નવા સંશોધનમાં થયો દાવો, કોરોના વાયરસ માનવ શરીર પર આટલા કલાક રહે છે જીવતો

કોરોના વાયરસ અંગે રોજે રોજ કોઈ નવી ગાઈડ લાઈન કે સંશોધન સામે આવી રહ્યા છે. વિશ્વના દરેક વૌજ્ઞાનિક તેની રસી શોધવા કામે લાગ્યા છે. એવામાં દરેક વ્યક્તિને સવાલ થાય કે આખરે કોરોના વાયરસ મનુષ્યના શરીર અને બીજી અન્ય ધાતુ કે પ્લાસ્ટીક પર કેટલા સમય સુધી જીવતો રહે છે. એક નવી સ્ટડીમાં એવો દાવો કરાયો છે. જેમાં સંશોધકોએ કોરોનાથી મોતને ભેટનારાઓના શરીર પર કરેલા ટેસ્ટમાં ખબર પડી હતી કે, વાયરસ નવ કલાક સુધી ચામડી પર જીવતો રહી શકે છે. ઈન્ફ્લુએન્ઝાના વાયરસ કરતા કોરોના વાયરસનો જીવતા રહેવાનો સમય ચાર ગણો છે. આ સંશોધનથી કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે આગળની રણનીતિ બનાવવામાં મદદ મળશે.

હાથ ધોવાનું મહત્વ કેમ વધારે ?

image source

આ અંગે જાપાનની ક્યોટો પ્રીફેક્ચરલ યુનિવર્સિટી ઓફ મેડિસીનની ટીમના કહેવા પ્રમાણે આ સંશોધનના તારણો એ પણ સાબિત કરી રહ્યા છે કે, હાથ ધોવાનું મહત્વ કેમ વધારે છે. 20 સેકન્ડ સુધી સાબુ અને પાણી વડે હાથ ધોવા તેમજ 60 થી 95 ટકા આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝરથી હાથ સાફ કરવા જરુરી છે. સંશોધન માટે સ્કિન ફોરેન્સિક ઓટોપ્સી સેમ્લ 24 કલાક પહેલા લેવામાં આવ્યા હતા. એ પછી સ્કિન સેલ્સને કોરોના તેમજ ઈન્ફ્લુએ્ઝાના વાયરસથી સંક્રમિત કરાયા હતા. પરિણામમાં જોવા મળ્યું હતું કે, ઈન્ફ્લુએન્ઝાનો વાયરસ સ્કિન પર 1.8 કલાક અને કોરોના વાયરસ 9 કલાક રહ્યો હતો.

તાપમાન પર આધારિત

image source

મેગેઝીનના અહેવાલ પ્રમાણે, કઈ વસ્તુના સરફેસ પર કોરોના વાઈરસ કેટલીવાર સુધી ટકશે તે તેના તાપમાન પર આધારિત હોય છે. તો જાણો કે, કોઈ જગ્યાનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોય તો કોરોના વાઈરસ અલગ અલગ સરફેસ પર કેટલીવાર સુધી જીવતો રહી શકે છે.

પ્લાસ્ટિક પર

image source

અલગ અલગ વસ્તુઓ પર વાઈરસનો સમયગાળો પણ અલગ અલગ હોય છે. જેમ કે, મેટલ અથવા સ્ટીલ પર વાઈરસ વધારે સમય સુધી જીવતો નથી રહેતો. તે ઉપરાંત પ્લાસ્ટિક પર પણ લાંબા સમય સુધી વાઈરસ નથી રહેતો. એટલા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે વરખ (ધાતુનું પાતળું પતરું)માં વસ્તુ લઈને આવો છો તેને બહાર જ રાખો. હાથ ધોવા અને વરખને નષ્ટ કરો. કાગળ પર આ વાઈરસ થોડા સમય માટે રહે છે પરંતુ તમે એ નહીં જાણી શકો કે તેના પર વાઈરસ ક્યારે આવ્યો છે એટલા માટે સાવચેત રહેવું.

