ચીનથી આવ્યાં હચમચાવી નાંખે એવા સમાચાર, એક જ ઉપાય નહીંતર અડધાથી વધારે દુનિયાને નક્કી કોરોના થશે!

રોજ બરોજ કોરોનાના વધારે ને વધારે કેસ સામે આવી રહ્યા છે. દરેક રાજ્ય, દેશ અને વિશ્વ લેવલે કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે, આ બધાની વચ્ચે એક ખતરનાક ચેતવણી સામે આવી રહી છે. ચીનથી આવેલા આ સમાચાર સાંભળી તમારા રૂવાડા ઉભા થઈ જશે. ચીનના પ્રખ્યાત શ્વસન રોગના નિષ્ણાત ઝોંગ નાનશાને ચેતવણી આપી છે કે જો કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં ના આવ્યો તો દુનિયાની 60 થી 70 ટકા વસ્તી એટલે કે લગભગ 4 અબજ લોકોને કોરોના વાયરલ પોતાની ઝપેટમાં લઈ લેશે.

વિશ્વની કુલ વસ્તીના આશરે 60 થી 70 ટકા લોકો અસરગ્રસ્ત થશે

image source

નિષ્ણાંત ઝોંગના જણાવ્યા પ્રમાણે આ સંક્રમિતોમાંથી 6.95 ટકા લોકો કોરોના વાયરસ રોગચાળાથી મોત થઈ શકે છે. માટે રોગચાળાને રોકવા માટે દુનિયાભરમાં રસીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવો પડશે. એક ઓનલાઈન કાર્યક્રમને સંબોધિત કરતા ડો.ઝોંગે કહ્યું હતું કે, વ્યાપક પ્રમાણમાં સામુહિક રસીકરણ દ્વારા હર્ડ ઈમ્મ્યુનિટી વિકસીત કરી શકાય છે. જો આ કોરોના રોગચાળાને કાબૂમાં લેવા પગલાં લેવામાં નહીં આવે તો વિશ્વની કુલ વસ્તીના આશરે 60 થી 70 ટકા લોકો અસરગ્રસ્ત થશે. કોરોના વાયરસનો રોગચાળો સદીઓથી અને આવતા વર્ષે વસંત ઋતુ સુધી યથાવત જ રહેશે. ડો. ઝોંગે કહ્યું હતું કે, વિશ્વવ્યાપી સામૂહિક રસીકરણમાં એકથી બે વર્ષનો સમય લાગી શકે છે.

ચીન ટૂંક સમયમાં 55 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરશે

image source

આગળ વાત કરતાં આ ડોક્ટરે માહિતી આપી હતી કે, આ કામમાં પણ વૈશ્વિક સહકારની જરૂર પડશે. ચીનના અન્ય એક કોરોના વેક્સીનના સંશોધક ચેન વેઇએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસમાં થયેલા તાજેતરના ફેરફારોની સંશોધન પર કોઈ અસર પડી નથી. ચીન ટૂંક સમયમાં 55 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝોંગ દ્વારા આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે દુનિયાભરના કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 30 કરોડના આંકને વટાવી ગઈ છે.

વિશ્વભરમાં 9,50,636 લોકો મૃત્યુ પામ્યા

image soucre

મોતના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં રોગચાળાથી વિશ્વભરમાં 9,50,636 લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના સાથે જંગ જીતવા માટે વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકો ખૂબ જ ઝડપથી રસી બનાવવામાં વ્યસ્ત છે. ચાઇના નેશનલ બાયોટેક ગ્રૂપે તેની કોરોના વાયરસ રસી સુરક્ષિત અને અસરકારક જાહેર કરી છે.

image source

ચાઇના નેશનલ બાયોટેક ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું છે કે, જે લોકોને આ બંને રસી આપવામાં આવી છે, તેમનામાં કોઈ આડઅસર દેખાઈ નથી. ત્યારે અલગ અલગ દેશમાંથી અલગ અલગ માહિતી આવી રહી છે. તેમજ રોજ નવા નવા દાવાઓ પણ કરવામા આવી રહ્યા છે કે આટલા કે આટલા સમયમાં કોરોનાની રસી લોકો સુધી પહોંચી જશે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ક્યારે કોરોનાની રસી આવે છે અને લોકોને રાહત અનુભવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span