આવો છે કોરોના વેક્સીન મામલે મોદી સરકારનો પ્લાન, આ 30 કરોડ લોકોનો સૌથી પહેલા વારો આવશે, તમારે જાણવા જેવા સમાચાર

ભારતમાં કોરોના આવ્યો ત્યારથી જ લોકોમાં ફફડાટ છે, કારણ કે કોકોના કારણે રોજ માણસો જીવ જઈ રહ્યા છે. કામ ધંધો પણ બંધ છે. લોકોની નોકરી પર પણ જોખમ છે. જેને નોકરી શરુ છે એને પણ પગારમાં કપાત આવે છે. આવા એક નહીં અનેક પ્રોમ્લેબ સાથે માનવી હાલમાં જજુમી રહ્યો છે ત્યારે હવે ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 30 કરોડ ભારતીયો માટે કોરોના વાયરસના ટીકાકરણ અભિયાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રાથમિકતાના આધારે વૈક્સીન 30 કરોડ લોકોને આપવામાં આવશે. આ માટેની એક યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.

30 કરોડ લોકોને લગભગ 60 કરોડ ડોઝ

image soucre

જો આ યાદી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો ઉપરાંત ફ્રંટલાઈન વર્કર્સ જેવા કે, હેલ્થકેર પ્રોફેશનલ્સ, પોલીસ, સૈનિટેશન કર્મચારી ઓનો સમાવેશ કરવામાં આવશે. મોદી સરકાર 30 કરોડ લોકોને લગભગ 60 કરોડ ડોઝ આપશે. એક વાર આ વેક્સીનની મંજુરી મળતાની સાથે જ વેક્સીનેશન પ્રોગ્રામ હાથ ધરી દેવામાં આવશે.

પ્રાથમિકતા આધારે યાદીમાં ચાર કેટેગરી

image soucre

વિગતવાર વાત કરવામાં આવે તો પ્રાથમિકતા આધારે યાદીમાં ચાર કેટેગરી છે. લગભગ 50 થી 70 લાખ હેલ્થકેર પ્રોફેશનલ્સ, બે કરોડથી વધારે ફ્રંટલાઈન વર્કર્સ, 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લગભગ 26 કરોડ લોકો. તેવી જ રીતે 50 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકો જેમની કેટલીક બિમારીઓ છે. વેક્સીનને લઈને બનેલા એક્સપર્ટ ગ્રુપે પ્લાનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય એજંસીઓ અને રાજ્યો તરફથી પણ ઈનપુટ્સ આપી દેવામાં આવ્યા હતાં.

23% વસ્તીને આવરી લેવામાં આવશે

image soucre

નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પોલની આગેવાની હેઠળના આ ગ્રુપે જે પ્લાન તૈયાર કર્યો છે, તે પ્રમાણે પહેલા તબક્કામાં દેશની 23% વસ્તીને આવરી લેવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અનેક કેટેગરીની ઓવરલૈપિંગ થશે. સરકારને આશા છે કે, પ્રાથમિકતા ધરાવતી વસ્તીના ટીકાકરણ માતે 60 કરોડ ડોજ્હની જરૂર પડશે. પ્લાનમાં વેક્સીનનો સ્ટોક, પોઝિશન, સ્ટોરેજની સુવિધામાં તાપમાન,, જિયોટૈગ હેલ્થ સેંટર્સને ટ્રેક કરવાની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1161 પોઝિટિવ કેસ આવ્યા છે.

image source

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,58,635એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3629એ પહોંચ્યો છે. જ્યારે 1270 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.52 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 53,22,288 ટેસ્ટ કરાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.