સ્ટીલ સરફેસ પર

image source

સ્ટીલ સરફેસ પર કોરાના વાઈરસ બે દિવસ સુધી રહી શકે છે. બસ અથવા મેટ્રોમાં પેસેન્જર સપોર્ટ માટે સ્ટીલના પૉલ બનાવવામાં આવ્યા હોય છે. હાલના સમયે આવી જગ્યાઓ ઈન્ફેક્ટેડ હોઈ શકે છે. તેથી જાહેર જગ્યાઓ પર આવી કોઈ પણ વસ્તુઓને ન અડવાની સલાહ આપવામાં આવે છે.

કાચ અથવા લાકડાની સરફેસ પર

image source

કાચ અથવા લાકડાની સરફેસ પર કોરોના વાઈરસ ચાર દિવસ સુધી એક્ટિવ રહી શકે છે. એટલે કે જો તમે ચાર દિવસ પછી પણ તે કાચ અથવા લાકડાથી કોરોના વાઈરસના સંપર્કમાં આવશો તો તમને ઈન્ફેક્શન થઈ શકે છે.

મજબૂત પ્લાસ્ટિક અથવા માટીના વાસણોની સરફેસ પર કોરોના વાઈરસ 5 દિવસ સુધી જીવતો રહી શકે છે. SARS ફેમિલીના વાઈરસ એલ્યુમીનિયમ પર 2-8 કલાક સુધી જીવીત રહી શકે છે. આ સિવાય રબડ અથવા રબડથી બનેલી કોઈ વસ્તુ પર કોરોના વાઈરસ ઓછામાં ઓછા 8 કલાક સુધી જીવતો રહી શકે છે.

ઓછામાં ઓછા 14 દિવસ આઈસોલેશનમમાં રહેવુ જરૂરી

image source

એક અન્ય રિપોર્ટ પ્રમાણે કોરોના વાઈરસની ઝપટમાં આવ્યા પછી વ્યક્તિનું 37 દિવસમાં મૃત્યુ થઈ શકે છે. તાવ અને ગળામાં સોજાથી શરૂ થતો આ વાઈરસ ખૂબ ઝડપથી વ્યક્તિના ફેફસાને ખરાબ કરી દે છે અને તેને મૃત્યુ તરફ લઈ જાય છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસનો શિકાર થતા પીડિત વ્યક્તિને ઓછામાં ઓછા 14 દિવસ આઈસોલેશનમાં રાખવો જરૂરી છે.

માસ્કમાં પણ લાંબા સમય સુધી જીવતો રહી શકે છે વાયરસ

image source

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે સોમવારે જણાવ્યું કે અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર ચાર દિવસ સુધી ચીપકી રહે છે જ્યારે ચહેરા પર લગાવવામાં આવતા માસ્કની બહારની સપાટી પર તે અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. આ અભ્યાસ સાર્સ-સીઓવી2ની સ્થિરતાને લઈને સતત થઈ રહેલા અભ્યાસોમાં વધુ જાણકારી જોડે છે તથા જણાવે છે કે તેને ફેલાવતો કેવી રીતે રોકી શકાય. અભ્યાસમાં એવુ સૂચન આપવામાં આવ્યું છે કે વાયરસ ઘરમાં ઉપયોગમાં લેવાતા કીટાણુનાશકો, બ્લીચ કે પછી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાથી મરી જશે. હોંગકોંગ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચર્સ લિયો પૂન લિતમેન અને મલિક પેરીઝે કહ્યું કે સાર્સ-સીઓવી2 અનુકૂળ વાતાવરણમાં ખુબ સ્થિર રહી શકે છે પરંતુ તે રોગમુક્ત કરવાના માપદંડો પ્રત્યે અતિસંવેદનશીલ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span