેની નજર એ કોફી પેકેટ્સ પર પડી તો એ પેકેટ ફેંકવાને બદલે તેની કોફી તૈયાર કરી. અસલમાં તનાકા એ જોવા માંગતા હતા કે સ્ટોર કરાયેલી એ કોફીના સ્વાદમાં કેટલો ફેરફાર થયો છે.

image source

તનાકાના કહેવા મુજબ, જયારે તેને દોઢ વર્ષ જૂની કોફીને પાવડર કરી તેની કોફી બનાવી ત્યારે તેને ઘણું આશ્ચર્ય થયું કારણ કે કોફી પીવા લાયક હતી. તેમાં એક અલગ જ પ્રકારની ખુશ્બુ હતું અને તેનો સ્વાદ પણ અત્યંત સ્વાદિષ્ટ હતો. ત્યારથી તનાકાએ નક્કી કર્યું કે હવે તે કોફીને વર્ષો સુધી સ્ટોર કરીને રાખશે જેથી ગ્રાહકોને એક સ્વાદિષ્ટ અને નવા જ સ્વાદની કોફી પીવડાવી શકે.

image source

ત્યારબાદ તનાકાએ લાકડાના બનેલા નાના નાના બેરલોમાં આ રીતે કોફીનો દશકાઓ સુધી સંગ્રહ કર્યો અને 10 વર્ષ બાદ તનાકાએ તેનો સ્વાદ ચાખ્યો તો તે સીરપ જેવો લાગ્યો. પછી તનાકાએ કોફીને 20 વર્ષ સુધી સ્ટોર કરી જેથી તેનો સ્વાદ વધુ જોરદાર લાગ્યો. ગ્રાહકોને પણ આ કોફી પસંદ આવી અને ત્યારબાદ સૌથી મોંઘી કોફીનો આ સિલસિલો શરુ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span