કોરોનાને કારણે લોકોએ પહેર્યા એવા માસ્ક કે જોઈને રહી જશો દંગ…
આજે અમે આપને એવી અનેક તસ્વીઓ અહી બતાવી રહ્યા છે, જે જોઇને તમને એ સમજાશે કે લોકો કોરોના સામે લડવા માટે કેવા કેવા અવનવા પ્રકારના માસ્ક પહેરી રહ્યા છે. જો કે માસ્ક પહેરવા સરકારના ધારાધોરણ મુજબ હવે આવશ્યક છે. અનલોક ૧માં સાવચેતીના નીતિ નિયમો આધારે છૂટછાટ આપવામાં આવેલ છે.

સરકારી નિર્દેશો મુજબ કોરોના વાયરસને લઈને હવે બહાર નીકળતી વખતે ફેસ માસ્ક પહેરવું આવશ્યક બનતું જઈ રહ્યું છે. કારણ કે લોકડાઉન ખુલ્યા પછી રાજ્ય સરકાર દ્વારા ઘરથી બહાર માસ્ક વગર નીકળવા પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્દેશ સલાહ પણ છે અને આદેશ પણ છે. આમ પણ આપણા દેશમાં લોકોમાં સર્જનાત્મકતાની જરાય કમી નથી. પ્રધાનમંત્રી મોદીના કહ્યા મુજબ આ એક પ્રકારે મુશ્કેલીને અવસરમાં બદલવાની આવડત જ સમજી લો. માસ્ક પહેરવાના નિયમને પગલે હવે લોકોએ એવા એવા ફની અને ડરાવના માસ્ક પહેરવાના શરુ કર્યા છે કે જેને જોઇને ખુદ કોરોના પણ આવે તો ડરી જાય.

ઉપરની તસ્વીરમાં જે ભયંકર મો વાળું માસ્ક છે, એને જોઇને તો કોઈ પણ વ્યક્તિ ડરી જાય. આ માસ્ક જો અચાનક રાતના સમયે કોઈ જોઈ લે તો એ ખરેખર એ ડરી જાય. ભૂતના ચહેરા, ડેવિલના આકારો અને એવા જ અનેક પ્રકારના ભયજનક દ્રશ્યો ઉભા કરતા માસ્ક બજારમાં મળી રહ્યા છે. લોકો આવા અનેક પ્રકારના માસ્ક પહેરીને ફરતા જોવા મળે છે.

પાછલા કેટલાક સમયથી હવે કોરોનાના પગલે ઈંસ્ટાગ્રામ પર જાણે કે અવનવા માસ્ક પહેરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉપરની એક તસ્વીરમાં તમે જોઈ શકો છો કે એક શીપમાં બેઠેલી મહિલાએ માસ્ક પહેર્યું છે. આ માસ્ક પર આગની નકલી જવાળાઓ જોવા મળે છે.

નાના બાળકો માટે પણ બજારમાં હવે બાળકોને ગમે અને સારા લાગે એવા માસ્ક મળે છે. તેમ જ એમાં બાળકોને તકલીફ ન પડે એવી વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. આવા માસ્કનો ક્રેઝ અત્યારે માતા-પિતા અને બાળકો બંનેમાં જોવા મળી રહ્યો છે. બીજી બાજુ બાળકો પોતાની પસંદગીના કાર્ટુન વાળા માસ્ક પહેરવાનું પણ પસંદ કરે છે. નાના બાળકો માટે નરમ અને એમની સ્કીનને માફક આવે એવા માસ્ક પણ ઉપલબ્ધ છે.

જો કે સ્ત્રીઓ માટે તો હવે ડ્રેસ સાથેના મેચિંગ માસ્ક પણ બજારમાં મળે છે, અમુક સ્ત્રીઓ તો હવે એવા માસ્કનો ઉપયોગ પણ કરવા લાગી છે. જો કે ઘણી દુકાનોમાં તો લગ્ન માટેની શેરવાની અને શૂટ સાથે પણ મેચિંગ માસ્ક જોવા મળી રહ્યા છે.

કેટલાક લોકો તો પ્રાણીઓના ચહેરાવાળા માસ્ક પહેરવાનું પસંદ કરે છે. આ માસ્કમાં સિંહ, વાઘ, ચિતા જેવા મુખના માસ્ક બજારમાં મળી રહે છે. આ સાથે મિમ માસ્ક પણ જોવા મળે છે. આ પ્રકારના માસ્કમાં ફની દ્રશ્યો સાથે ફની ટેગલાઈન પણ લખેલી હોય છે.

ઉલ્લેખનીય છે કે કાયદા અને સુરક્ષા વ્યવસ્થાને કારણે માસ્ક પહેરવાની શરુઆત થઇ છે. પણ, હવે ધીરે ધીરે આ માસ્ક ફેશનનું પ્રતિક બની રહ્યા છે. માસ્કમાં વિવિધ ભરત કામ અને નકશીકામ વાળા માસ્ક પણ બજારમાં મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.