દિવાળાની આસપાસ કોરોનાના જાળમાં ફસાવો તો ખાસ રાખજો ધ્યાન, જાણો આ વિશે ડોક્ટર્સે શું આપી ચેતવણી

દેશભરમાં તહેવારની સીઝન એટલે કે નવરાત્રિ અને દિવાળીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે તેની પર કેટલાક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. નવરાત્રિમાં આ વર્ષે ફક્ત પૂજા આરતી માટેના નિયમો બનાવાયા છે અને નવરાત્રી ન કરવાનું કહેવાયું છે. તો અન્ય તરફ ડોક્ટર્સ કોરોના સંક્રમિત અને તેનાથી રિકવર થયેલા દર્દીઓને લઈને ચેતવણી આપી રહ્યા છે કે દિવાળીમાં થતો ફટાકડાનો ધુમાડો તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

image source

સીએમ અશોક ગેહલોતના વિશેષજ્ઞ ડોક્ટરની સલાહના આધારે પ્રદેશવાસીઓને અપીલ કરવામાં આવી છે કે કોરોના મહામારીને જોતાં આ વર્ષે દિવાળી પર ફટાકડાનો તહેવાર સ્વ અનુશાસન સાથે ઉજવવામાં આવે. શક્ય હોય તો ફટાકડાના ઉપયોગને ટાળો. વિશેષજ્ઞોનું કહેવું છે કે ફટાકડાથી થતો ધુમાડો અને પ્રદૂષણ સામાન્ય માણસની સાથે સાથે કોરોના સંક્રમિત રોગી તથા હાલમાં જ કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ઘાતક બની શકે છે. મુખ્યમંત્રીએ અનેકવાર આતશબાજીથી થનારા પ્રદૂષણને પણ નિયંત્રિત કરવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે.

image source

રાજધાનીમાં સામેલ પ્રદેશના જિલ્લામાં પણ પહેલાંથી ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ છે. રાજસ્થાન રાજ્ય માનવાધિકાર આયોગે ફટાકડાના ઉપયોગને પ્રતિબંધિત કરવા કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. સાથે વિશેષજ્ઞ ચિકિત્સક કોરોના સંક્રમણની સ્થિતિમાં સતત ફટાકડાના ઉપયોગથી બચવા માટે સચેત રહે. એવામાં દરેકના સ્વાસ્થ્યની રક્ષા માટે આત્મ અનુશાસનમાં રહીને દિવાળી મનાવવી જરૂરી છે.

સ્વાસ્થ્ય પ્રોટોકોલ નક્કી કરવામાં આવે

image source

કોરોના વાયરસના પેટર્નનું અધ્યયન કરીને ચિકિત્સકીય પ્રોટોકોલ નક્કી કરવાના નિર્દેશ સીએમ ગેહલોતે ડોક્ટર્સને આપ્યા છે કે કોરોનાની પેટર્નમાં આવેલા ફેરફારને જાણીને ચિકિત્સકીય પ્રોટોકોલ નક્કી કરાય. સંક્રમિત રોગીના નેગેટિવ થયા બાદ પર તેમનામાં વાયરસ કાયમ રહે છે. જિલ્લામાં કોરોના રોગીની સારવાર કરી રહેલા ડોક્ટરની સાથે આ પેટર્નની પણ જાણકારી અપાશે.

પ્રદેશમાં પોઝિટિવ રોગીના વૃદ્ધિદરમાં સ્થિરતા

image source

બેઠકમાં ચિકિત્સા અને સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવ અખિલ અરોરાએ કહ્યું કે કેટલાક દિવસોથી પ્રદેશમાં પોઝિટિવ રોગીના વૃદ્ધિદરમાં સ્થિરતા આવી છે અને ઓક્સીજન, વેન્ટીલેટર આઈસીયૂની આવશ્યકતા વાળા દર્દીની સંખ્યા ઘટી છે. 30 સપ્ટેમ્બરથી અહીં ઓક્સીજન બેડ, આઈસીયૂ અને વેન્ટિલેટરની જરૂરિયાત વાળા દર્દીની સંખ્યા 2800થી વધુ હતી તે 8 ઓક્ટોબરના ઘટીને 2100 થઈ છે.

શિયાળામાં કોરોના સંક્રમણ વધવાની આશંકા

image source

મુખ્યમંત્રીએ ચિકિત્સા અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીને કહ્યું કે આગામી શિયાળામાં કોરોના સંક્રમણમાં વધારો થવાની આશંકાને ધ્યાનમાં રાખીને તમામ તૈયારી કરી લેવાઈ છે. કોરોના વિરુદ્ધ આંદોલનમાં સકારાત્મક પ્રભાવ પર સંતોષ મળી રહ્યો છે. આ સ્થિતિ કાયમ રાખવાના પ્રયાસ પણ સરકાર કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span