કાશ! કોલોનીનો દરવાજો ખુલવા માટે થોડી રાહ જોઈ લીધી હોત અને હાઇવે પર ચક્કર લગાવવાનો વિચાર ન કર્યો હોત તો આજે બધા જ જીવીત હોત

ટનકપુર હાઇવે પર શનિવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર બે પરિવાર વિખેરાઈ ગયા. એક સુંદર ખુશનુમા માહોલ અચાનક ગમગીન બની ગયો. દરેકના ચહેરા પર આ અકસ્માત બાદ અત્યંત દુઃખ જોવા મળ્યું . બધા જ બોલી રહ્યા હતા કે થોડી જો રાહ જોઈ લીધી હોત તો મોતનો કોળિયો ન થવું પડત. કોલોનીનો દરવાજો ખુલવા માટે થોડી રાહ જોઈ લીધી હોત અને હાઇવે પર ચક્કર લગાવવાનો વિચાર ન કર્યો હોત તો આજે બધા જ જીવીત હોત.

image source

અશોક કોલોનીમાં સુરક્ષા માટે ગેટ રાત્રે 10 વાગ્યા બાદ બંધ કરી દેવામા આવે છે. જોકે કોલોનીમાં રહેતા લોકોને તેના કારણે કોઈ જ સમસ્યા નથી થતી. માત્ર બહારના લોકો તેમજ ગુનેગાર વૃત્તિવાળા લોકો પર રોકટોક મુકવા માટે જ ગેટને બંધ રાખવામા આવે છે. જો કોલોનીનું કોઈ સભ્ય કે સંબંધી આવતું પણ હોય તો ગેટ ખોલીને તેમને પ્રવેશ આપવામા આવે છે. પણ શનિવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં ગેટ બંધ હોવો પણ એક કારણ રહ્યું હતું.

image source

ત્યાર બાદ જ ચક્કર લગાવવા માટે આ પરિવાર હાઇવે પર જતો રહ્યો હતો. વાસ્તવમાં અહીંના પથ્થરના વેપારી વૈભવ અને તેમના મિત્ર પરિવાર સાથે કોઈ પાર્ટીમાંથી ઘરે પાછા આવ્યા હતા પણ કોલોનીનો દરવાજો બંધ હોવાથી. તેઓ હાઇવે પર એક ચક્કર લગાવવા નીકળી ગયા. પરિણામ એ આવ્યું કે તેઓ સામેથી આવતી એક ટ્રકને બચાવવાના ચક્કરમાં તેમની ગાડી ઝાડ સાથે ટકરાઈ ગઈ. અને બે માસુમ સહીત ત્રણ લોકોનો જીવ જતો રહ્યો. એક મહિલા હજુ પણ જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

image source

ટક્કર લાગ્યા બાદ કારમાં લગાવવામાં આવેલી એરબેગ ખુલી જવાથી આગળ બેઠેલા ગૌરવ કોહલી અને વૈભવને તો વધારે ઇજા ન થઈ. પણ પાછળ બેઠેલી મહિલાઓ અને બાળકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો. તેમના મૃત્યુ બાદ બન્ને વેપારી મિત્રો શોકમાં ડૂબી ગયા છે. દરેક વ્યક્તિ આ બન્ને પરિવાર પર આવી પડેલા આ ભયંકર દુઃખના કારણે શોકાતુર છે. અશોક કોલોનીમાં પણ સામાન્ય દીવસ જેવી હલચલ જોવા નહોતી મળી. મોટા ભાગની દુકાનો બંધ રાખવામા આવી હતી.

image source

આશ્વાસન આપનારા લોકો અહીં આવતા-જતા રહ્યા હતા. બીજીબાજુ દિલ્લીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી ઇજાગ્રસ્ત મોના કોહલી માટે પણ તેમના પરિવારજનો તેમજ હિતેચ્છુઓ પ્રાર્થના કરી રહ્યા છે. રવિવારના દિવસે મોના કોહલીનો જન્મદિવસ પણ હતો. તેને સરસ રીતે ઉજવવાની તૈયારીઓ પણ કવરામા આવી હતી. પણ અકસ્તમાતના કારણે તેમની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે. બીજી બાજુ વેપારી વૈભવની પત્ની અને દીકરીનો આ અકસ્માતમાં જીવ જતો રહ્યો છે. હસતા-હસતા ઘરેથી ફરવા માટે નીકળેલો આ પરિવારના ઘરે લોકો તેમની રાહ જોઈને બેઠા હતા પણ મોડી રાતે તેમના અકસ્માતના સમાચાર મળતાં ઘરમાં માતમ છવાઈ ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.