3 કલરની મદદથી 10 મિનિટમાં બનાવો કાંસકા અને બંગડીની મદદથી સિમ્પલ રંગોળી

ચારણી

ગરણી

image soucre

બંગડી

કાંસકો

3 રંગના કલર

સૌ પહેલાં આ માટે એક ચારણી લો અને તેમાં ગરણીની મદદથી કલર સ્પ્રેડ કરો. હવે ચારણી ઉપાડી લો અને આસપાસ ફેલાયેલો કલર પણ સાફ કરી લો. હવે આ સર્કલમાં વીડિયોમાં બતાવ્યા પ્રમાણે સીધો કાંસકો ફેરવો. તેનાથી તેમાં સરસ ડિઝાઈન બનશે.

image soucre

હવે તેની આસપાસ કલરની ડબ્બીઓમાં તમારી પસંદના કલર ભરી લો અને સર્કલની આસપાસ એક કલરથી ટપકાં ભરો. હવે તેની ફરતે થોડું અંતર રાખીને બંગડીઓ ગોઠવો. એક છોડીને એક તેની આસપાસ સર્કલમાં જે કલર કર્યો છે તેનાથી ટપકાં કરો. બીજા જે સર્કલ છૂટી ગયા છે તેની ફરતે સફેદ કલરથી ટપકાં કરો. હવે બંગડીઓ ઉપાડી લો.

image soucre

પીંછીના પાછળના ભાગથી વીડિયોમાં બતાવ્યા પ્રમાણે કલરને અંદરની તરફ ખેંચો. અને ફૂલ જેવું તૈયાર કરો. આ બધા સર્કલમાં જ્યાં વચ્ચે સેન્ટર પોઈન્ટ બને ત્યાં તમે મોટા સર્કલમાં જે કલર ફરતે ટપકાંમાં લીધો છે તે દરેક સર્કલમાં ભરી લો. એટલે કે તે જ કલરના ટપકાં કરી લો. દરેક સર્કલની વચ્ચે મોટા સર્કલના ફરીથી ટપકાં કરો અને તેના નાના ફૂલ બનાવો.

image soucre

તેની ઉપર સફેદ કલરના ટપકાં કરો અને એક દીવો વચ્ચે મૂકો અને અન્ય દીવા સફેદ ટપકાંની ઉપર મૂકો. તમારી રંગોળી તૈયાર થઈ જશે. અને તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.