આ દેશમાં કોરોના કેસ વધ્યા રોકેટ ગતિએ, 24 કલાકમાં સામે આવ્યા એક લાખ નવા કેસ, જ્યારે સ્પેનમાં લોકડાઉનના વિરોધમાં ફાટી નિકળી હિંસા

વિશ્વમાં કોરોનાનો બીજો તબક્કો ચાલુ થઈ ગયો છે અને તે પહેલા કરતા વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. હાલમાં દુનિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4.63 કરોડને પાર થઈ ગઈ છે. 3 કરોડ 34 લાખ 79 હજાર 314 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 11.99 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકામાં એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે અને આ વર્લ્ડ રેકોર્ડ છે. શનિવારે અહીં કુલ 1 લાખ 233 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સ્પેનમાં સરકારે કડક રીતે લોકડાઉન લગાવ્યુ તો તેના વિરોધમાં રસ્તાઓ પર હિંસક અથડામણ શરૂ થઈ હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

અમેરીકામાં કોરોનાનો કાળો કહેર

image soucre

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર બે દિવસ પછી યોજાવાની છે. આ પહેલા, અહિયાં સંક્રમણનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. શનિવારે અહીં 1 લાખ 233 કેસ નોંધાયા હતા. કોરોના મામલે અમેરિકાએ ભારતને પણ પાછળ રાખી દીધું છે. જ્યાં સપ્ટેમ્બરમાં એક જ દિવસમાં 97 હજાર 894 કેસ નોંધાયા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સે આ માહિતી આપી છે. તે ચિંતાનો વિષય છે કે ચૂંટણી રેલીઓ યોજાઇ રહી છે અને હજારો લોકો કોઈપણ સાવચેતી વિના તેમની સાથે સામેલ થઈ રહ્યા છે. સ્વયં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ન તો માસ્ક પહેરે છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે. શુક્રવારે અહીં 99 હજાર નવા કેસ નોંધાયા હતા. જે આવનારા દિવસોમાં ચિંતાનો વિષય બની શકે છે.

ઇંગ્લેંડમાં ફરી લોકડાઉન જાહેર

image soucre

કોરોનાનો કહેર વધતા બ્રિટિશ વડાપ્રધાને વિપક્ષ અને પોતાના સાંસદોની નારાજગીની અવગણના કરીને બીજા લોકડાઉનની જાહેરાત કરી છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા છે. દરમિયાન, દેશના ઘણા ભાગોથી પોલીસ અને લોકડાઉન વિરોધી પ્રદર્શંકારીઓ વચ્ચે હિંસા થયાના અહેવાલો પણ મળી રહ્યા છે. સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે જરૂરી સેવાઓમાં થોડો ઘટાડો થઈ શકે છે કારણ કે ઘણા લોકો તેના બહાના હેઠળ પ્રતિબંધોની મજાક ઉડાવી રહ્યા છે. અહીં હોસ્પિટલોમાં ફરી દર્દીઓ વધવા માંડ્યા છે. જેને લઈને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

રશિયામાં ફરી કોરોનાએ માથું ઉચક્યું

image soucre

તો બીજી તરફ રશિયામાં શુક્રવાર પછી, શનિવારે ફરી સંક્રમણના લગભગ 18 હજાર નવા કેસો મળી આવ્યા છે. આ પછી, આરોગ્ય વિભાગે દેશમાં તમામ હોસ્પિટલો અને મેડિકલ કેયર કેન્દ્રોને એલર્ટ રહેવા જણાવ્યું છે .ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન, 366 લોકોનાં મોત નીપજ્યાં હતાં. માત્ર રાહતની વાત તે છે કે આ દરમિયાન 14 હજાર દર્દીઓ સાજા પણ થયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે વધતી જતી ઠંડીને કારણે ચેપ વધુ ઝડપથી ફેલાઇ શકે છે અને અમે તેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી લીધી છે. દેશમાં અત્યાર સુધીમાં 11 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે.

સ્પેનમાં લોકો ઉતર્યા રસ્તા પર

image soucre

સ્પેનમાં સરકારની સામે બેવડી ઉશ્કેલીઓ ઊભી થઈ છે. અહિયાં કોરોના પીઆર કાબૂ મેળવવા માટે લોક ડાઉન લગાવવામાં આવ્યું તો લોકો તેનો વિરોધ કરતાં રસ્તા પર ઉતારી આવ્યા છે. સુરક્ષા દળોએ તેમને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા લોકો હિંસા ફેલાવી રહ્યા છે. સ્પેનમાં છ મહિનાની સ્ટેટ ઓફ ઈમરજન્સી પહેલેથી અમલમાં છે. પરંતુ, સંક્રમણની બીજી લહેર જોઈને સરકારે ગયા મહિને આપવામાં આવેલી છૂટછાટ પાછો ખેંચી લીધી હતી અને લોકડાઉનની જાહેરાત કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ ભીડને દૂર કરવા માટે રબરની ગોળીઓ પણ ચલાવી હતી. આજે સરકાર વતી વડાપ્રધાન મીડિયા સાથે વાત કરશે. યુરોપના દેશોમાં સ્થિતિ વણસી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.