ગુજરાતમાં ઢીલો પડતો કોરોના, છોલ્લા 24 કલાકમાં માત્ર આટલા જ મોત, સંખ્યામાં મોટો કડાકો, જાણો સમગ્ર માહિતી

વિશ્વમાં કોરોનાની લગભગ 3 લહેર શરૂ થઈ ગઈ છે. એ જ રીતે ભારત અને ગુજરાતમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે. દરરોદ હજારો લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના પ્રકોપમાં વધઘટ થતી રહે છે, વાયરસ થોડો ઢીલો પડ્યો છે, પણ સંપૂર્ણ વિદાયનો એક પણ અણસાર આપી રહ્યો નથી.

image source

સામેથી શિયાળાના પ્રારંભે કોરોના વધુ વકરવાની અને બીજો રાઉન્ડ આવવાની ભીતિ વૈજ્ઞાનિકો અને ડોકટરો વ્યક્ત કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકના જે કોરોનાના આકડાં છે એમાં ગણી નવી આશાઓ દેખાઈ રહી છે. કારણ કે મોતનો આકંડો એટલી હદે ઘટી ગયો કે લોકો ચિંતામુક્ત થઈ જાય એવું છે.

image source

વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 908 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,68,081એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3693એ પહોંચ્યો છે.

image source

જ્યારે 1102 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.63 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,046 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 57,93,788 ટેસ્ટ કરાયા છે. જોવા જેવી વાત એ છે કે રોજના 10થી 15 લોકોના મોત થતાં હતા એ આજે માત્ર 4 નંબર પર આવી ગયા છે. એટલે કે મોતમાં ખુબ ઘટાડો નોંધાય રહ્યો છે જે સમગ્ર ગુજરાતીઓ માટે સારા સમાચાર છે.

image soucre

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો ખુબ જ ઓછો થયો છે. રાજ્ય માટે આ એક ખુબ જ રાહતના સમાચાર સમાન છે. આજે અમદાવાદ કોર્પોરેશન 2, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3693એ પહોંચ્યો છે. એ જ રીતે યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,50,650 નાગરીકો સાજા થઈ ગયા છે. 3693ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,738 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 61 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,677 સ્ટેબલ છે.

image source

જો છેલ્લા 24 કલાકના આંકડાની જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 164, અમદાવાદ કોર્પોરેશન 160, વડોદરા કોર્પોરેશન 71, સુરત 64, રાજકોટ કોર્પોરેશન 48, વડોદરા 40, મહેસાણા 27, મોરબી 23, સુરેન્દ્રનગર 22, ભરૂચ 20, રાજકોટ 20, અમરેલી 17, જામનગર કોર્પોરેશન 17, પાટણ 17, ગાંધીનગર કોર્પોરેશન 15, કચ્છ 14, અમદાવાદ 13, આણંદ 13, બનાસકાંઠા 11, ગાંધીનગર 11, ગીર સોમનાથ 11, જામનગર 11, જુનાગઢ 11, ખેડા 11, સાબરકાંઠા 10, નર્મદા 9, પંચમહાલ 8, દેવભૂમિ દ્વારકા 7, જુનાગઢ કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 6, દાહોદ 6, અરવલ્લી 4, ભાવનગર 4, છોટા ઉદેપુર 4, તાપી 4, મહીસાગર 3, નવસારી 2, બોટાદ 1, પોરબંદર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.